/indian-express-gujarati/media/media_files/2026/01/29/milk-coffee-vs-black-coffee-benefits-2026-01-29-12-24-34.jpg)
Milk Coffee VS Black Coffee Benefits : દૂધ વાળી કોફી VS બ્લેક કોફી પીવાના ફાયદા. Photograph: (Freepik)
Milk Coffee VS Black Coffee Health Benefits : શિયાળાની સવારે એક કપ ગરમ કોફી પીવાથી ઠંડી દૂર કરે છે, સાથે સાથે આળસ પણ ભગાડે છે. ઘણીવાર લોકો દિવસની શરૂઆત દૂધ વાળી કોફી પીવા સાથે કરે છે. કોફી અને ચા બંનેમાં કેફીન હોય છે જે એકાગ્રતા વધારીને થાક દૂર કરે છે. દરરોજ એક કપ કોફી એકાગ્રતા સુધારવામાં અને મૂડ સુધારવામાં મદદ કરે છે.
કોફીનું સેવન કરવાથી સહનશક્તિ વધે છે, ચયાપચયને વેગ મળે છે. એક કપ કોફી અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી વૃદ્ધ માનસિક બિમારીઓ સામે રક્ષણ આપે છે. કોફીનું સેવન ન્યુરોલોજીકલ રોગોનું જોખમ ઘટાડી શકે છે.
અમુક લોકો દૂધ વાળી કોફી પીવે છે, તો કેટલાક લોકો દૂધ વગરની એટલે કે બ્લેક કોફી પીવે છે. ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે જો દૂધ વિના કોફીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ દરરોજ બ્લેક કોફીનું સેવન કરવાથી કેવા સ્વાસ્થ્ય થાય છે.
વજન નિયંત્રિત રાખે છે
થાણેની કિમ્સ હોસ્પિટલના ચીફ ડાયેટિશિયન ડો.અમરીન શેખે જણાવ્યું હતું કે જો તમે દરરોજ દૂધ વગરની બ્લેક કોફી પીઓ છો, તો તેનો સૌથી મોટો ફાયદો એ છે કે શરીરમાં કેલરી ઇનટેક ઘટે છે. એક્સપર્ટ્સ જણાવે છે કે, દૂધ વાળી કોફી, ખાસ કરીને જ્યારે તેમાં ખાંડ પણ હોય છે, ત્યારે દૂધના ફેટ સાથે ખાંડની કેલરી પણ ઉમેરાય છે, જે શરીરનું વજન વધારવા માટે જવાબદાર સાબિત થાય છે.
તેનાથી વિપરીત, બ્લેક કોફી લગભગ કેલરી ફ્રી છે. જો એક અઠવાડિયા સુધી માત્ર બ્લેક કોફીનું સેવન કરવામાં આવે તો તમે તમારા શરીર પર હળવા અનુભવ કરશો. બ્લેક કોફીનું દૈનિક સેવન પેટનો સોજો અથવા બ્લોટિંગ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.
બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ
દૂધ અને ખાંડની જગ્યાએ બ્લેક કોફીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રલમાં રહે છે. બ્લેક કોફીનું સેવન ઇન્સ્યુલિન પ્રતિકાર અથવા પ્રિડાયાબિટીસ સાથે સંઘર્ષ કરી રહેલા લોકો માટે બ્લડ શુગરને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. સમય જતાં જ્યારે કુલ ખાંડનું સેવન ઓછું હોય છે, ત્યારે ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો પણ જોઈ શકાય છે.
બ્લેક કોફી શરીરમાં ઊર્જા વધારે છે
બ્લેક કોફીનું સેવન ઉર્જાને વધુ સારી રીતે અસર કરે છે. આ કોફીમાં દૂધ અને ખાંડની ગેરહાજરીને કારણે એનર્જી લેવલ વધુ સ્થિર રહે છે અને એનર્જીમાં અચાનક ઘટાડો ઓછો થાય છે. આવું એટલા માટે છે કારણ કે બ્લેક કોફી બ્લડ શુગરમાં ઝડપી ફેરફારો કરતી નથી.
શું બ્લેક કોફી પીવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે?
નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમે બ્લેક કોફીનું સેવન કરો છો તો તેમાં દૂધ અને ખાંડ નથી. દૂધ કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે, તેથી જ્યારે તમે કોફીમાંથી દૂધ દૂર કરો છો ત્યારે શરીરમાં કેટલાક પોષક તત્વો ઘટી શકે છે. આવી સ્થિતિમાં, શરીરમાં પોષક તત્વોની અછતને સંતુલિત કરવા માટે, તમારે તમારા આહારમાં દહીં, ચીઝ, બદામ, સીડ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કેટલાક ખાસ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. નિષ્ણાતે કહ્યું કે બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેમાં કુદરતી એન્ટીઓકિસડન્ટો હોય છે, જે મર્યાદિત માત્રામાં પીવાથી હૃદય અને મેટાબોલિક સ્વાસ્થ્યને ટેકો આપે છે.
આ પણ વાંચો | CT સ્કેન કરાવવાથી કેન્સર થાય છે? મેડિકલ રિસર્ચમાં ખુલાસો
શું બ્લેક કોફી દરેક માટે યોગ્ય છે?
બ્લેક કોફીનું વપરાશ બધા લોકોને સમાન રીતે અસર કરતું નથી. ગેસ્ટ્રાઇટિસ, એન્જાયટી ડિસઓર્ડર અથવા ઊંઘની સમસ્યા હોય તેવા લોકોએ બ્લેક કોફીનું સેવન મર્યાદિત કરવું જોઈએ. આદર્શ રીતે, બ્લેક કોફીનું સેવન દિવસમાં માત્ર 1 થી 2કપ કરવું જોઈએ અને સાંજે અથવા મોડી રાત્રે પીવાનું ટાળવું જોઈએ.
Disclaimer : આ લેખ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારનું સ્વાસ્થ્ય પરિવર્તન અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us