Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Keri-ni-gotli-mukhwas-recipe.jpg)
કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસીપી. (તસવીર: સોશિયલ મીડિયા)
કેરી એક સિઝનલ ફળ છે જે ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. બાળકોથી લઈને મોટા લોકો સુધી બધા કેરી ખાવાના દિવાના હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેરીની સાથે, કેરીની ગોટલી પણ ઘણી રીતે ફાયદાકારક છે. આવામાં આજે અમે તમારા માટે કેરીની ગોટલીમાંથી માઉથ ફ્રેશનર બનાવવાની રેસીપી લાવ્યા છીએ. કેરીની ગોટલી ગેસ અને એસિડિટી સામે લડવામાં અસરકારક માનવામાં આવે છે. આ સાથે તે તમારા પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ સાબિત થાય છે, તો ચાલો જાણીએ કેરીની ગોટલીમાંથી માઉથ ફ્રેશનર બનાવવાની રેસીપી-
Advertisment
કેરીની ગોટલીમાંથી માઉથ ફ્રેશનર બનાવવાની સામગ્રી
- કેરીની ગોટલી 30
- મીઠું 1 ​​ચમચી
- તેલ 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
કેરીની ગોટલીનું માઉથ ફ્રેશનર બનાવવાની રીત
- તેને બનાવવા માટે તમે સૌથી પહેલા કેરીની ગોટલીને એકઠી કરો.
- પછી તમે તેને ઓછામાં ઓછા 10 થી 15 દિવસ માટે સૂકાવવા માટે મૂકી દો.
- તેના પછી તમે ગોટલીને હથોડીની મદદથી તોડીને તેમાં રહેલા બીજને નીકાળી લો.
- પછી તમે કેરીના બીજને એક પ્રેશર કૂકરમાં મધ્યમ આંચ પર 3 સીટીમાં રાંધી લો.
- તેના પછી તે બીજને સાફ કરી લો અને ઠંડા થવા દો.
- પછી તેને તમે સારી રીતે નાના નાના ટૂકડામાં કાપી લો.
- તેના પછી તમે તેને વધુ એક વખત હવામાં એક દિવસ માટે સૂકાવા માટે મૂકી દો.
- પછી તમે તેને એક કઢાઈમાં ઓછી માત્રામાં તેલ લઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લો.
- હવે તેમાં ખુબ જ સામાન્ય મીઠું અને સેંધા મીઠું નાંખો.
- તેના પછી તેને એક એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લો.
હવે તમારી કેરીની ગોટલીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે, તમે મન થાય ત્યારે તેને ખાઈ શકો છો. કેરીની ગોટલી ગેસ અને એસિડિટી સામે લડવામાં અસરકારક માનવામાં આવે છે. આ સાથે તે તમારા પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us