Sweet Potato Recipe: બટાકા નહીં આ કંદમૂળ માંથી બનાવો ચટપટી વેફર, સ્વાદ સાથે પોષક તત્વોથી ભરપૂર

Sweet Potato Chips Recipe In Gujarati : વ્રત ઉપવાસમાં બટાકાની વેફરના બદલે શક્કરીયાની ચિપ્સ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. અહીં મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી શક્કરીયાની ચિપ્સ બનાવવાની રેસીપી આપી છે.

Sweet Potato Chips Recipe In Gujarati : વ્રત ઉપવાસમાં બટાકાની વેફરના બદલે શક્કરીયાની ચિપ્સ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. અહીં મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી શક્કરીયાની ચિપ્સ બનાવવાની રેસીપી આપી છે.

author-image
Ajay Saroya
New Update
Sweet Potato Chips Recipe | Sweet Potato Recipe in Gujarati

Healthy Sweet Potato Chips Recipe : શક્કરીયાની ચિપ્સ બનાવવાની રીત. Photograph: (@paleohacksofficial)

Homemade Sweet Potato Chips Recipe: વ્રત ઉપવાસમાં ફરાળી વાનગી ખાવામાં આવે છે. મોટાભાગના લોકો ઉપવાસમાં ફળાહાર માટે બટાકાની વેફર એટલે કે ચીપ્સ ખાવાનું પસંદ કરે છે. તેલમાં તળેલી ક્રિસ્પી ચટપટી વેફર ટેસ્ટીફુલ હોય છે. જો કે બટાકામાં કેલેરી અને નેચરલ શુગર હોય છે, આથી બટાકાની વેફર ડાયાબિટીસ દર્દી માટે નુકસાન રહે છે. આવી સ્થિતિમાં તમે બટાકાના બદલે શક્કરીયાની વેફર ટ્રાય કરી શકો છે. શક્કરીયા સ્વાદ અને પોષક તત્વોથી ભરપૂર એક કંદમૂળ છે, જે મહાશિવરાત્રી ખાસ ખાવામાં આવે છે. અહીં શક્કરીયાની વેફર બનાવવાની સરળ રેસીપી જણાવી છે.

Advertisment

શક્કરીયા વેફર બનાવવા માટે સામગ્રી

  • શક્કરીયા 
  • પાણી
  • તેલ
  • ફરાળી મીઠું
  • કાળા મરી પાઉડર
  • ચાટ મસાલો

Sweet Potato Chips Recipe : શક્કરીયાની ચિપ્સ બનાવવાની રેસીપી 

શક્કરિયાની વેફર બનાવવા માટે સૌથી પહેલા તેને પાણીમાં સારી રીતે ધોઇ લો પછી કપડા વડે સારી રીતે સાફ કરો. કારણ કે, શક્કરીયા જમીનની અંદર ઉગે છે, તેથી તેની બહારની સપાટી પર માટી લાગેલી હોય છે. ત્યાર પછી શક્કરીયાન છાલ કાઢી લો.

હવે એક વાસણમાં પાણી ગરમ કરો. તેમા શક્કરીયાને 2 મિનિટ સુધી ડુબાડી રાખો, તેનાથી શક્કરીયા સહેજ નમર થશે અને રંગ પણ જળવાઇ રહેશે. 

ત્યાર બાદ ચિપ્સ કટર વડે શક્કરીયાની ગોળ પાતળી ચિપ્સ પાડી લો. તેને 10 થી 15 મિનિટ સુધી ઠંડા પાણીમાં ડુબાડી રાખો. આમ કરવાથી શક્કરીયામાં રહેલો વધારાનો સ્ટાર્ચ નીકળી જશે અને વેફર ક્રિસ્પી બનશે. 

Advertisment

શક્કરીયાના કાચી ચિપ્સને ઠંડા પાણીમાં કાઢી તેને કપડા પર 10 મિનિટ સુધી સુકાવી દો, તેનાથી ચિપ્સમાં રહેલું વધારાનું પાણી શોષાઇ હશે.

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેમા શક્કરીયાની ચિપ્સને મીડિયમ તાપે તળો. ચિપ્સ ગોલ્ડ અને ક્રિસ્પી થાય ત્યા સુધી તેલમાં ફ્રાય કરો. તેલમાં ચિપ્સ કાઢી તેને ટિશ્યૂ પેપર મૂકો, તેથી વધારાનું તેલ શોષાઇ જશે. 

આ પણ વાંચો | લીલા વટાણા સ્ટોર કરવાની સરળ રીત, આખું વર્ષ રહેશે ફ્રેશ, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં

શક્કરીયાની ચિપ્સનો સ્વાદ વધારવા તેના પર ફરાળી મીઠું, કાળા મરી પાઉડર અને ચાટ મસાલો ભભરાવો. આ રીતે ઘરે બનાવેલી શક્કરીયાની ચિપ્સ હવાચુસ્ત ડબ્બમાં ભરી રાખવાની તે અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે.

જીવનશૈલી મહાશિવરાત્રી ભોજન રેસીપી