લાઈફ પાર્ટનરની શોધમાં લોકો ઘણી બાબતોનું ધ્યાન રાખે છે. આવી સ્થિતિમાં લોકો અલગ-અલગ શરતો પણ રાખે છે, પરંતુ એક છોકરીએ એવી શરતો રાખી છે કે, જેને વાંચીને તમે માથું પકડી જશો. તમને જણાવી દઈએ કે, યુવતીએ એક-બે નહીં પરંતુ 54 શરતો મૂકી છે. એટલું જ નહીં, તેણીએ તેની શરતોને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા કરી તો, લોકો પણ ઘણી બધી બાબતોની ચર્ચા કરવા લાગ્યા.
યુવતીએ કેવી શરતો રાખી
મેક્સિકોની રહેવાસી જુલી જિંકુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તે બોયફ્રેન્ડની શોધમાં છે પરંતુ તેની 54 શરતો છે. તે કોઈ પણ વ્યક્તિને પોતાનો બોયફ્રેન્ડ બનાવી શકતી નથી, પરંતુ જે તેની આ 54 શરતોનું પાલન કરશે, તેને જ તે પોતાનો બોયફ્રેન્ડ બનાવશે. તેણીએ આ શરતોને 3 મુખ્ય ભાગોમાં વિભાજિત કરી છે.
છોકરીએ તેની શરતોને ટોચની જરૂરિયાતો, બીજી પ્રાથમિકતા અને એક્સ્ટ્રામાં વહેંચણી કરી છે. તેની શરતોમાં સામેલ છે જે બાળકની ઈચ્છા ના રાખે, રોમાંસ દરમિયાન ડોમિનેટિંગ હોય, તે મોટાભાગનો સમય મારી સાથે વિતાવે, હંમેશા મને ગિફ્ટ આપે, મને બહાર ડિનર પર લઈ જાય, જે મારી સાથે રહેવા અને મને રાખવાની ઈચ્છા રાખે, મારું રક્ષણ કરે અને મારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે, શારીરિક સંપર્ક ખૂબ ગમતુ હોય, સંપર્ક કેવી રીતે કરવો અને દયા રાખવી અને મને સુરક્ષિત અનુભવ કરાવવાનું તે જાણે વગેરે વગેરે.
યુવતીએ તેની આગળની શરતોમાં કહ્યું કે, મારી ઈર્ષ્યા ન કરે, તેની ભાવનાઓને કેવી રીતે હેન્ડલ કરવી તે જાણે, સ્માર્ટ હોય, શબ્દોનું સ્પેલીંગ ખોટુ ના લખતો હોય, નારીવાદને ટેકો આપતો હોય અને એલજીબીટી મૂવમેન્ટને ટેકો આપે, ધર્મ પાછળ પાગલ ન હોય. મારી સાથે વાત કરવાનું પસંદ કરે, વીડિયો ગેમ, એનિમી કાર્ટૂન, અને ડરાવતી ફિલ્મો પસંદ હોય અને મારી પર સંપૂર્ણ ભરોસો કરે. આ બધી શરતો સાથે તેણે એવી શરત મુકી છે કે, યુવક નસબંધીકરાવેલો હોવો જોઈએ.
આ પણ વાંચો – ‘જર, જમીનને જોરૂ – કઝીયાના છોરૂ’ : મુરેનામાં એક જ પરિવારના 6 લોકોની ગોળી મારીને હત્યા, અદાવતમાં ભયાનક મોતનું તાંડવ
તમને જાણકારી માટે જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જૂલી જિંકુને ટ્વીટર પર 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે ઈન્ટાગ્રામ પર પણ દોઢ લાખથી વધારે ફોલોઅર્સ છે. તેના દ્વારા રાખવામાં આવેલી શરતો હાલ ચર્ચામાં છે. તેની આ શરતોને લઈ લોકોમાં ચર્ચા છે કે, આ રીતે તો તેનો ક્યારેય કોઈ બોયફ્રેન્ડ નહી બને. તો કેટલાકે કહ્યું કે, આ તો બધુ સપનામાં જ બને.