/indian-express-gujarati/media/media_files/2026/01/16/milk-cake-recipe-6-2026-01-16-16-54-39.jpg)
Milk Cake Recipe: મિલ્ક કેક મીઠાઇ બનાવવાની રીત. Photograph: (Social Media)
Milk Cake Recipe In Gujarati : જો તમને મીઠાઇ ખાવાનો શોખ છે, તો તમે મોઢામાં મુકતા જ ઓગળી જતો દાણાદાર મિલ્ક કેક એટલે કે દૂધનો હલવો ચાખ્યો જ હશે. આમ તો મીઠાઈની દુકાન પર સરળતાથી મળી શકે છે. પરંતુ તમે તેને ઘરે માત્ર 1 લિટર દૂધ માંથી ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. તમે તેને કોઈપણ તહેવાર પર મહેમાનો માટે બનાવી શકો છો. આટલું જ નહીં, તેનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ છે કે તમને વારંવાર ખાવાનું મન થશે. શેફ કુણાલ કપૂર પાસેથી જાણો દાણદાર મિક્લ કેક બનાવવાની રેસીપી.
Milk Cake Ingredients : મિલ્ક કેક બનાવવા માટે સામગ્રી
- દૂધ (ફુલ ફેટ) - 1 લીટર
- ખાંડ - 200 ગ્રામ
- સરકો - 10 મિલીલિટર
- દેશી ઘી - 1 મોટી ચમચી
- કાજુ - અડધો કપ
- બદામ - અડધો કપ
- પિસ્તા - અડધો કપ
Milk Cake Recipe : દૂધનો હલવો બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં દૂધને ઉકળો. દૂધ ઉકાળતી વખતે તેને ચમચા વડે સતત હલાવતા રહો. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે દૂધને વાસણની કિનારી અને તળિયેથી ઉખાડતા રહો, જેથી તે વાસણમાં ચોટે નહીં. જ્યારે દૂધ લગભગ 50 ટકા જેટલું રહી જાય, ત્યારે તમારે તેમાં સરકો ઉમેરો. આ પછી પણ, તેને હલાવતા રહો અને ઉકાળતા રહો. જ્યાં સુધી દૂધ દાણા ન બની જાય ત્યાં સુધી. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારે દૂધને સંપૂર્ણ રીતે ફાડીને પનીર બનાવવાની જરૂર નથી.
દૂધ એટલું જ ફાટવું જોઈએ કે દૂધના કણો દાણા રૂપે છૂટા પડવા માંડે. આ પછી, તેને વધુ 10 મિનિટ સુધી પકવો. તે પછી તેમાં અડધી ખાંડ ઉમેરો. તેના 10 મિનિટ પછી તેમા બાકી રહેલી ખાંડ અને ઘી ઉમેરો. પ્રવાહી સુકાઈ જાય ત્યાં સુધી તેને પકવવા દો. ઉપરાંત, દૂધના કણો એકબીજા સાથે ચોંટે નહીં તેનું ધ્યાન રાખો. આ તબક્કે મિલ્ક કેકનો રંગ લાલ કોફી જેવો થવા લાગશે, કારણ કે, ખાંડ ઓગળીને કેરેમલ બનવા લાગે છે.
આ પણ વાંચો | ચા બનાવતી વખતે આ ભૂલ ન કરવી, આ રીતે પીવાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય, ડોક્ટરે જણાવી સાચી રીત
હવે તમે જેટલું વધુ રાંધશો, એટલું દાણદાર અને બ્રાઉન મિલ્ક કેક બનશે. તમારે કેટલું બ્રાઉન જોઈએ છે તેની તમારી પસંદગી પર નિર્ભર છે. આ મિશ્રણને ઘટ્ટ થવા દો. જો તેમાંથી ઘી છુંટવા લાગે તો ગેસ બંધ કરી દો. હવે એક ટ્રેમાં ઘી લગાવો. પછી આ મિશ્રણ રેડી તેને સારી રીતે પાથરી દો. તેના પર કાજુ બદામ અને પિસ્તાની ટુકડા ઉમેરો. આ મિશ્રણ ઠંડુ થયા બાદ તેને સેટ થવા માટે ફ્રિજમાં 2 થી 3 કલાક મૂકો. હવે જ્યારે ઇચ્છા થાય ત્યારે આ મિલ્ક કેક ખાવાની મજા માણો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us