કેરીનું નામ સાંભળતા જ તમામ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. તેનો ખાટો-મીઠો સ્વાદ પણ તમામ લોકોને ગમે છે. તે સ્વાદની સાથે-સાથે ઘણા વિટામિનથી ભરપૂર હોય છે. તેમાં વધારે માત્રામાં મિટામિન સી અને વિટામિન એ હોય છે. હાલની સિઝન કેરીની છે. જો તમે પણ આ સિઝનમાં કાચી કેરીનો ભરપુર આનંદ માણવા માંગો છો તો પછી તેનાથી બનેલી વિભિન્ન રેસીપીનો આણંદ માણો. જે ખાવામાં મસ્ત સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
કેરી ભાત – મેંગો રાઈસ
એક કડાઈ ગરમ કરો અને તેમાં એક ચમચી તેલ, ચણાની દાળ, અડદની દાળ, સરસવ અને જીરું ઉમેરો. જ્યારે તે ચઢી જાય ત્યારે કઢી પત્તા ઉમેરો. હવે છીણેલી કાચી કેરી ઉમેરો અને 5 મિનિટ માટે રાંધો. પછી એક ચપટી હળદર, મીઠું અને એક વાટકી રાંધેલા ભાત ઉમેરો. આ આખા મિશ્રણને 3 મિનિટ માટે રાંધો અને પછી કોથમીરના પાનથી સજાવો અને ગરમા ગરમ પીરસો તૈયાર થઈ જશે.
કેરી દાળ – મેંગો દાળ
પ્રેશર કૂકરમાં એક કપ તુવેર દાળ અને બે ચમચી પાણી ગરમ કરો. હવે એક કપ સમારેલી કાચી કેરી, અડધો કપ સમારેલા ટામેટાં, 2-3 સમારેલા સરગવા, એક ચમચી હળદર, લાલ મરચું પાવડર અને ધાણા પાવડર ઉમેરો અને રાંધો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી કઢી પત્તા, લસણ, લીલા મરચાં અને રાંધેલી દાળ ઉમેરો. હવે થોડું મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને કોથમીરથી સજાવો.

કેરીની ચટણી
કેરીની ચટણી બનાવવા માટે એક પેન લો, તેમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં અડધી ચમચી સરસવ, અડધી ચમચી અડદની દાળ, સ્વાદ મુજબ લાલ મરચું પાવડર અને 1 આખું લાલ મરચું ઉમેરો અને રાંધો. તેમાં થોડા લીમડાના ફૂલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં બારીક સમારેલી કાચી કેરી, મીઠું અને પાણી ઉમેરો. તેને પાકવા દો પછી સ્વાદ મુજબ ગોળ ઉમેરો, 5 મિનિટ રાંધો અને ગરમા ગરમ પીરસો.
આ પણ વાંચો: સ્વસ્થ પાચન માટે ઘરે બનાવો કેરીની ગોટલીનું માઉથ ફ્રેશનર, આ રહી રીત
કાચી કેરીનો મુરબ્બો
કાચી કેરીના પાતળા ટુકડા કરો. હવે એક પેન લો, તેમાં સમારેલી કાચી કેરીના ટુકડા અને અડધો કપ પાણી ઉમેરો અને તેને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. બીજો પેન લો તેમાં 2 ચમચી ખાંડ અને પાણી ઉમેરો અને તેને ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો અને તેને રાંધતા રહો. હવે તેમાં બાફેલી કેરીના ટુકડા, એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.

કેરીનો અચાર
થોડી હીંગ, 3 ચમચી લાલ મરચું પાઉડર અને મીઠું નાંખીને તેને એકસાથે ગ્રાઈન્ડ કરી લો. હવે આ મિશ્રણમાં એક કિલો સ્લાઇસમાં કાપેલી કાચી કેરીને સારી રીતે મિક્સ કરો. હવે તેમા લાલ મરચાનો પાઉડર નાંખીને તેને એક અન્ય બોટલમાં નાંખીને સ્ટોર કરો અને તેને એક અઠવાડિયા માટે રાખી દો. પછી તેનો ઉપયોગ કરો.

આમ પન્ના
બે કાચી કેરી સરખા કદની લો અને તેને ઉકાળો પછી તેને છોલીને મેશ કરો અને તેનો પલ્પ ગાળી લો. તેમાં એક ચમચી જીરું પાવડર, એક ચપટી કાળા મરી અને હિંગ ઉમેરો. એક ગ્લાસમાં ચોથા ભાગનો પલ્પ નાખો, પછી તેમાં બે ચમચી ગોળ ઉમેરો, પાણી ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને પીવો.





