/indian-express-gujarati/media/media_files/2026/02/27/homemade-coconut-oil-2026-02-27-18-45-02.jpg)
સૂકા નાળિયેરમાંથી ઘરે શુદ્ધ અને સુગંધિત નાળિયેર તેલ બનાવી શકો છો Photograph: (ફ્રીપિક)
Homemade Coconut Oil : નાળિયેર તેલ વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. ઘણી વખત પૂજા અથવા અન્ય કોઈ કાર્યક્રમ દરમિયાન ઘરમાં નાળિયેરની જરૂર પડે છે. તેનો ઉપયોગ કર્યા પછી કેટલીક વખત તે એમ જ મુકી રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે આ સૂકા નાળિયેરમાંથી ઘરે શુદ્ધ અને સુગંધિત નાળિયેર તેલ બનાવી શકો છો.
બજારમાં ઉપલબ્ધ ઘણા નાળિયેર તેલમાં ભેળસેળ હોય છે, જે ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. આ કિસ્સામાં તમે ઘરે બનેલા શુદ્ધ નાળિયેર તેલનો ઉપયોગ વાળ તેમજ ત્વચા પર કરી શકો છો. ચાલો તેને બનાવવાની રીત જાણીએ.
નાળિયેરને કાપી લો
સૌ પ્રથમ નાળિયેરના નાના ટુકડા કરી લગભગ બે કલાક સુધી પાણીમાં પલાળી રાખો. આ દરમિયાન નાળિયેર નરમ થઇ જાય છે અને તેને પીસવામાં સરળ રહે છે.
દૂધ કાઢવાની પ્રક્રિયા
જો તમે નાળિયેરના કાપેલા ટુકડા લઈ રહ્યા છો તો એટલી જ માત્રામાં પાણી ઉમેરો અને તેને મિક્સરમાં ઝીણા પીસી લો. આ પછી સ્વચ્છ સુતરાઉ કપડાની મદદથી પીસેલા નાળિયેરમાંથી દૂધને કાઢી લો. જ્યારે આખા નાળિયેરમાંથી દૂધ કાઢી લેવામાં આવે છે ત્યારે બુરાને બાજુ પર રાખો. તેને તડકામાં સૂકવીને નાળિયેર પાવડર તરીકે ઉપયોગ કરી શકાય છે.
ઠંડુ કરો
નાળિયેરના દૂધને રેફ્રિજરેટરમાં 15 કલાક અથવા આખી રાત રાખો. ઠંડુ થયા પછી તેની ઉપર મલાઇ જેવી જાડી પરત જામી જાય છે અને પાણી તળિયે અલગ થાય છે. મલાઇને ભારે તળિયાવાળા પેનમાં મૂકો અને તેને ગેસ પર મૂકો. આ પ્રક્રિયા ઠીક દૂધમાં મલાઇ જમાવવી અને મલાઇમાંથી ઘી કાઢવા જેવી છે.
આ પણ વાંચો - સરગવો પોષક તત્વોનો ખજાનો છે, એક ચમચી પાવડરમાં શું-શું હોય છે? તેની Nutritional Profile જાણો
તેલ કાઢવાની રીત
તમે મધ્યમ આંચ પર જે રીતે મલાઇમાંથી ઘી કાઢો છો તેવી જ રીતે નાળિયેરની મલાઇને પકવા દો. જ્યારે મલાઇ પાકી જશે ત્યારે ઘી ની જેમ તેલ અલગ થવા લાગશે અને ભૂરા અવશેષો દેખાશે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. જ્યારે તેલ નીકળી જાય ત્યારે સુતરાઉ કપડાની મદદથી તેને ગાળી લો. તમારું ઘરેલું શુદ્ધ નાળિયેર તેલ તૈયાર છે. હવે તમે તેને સ્ટોર કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us