કોઈ પણ પ્રકારની ઝંઝટ વિના મલાઈમાંથી નીકાળો ઘી, કુકરમાં 2 સીટી લગાવીને ફોલો કરો આ રીત

Make Ghee at home: જો તમે ઘર પર બનેલા શુદ્ધ ઘીનો ઉપીયોગ કરો છો તો તમારા સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થશે. ઘી તમારી ઈમ્યુનિટીને મહદઅંશે ઈમ્પ્રુવ કરી શકે છે. આ સિવાય ઘી તમારા ઘટ હેલ્થ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Written by Rakesh Parmar
October 24, 2024 19:31 IST
કોઈ પણ પ્રકારની ઝંઝટ વિના મલાઈમાંથી નીકાળો ઘી, કુકરમાં 2 સીટી લગાવીને ફોલો કરો આ રીત
જો તમે ઘર પર બનેલા શુદ્ધ ઘીનો ઉપીયોગ કરો છો તો તમારા સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થશે. (તસવીર: Freepik)

Make Ghee at home : ઘર પર ઘી બનાવવાની ઘણી રીત હોઈ શકે છે પરંતુ મોટાભાગની રીતમાં ઘણો સમય લાગી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રેશર કુકરમાં પણ ઘી બનાવી શકાય છે? આ રીતને ફોલો કરવાથી ઘી નીકાળવામાં તમારો વધારે સમય વેડાશે નહીં. જો તમે આ રીતે ઘી નીકાળો છો તો તમને માત્ર 30 મિનિટ એટલે કે તમારે અડધો કલાકનો સમય જ લાગશે. ઘી નીકાળવા માટે સૌથી પહેલા મલાઈને પ્રેશર કુકરમાં નાંખી દો.

આ રેસીપીને કરો ફોલોટ

જ્યારે કુકરમાં 2 સીટી આવી જાય, ત્યારે તમારે ગેસ બંધ કરીને કુકરને ઠંડા થવાની રાહ જોવાની રહશે. હવે તમે ખુકરને ખોલીને ઘીને પકાવવાની પ્રોસેસ શરૂ કરી શકો છો. કુકરમાં તમને ફીણ દેખાવાના સ્થાને પીળા કલરનું ઘી જોવા મળશે. ધીરે-ધીરે તમને ઘીની સુગંદ પણ આવવા લાગશે. તમને જ્યારે ઘીનો યોગ્ય કલર દેખાવા લાગે. ત્યારે જ તમે ગેસ બંધ કરી શકો છો.

મલાઈને વગોળવાનું ટાળો

જો તમારે મલાઈમાંથી વધુ ઘી બનાવવું હોય, તો તમારે મલાઈને મંથન ન કરવું જોઈએ. ખરેખરમાં મલાઈને વગોળવા કરવાથી ઘણું માખણ વેડફાય છે. ઝડપથી ઘી કાઢવા માટે તમારે મલાઈને સીધું તપેલીમાં રેડવું પડશે. હવે તમે સરળતાથી ઘી નીકાળી શકશો એટલે કે હવે તમારે ઘી કાઢવા માટે કલાકો સુધી મલાઈને વગોળવા જેવી મહેનત નહીં કરવી પડે.

થશે ફાયદા જ ફાયદા

જો તમે ઘર પર બનેલા શુદ્ધ ઘીનો ઉપીયોગ કરો છો તો તમારા સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થશે. ઘી તમારી ઈમ્યુનિટીને મહદઅંશે ઈમ્પ્રુવ કરી શકે છે. આ સિવાય ઘી તમારા ઘટ હેલ્થ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘીની મદદથી તમે તમારા હાડકાઓને પણ મજબૂત કરી શકો છો. જોકે વધારે પરિણામ હાંસલ કરવા માટે યોગ્ય માત્રામાં શુદ્ધ ઘીને કન્જ્યુમ કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ