ચોમાસાની ઋતુમાં બાઇકમાં આ વસ્તુઓ જરૂરથી ચેક કરી લેવી, નહીં તો રસ્તામાં રહેશો

Monsoon Bike Riding Tips: અહીં અમે તમને કેટલાક સરળ પણ મહત્વપૂર્ણ પગલાં જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ચોમાસા માટે તમારી બાઇક તૈયાર કરી શકો છો.

Monsoon Bike Riding Tips: અહીં અમે તમને કેટલાક સરળ પણ મહત્વપૂર્ણ પગલાં જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ચોમાસા માટે તમારી બાઇક તૈયાર કરી શકો છો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
rain driving safety tips, monsoon road safety tips

તમારી બાઇક વરસાદની ઋતુ માટે તૈયાર હોવી જરૂરી છે. (તસવીર: Freepik)

Monsoon Bike Riding Tips: વરસાદમાં બાઇક ચલાવવી એ કેટલાક લોકો માટે એક રોમાંચક અનુભવ હોય છે, પરંતુ ઘણા અનુભવી રાઇડર્સ તેના વિશે વિચારીને પણ ચિંતા કરે છે. ચોમાસુ હરિયાળી અને ઠંડો પવન લાવે છે પરંતુ લપસણા રસ્તાઓ પર બાઇક ચલાવવી એક પડકાર બની જાય છે. આવામાં તમારી બાઇક વરસાદની ઋતુ માટે તૈયાર હોવી જરૂરી છે.

Advertisment

અહીં અમે તમને કેટલાક સરળ પણ મહત્વપૂર્ણ પગલાં જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ચોમાસા માટે તમારી બાઇક તૈયાર કરી શકો છો.

પહેલા ટાયર ચેક કરો

બાઇકના ટાયર સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, ખાસ કરીને વરસાદની ઋતુમાં. ટાયર પરની ટ્રેડ લાઇન પાણીને બહાર કાઢે છે, જેના કારણે રબર રસ્તાની સપાટી પર ચોંટી જાય છે અને બાઇકને પકડ મળે છે. જો તમારા ટાયર ખૂબ જ ઘસાઈ ગયા હોય અથવા તેમની પકડ બગડી ગઈ હોય તો તેને બદલવા વધુ સારું રહેશે. ઉપરાંત રસ્તાની બાજુઓમાંથી વહેતા ખીલા, કાચ અથવા ધારદાર પથ્થરો ટાયરને પંચર કરી શકે છે. તેથી નિયમિત પંચર તપાસ પણ જરૂરી છે.

monsoon road safety tips, monsoon driving safety tips,
ચોમાસાની સિઝનમાં બાઇકને અપડેટ રાખવી ખુબ જ જરૂરી છે. (તસવીર: Freepik)

ચેઇનને સાફ અને લુબ્રિકેટેડ રાખો

વરસાદમાં બાઇક ચેઇન સૌથી વધુ પાણી, કાદવ અને ગંદકીના સંપર્કમાં આવે છે. આ ચેઇનનું લુબ્રિકેશન દૂર કરે છે અને કાટ લાગવાની શક્યતા વધારે છે. આ બાઇકના પરફોર્મંશને અસર કરે છે અને ચેઇન ઝડપથી બગડી શકે છે. તેથી દર અઠવાડિયે ચેઇન સાફ કરો અને તેને સારી રીતે લુબ્રિકેટ કરો.

Advertisment

બ્રેક્સનું ધ્યાન રાખો

વરસાદની ઋતુમાં બ્રેકનું મહત્વ વધુ વધી જાય છે કારણ કે ભીના રસ્તા પર બ્રેક લગાવવામાં વધુ સમય લાગે છે અને સ્કિડિંગનું જોખમ રહેલું છે. તેથી બ્રેક પેડ, ડિસ્ક બ્રેક, ડ્રમ બ્રેક અને સમગ્ર બ્રેક સિસ્ટમને સારી રીતે તપાસો. જો કોઈ ભાગ ઘસાઈ ગયો હોય અથવા યોગ્ય રીતે કામ ન કરી રહ્યો હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો.

આ પણ વાંચો: શું છે જાપાનીઝ વોકની રીત, જેને નિષ્ણાતો વજન ઘટાડવા માટે માને છે ખૂબ જ અસરકારક

લાઇટ તપાસ મહત્વપૂર્ણ

વરસાદ દરમિયાન વિઝિબિલિટી ઓછી થાય છે. આવામાં હેડલાઇટ, ટેલલાઇટ, ઇન્ડિકેટર અને ડેઇલી રનિંગ લાઇટ (DRL) સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. તમારી પોતાની સલામતી માટે અને અન્ય લોકોને સંકેત આપવા માટે. ચોમાસુ શરૂ થાય તે પહેલાં આ બધી લાઇટ એકવાર તપાસો. અને ખાતરી કરો કે બધી યોગ્ય રીતે કામ કરી રહી છે.

electric vehicles ટેક્સ જીવનશૈલી Auto news