/indian-express-gujarati/media/media_files/2026/03/05/makhana-bhel-perfect-secret-recipe-in-gujarati-2026-03-05-10-46-20.jpg)
મખાના ભેળ રેસીપી સિક્રેટ ટિપ્સ | Makhana Bhel perfect secret recipe in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | લોકો ઘણીવાર ચિપ્સ, કુરકુરે અને વિવિધ ઓઈલી ફૂડ ખાય છે. પરંતુ તમે હેલ્ધી નાસ્તા પણ કરી શકો છો જેના ઘણા ઓપ્શન છે એમાંથી એક છે, ઓછા સમયમાં બની જતી સ્વાદિષ્ટ સ્પેશિયલ ભેળ મખાના ભેળ. તમે મખાનાનો ઉપયોગ કરીને આ ભેળ બનાવી શકો છો.
મખાના ભેળ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. ઉપવાસ હોય કે સાંજે ભૂખ લાગી હોય આ દરમિયાન તમે હેલ્ધી મખાના ભેળ ખાઈ શકો છો. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે ખાધા પછી ભૂખ પણ ઓછી લાગે છે.
મખાના ભેળ રેસીપી
સામગ્રી
1 કપ શેકેલા મખાના
2 ચમચી શેકેલી મગફળી
1 ચમચી સમારેલી કાકડી
1/2 કપ ઝીણા સમારેલા ટામેટા
2 બાફેલા અને છૂંદેલા બટાકા
2 ચમચી (સમારેલા)કોથમીર
1 લીંબુ રસ
સ્વાદ અનુસાર સિંધવ મીઠું
1/4 ચમચી કાળા મરી
1/2 ચમચી શેકેલા જીરા પાવડર
2 લીલા મરચાં
પાણી ફૂલકી બનાવવાની પરફેક્ટ રેસીપી, ધુળેટી પર ચટાકેદાર ખાવાની મજા પડશે!
મખાના ભેળ બનાવાની રીત
સૌ પ્રથમ મખાનાને ધીમા તાપે શેકી લો. મખાનાને 5-7 મિનિટ માટે શેકો અને તેને એક અલગ પ્લેટમાં કાઢી લો. શેકવાથી મખાના ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. બાફેલા બટાકાને સારી રીતે મેશ કરો. ટામેટાં, કાકડી અને લીલા મરચાંના નાના ટુકડા કરો. મગફળીને સારી રીતે શેકી લો અને તેનો ભૂકો કરી લો.
હવે એક વાસણમાં શેકેલા મખાના, છૂંદેલા બટાકા, સમારેલા ટામેટાં, કાકડી, મગફળી અને સમારેલા લીલા મરચાં ઉમેરો. હવે આ મિશ્રણમાં મીઠું, કાળા મરી, શેકેલું જીરું પાવડર ઉમેરો. આ પછી લીંબુના રસ અને તાજા કોથમીરના પાનથી સજાવો.બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો જેથી બધા મસાલા અને સામગ્રી એક સાથે ભળી જાય. હવે મખાના ભેળને એક બાઉલમાં કાઢીને ઠંડુ સર્વ કરો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us