/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/How-To-Get-Rid-Of-Gas-Acidity.jpg)
એસિડિટીથી કેવી રીતે છુટકારો મેળવવો (તસવીર: Freepik)
કેટલાક લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યા ખુબ જ રહે છે. થોડું વધારે ખાઈ લેવાથી ગેસ થઈ જાય ચે. ભૂખ્યા રહેવાથી એસિડિટી હેરાન કરે છે. ઘણી વખત વધારે મસાલેદાર અને તળેલું ખાવાથી ગેસ અને એસિડિટી થવા લાગે છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા રહે છે તો રોટલી બનાવતા પહેલા લોટમાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરી દો. રસોડામાં ઘણી એવી વસ્તુઓ રહે છે જેનો ઉપયોગ કરીને ગેસ એસિડિટીથી છૂટકારો મળી શકે છે. જાણો તેના માટે તમારે શું કરવાનું રહેશે.
લોટમાં શું મિક્સ કરીને રોટલી બનાવીએ કે ગેસ ના થાય
ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવો હોય તો લોટમાં 1 ચમચી દળેલો અજમો, એક ચમચી દળેલું ઝીરૂં, એક ચમચી પીસેલી વરિયાળી ત્રણેય વસ્તુઓે મિક્સ કરી લો. હવે મુલાયમ લોટ ગુંથી લો અને આનાથી મુલાયમ રોટલીઓ બનાવો. આ રોટલીઓને ખાવાથી એસિડિટીની સમસ્યાથી છૂટકારો મળશે. તમને ભોજન કર્યા પછી થતા અપચાથી પણ રાહત મળશે. બ્લોટિંગની સમસ્યા પણ દૂર થશે.
ગેસની સમસ્યાને કેવી રીતે દૂર કરવી
ફક્ત ઘઉંની રોટલી ખાવાને બદલે તમારે આહારમાં ઉચ્ચ ફાઇબરવાળી રોટલીનો સમાવેશ કરવો જોઈએ. આ માટે લોટમાં થોડા ઓટ્સ મિક્સ કરો અને પછી તે લોટમાંથી રોટલી બનાવો અને ખાઓ. ઓટ્સ ખાવાથી ગેસની સમસ્યા ઓછી થશે. આ રોટલી વધુ પૌષ્ટિક અને પાચનમાં સારી રહેશે.
આ પણ વાંચો: ઘરે ક્રીમ, દહીં અને મલાઈમાંથી ઘી કાઢવાની સરળ રીત, આ રીતે મળશે દાણાદાર શુદ્ધ ઘી
રોટલી માં પીસેલી મેથી ઉમેરો
જે લોકોને ખૂબ ગેસ હોય છે તેમણે લોટ ગુંથતી વખતે એક ચમચી પીસેલી મેથી ઉમેરવી જોઈએ. આ રીતે બનાવેલી રોટલી ખાવાથી ગેસ એસિડિટીની સમસ્યા દૂર થશે અને વજન પણ ઓછું થવા લાગશે. મેથી ખાવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળશે. ડાયાબિટીસના દર્દીઓને આ રોટલી ખાવાથી ફાયદો થશે. મેથી શરીરમાં વધતી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ સંબંધિત કોઈપણ ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us