/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/boondi-na-ladoo.jpg)
બુંદીના લાડુ બનાવવાની રેસીપી (તસવીર: સોશિયલ મીડિયા)
જો મીઠાઈની વાત કરીએ તો બુંદીના લાડુનું નામ સૌથી પહેલા આવે છે. તેને મોતીચૂર લાડુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં બુંદીના લાડુ ફક્ત કોઈ પૂજા, લગ્ન કે તહેવાર દરમિયાન જ બનાવવામાં આવે છે. જો તમે ઇચ્છો તો તમે તેને સરળતાથી તેને ઘરે બનાવી શકો છો. જેની મદદથી તમે ભગવાનને ચઢાવવાની સાથે તમારા પરિવારને પણ ખુશ કરી શકો છો. બુંદીના લાડુ નાના અને મોટા બંને પ્રકારના બુંદીમાંથી બનાવવામાં આવે છે. આ લાડુ બાળકો તેમજ અન્ય લોકોને પણ ગમે છે.
ઘરે બુંદીના લાડુ કેવી રીતે બનાવશો
બુંદીના લાડુ બનાવવા માટેની સામગ્રી
- 500 ગ્રામ ચણાનો લોટ
- પાણી અથવા દૂધ
- તળવા માટે ઘી
- 3 કપ ખાંડ
- થોડો ખાવા યોગ્ય નારંગી રંગ
- કેસરના 10-12 તાંતણા
- 50 ગ્રામ સમારેલા કાજુ
- 50 ગ્રામ કિસમિસ
- 9-10 એલચી
- બુંદી બનાવવા માટે ચાળણી
બુંદીના લાડુ કેવી રીતે બનાવશો
સૌ પ્રથમ આપણે બુંદી બનાવીશું. આ માટે એક બાઉલમાં ચણાનો લોટ લો, તેમાં પાણી અથવા દૂધ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવો. આ પછી એક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થયા પછી, ચાળણીની મદદથી બુંદી બનાવો. થોડું તળાઈ ગયા પછી તેને બહાર કાઢો. હવે એક કડાઈમાં ખાંડ અને પાણી ઉમેરો અને એક તાર ચાસણી બનાવો. જ્યારે એક તાર ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તેમાં કેસર, રંગ, બુંદી, સૂકા ફળો, એલચી વગેરે ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પણ વાંચો: આ રીતે ઘરે જ બનાવો બિકાનેરી સેવ
લગભગ 10 મિનિટ પછી તેમાં થોડું ગરમ ​​પાણી છાંટીને તેને કંઈક ઢાંકીને દોઢ કલાક માટે રાખો. નિર્ધારિત સમય પછી તમારા હાથ પર ઘી અથવા પાણી લગાવો અને ગોળ લાડુ બનાવો. તમારા બુંદીના લાડુ તૈયાર છે.
નોંધ- જો તમે ઘરે બુંદી બનાવવા માંગતા નથી તો તમે તેને બજારમાંથી ખરીદી શકો છો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us