Disadvantages of Momos: મોમોસ આજની યુવા પેઢીને જાણે જીભે લાગ્યા છે. પરંતુ મોમોસ ખાવાની આદત ગંભીર પરિણામ નોતરી શકે છે. આજની ભાગદોડ ભરેલી લાઈફમાં લોકો દરેક વસ્તુ માટે ઉતાવળમાં હોય છે. કામ હોય કે ભોજન, બધું જ સુપર ફાસ્ટ લાગે છે. લોકોની ખાવાની આદતોમાં પણ બદલાવ આવ્યો છે. ફાસ્ટ ફૂડ એ લોકોની રોજિંદી આદતોનો એક ભાગ બની ગયો છે કારણ કે મોટાભાગનો સમય કામના સંબંધમાં ઘરની બહાર પસાર થાય છે.
તેથી જ ભારતીયો પિઝા, બર્ગર, નૂડલ્સ જેવી ઘણી ખાદ્ય વસ્તુઓનો આગ્રહ રાખતા જોવા મળે છે.મોમોઝને તાજેતરમાં ફાસ્ટ ફૂડની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે અને તે ઘણા લોકોનું ફેવરિટ ફૂડ બની ગયું છે. પરંતુ આ મોમોઝ ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર કેટલીક નકારાત્મક અસર પણ પડી શકે છે.
બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોમાં પણ મોમોસ ઘણા પ્રખ્યાત છે. પરંતુ આ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. માત્ર મોમોસ જ નહિ પરંતુ તેની સાથે આવતી ચટણી પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
પેટ વધારે અને કોલેસ્ટ્રોલ લેવલ વધારે
મોમોસમાં મેંદાના લોટનો ઉપયોગ થાય છે. મોમોસના લોટમાં ખૂબ સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે ખાવામાં સોફ્ટ હોય છે. પરંતુ આ સ્ટાર્ચના કારણે તમારા પેટનો ઘેરાવો વધવાની ઘણી શક્યતાઓ રહે છે. આ સાથે મોમોસ ખાવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ ટ્રાઈગ્લિસરાઈડ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો: Pneumonia:શિયાળામાં બાળકોને ન્યુમોનિયાના જોખમથી બચાવો, આ લક્ષણોની ન કરો અવગણના
સ્વાદુપિંડ માટે હાનિકારક
મોમોસને નરમ બનાવવા માટે તેના કણકમાં એઝોડીકાર્બોનામાઇડ અને બેઝોઇલ પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને પદાર્થો આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક છે. આ તમારા સ્વાદુપિંડ માટે ખૂબ જ હાનિકારક છે.
બિનઆરોગ્યપ્રદ ખોરાકનો વપરાશ
મોમોસની અંદર શાકભાજી અને ચિકનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જો તે મોમોઝ લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે બગડી શકે છે. તેનું સેવન તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ચિકનમાં રહેલા ઈકોલી બેક્ટેરિયા આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
મસાલેદાર ચટણી સ્વાસ્થ્ય માટે હાનિકારક
ઘણા લોકોને મોમોસ સાથે મસાલેદાર ચટણી ખાવાનું પસંદ હોય છે. પરંતુ આ મસાલેદાર ચટણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનું વધુ સેવન કરવાથી પાઈલ્સ થઈ શકે છે.
ડાયાબિટીસનું જોખમ વધારી શકે
મોમોસમાં વપરાયેલ એઝોડીકાર્બોનામાઇડ અને બેઝોયલ પેરોક્સાઇડ આપણા શરીરના સ્વાદુપિંડને નુકસાન પહોંચાડે છે. તેથી, ઇન્સ્યુલિન હોર્મોનનો સ્ત્રાવ યોગ્ય રીતે થતો નથી. પરિણામે, ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. મોમોઝ વધુ ખાવાથી ડાયાબિટીસનું જોખમ અનેક ગણું વધી જાય છે.
આ પણ વાંચો: Yoga darshan : ‘તાડાસન’ કરવાની રીત અને તેના ફાયદાઓ
કેટલી માત્રામાં મોમોઝ ખાવા જોઈએ?
જો તમે આહારમાં પૂરતી માત્રામાં ફાઈબરયુક્ત ખોરાક લેતા હોવ તો તમે ક્યારેક-ક્યારેક જંક ફૂડ ખાઈ શકો છો, પરંતુ જો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત મોમોસનું સેવન કરતા હોવ તો તેને તરત જ બંધ કરી દેવું જોઈએ. જો તમારે મોમોઝ ખાવા હોય તો ઘરે જ બનાવો અને મેડાને બદલે ઘઉંનો લોટ અને તાજા શાકભાજીનો ઉપયોગ કરો.
મોમોસ અંગે જાણવા જેવું
મોમોસ નામ આમ તો ચાઇનીઝ જેવું લાગે છે. પરંતુ મોમોસ ઓરિજિનલી નેપાળ અને તિબેતની વસ્તું છે. મોમોજ એક ચાઇનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે વરાળથી બનાવેલી રોટલી. વાસ્તવમાં મોમોસ અરૂણાચલ પ્રદેશના મોનપા અને શેરદુકપેન જાતિના ખાનપાનની એક મુખ્ય વસ્તું છે. આ જગ્યા તિબેત સરહદથી એકદમ નજીક આવેલી છે.