moongfali ladoo pecipe: શું તમે જાણો છો કે શિયાળામાં મગફળીના લાડુ ખાવા તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક સાબિત થઈ શકે છે? જો તમે એખ યોગ્ય મર્યાદામાં રહીને તેનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી ઈમ્પ્રૂવ કરી શકો છો. શિયાળામાં મગફળીના લાડુનું સેવન કરવાથી તમે તમારી બોડીને અંદરથી ગરમ કરી શકો છો. આ સિવાય મગફળી દાણાના લાડુ તમારી ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં કારગર સાબિત થઈ શકે છે. તો આ છે મગફળીના લાડુ બનાવવાની સરળ રીત….

સૌથી પહેલા એક કપ મગફળી દાણાને ધીમી આચે સારી રીતે શેકી લો. તેના પછી શેકેલી મગફળીના ફોતરા નિકાળી દો. હવે શેકેલી મગફળીના દાણાને મિક્સરમાં નાંખીને બરછટ ગ્રાઇન્ડ કરો. તેના પછી એક કઢાઈમાં 2 ચમચી ઘી નાંખીને ગરમ કરી લો. તમને આ કઢાઈમાં અડધો કપ ગોળ નાંખવાનો છે અને પછી ધીમી આંચે ઓગળવા દો. ગોળના ઓગળી ગયા બાદ ગેસ બંધ કરી દો.
મગફળી દાણાના લાડુને શેપ આપો
જ્યારે ગોળ પીગળી જાય ત્યારે તમારે તેની અંદર પીસેલી મગળફળીના દાણા એડ કરવાના છે. આ સાથે જ ઈલાયચી પાઉડર અને અડધો કપ ઘસેલુ નાળિયેર પણ એડ કરવાનું છે. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે તમે આ મિક્સચરને લાડુઓનો શેપ આપી શકો છો.
આ પણ વાંચો: દક્ષિણ ભારતની ખૂબ જ લોકપ્રિય રેસીપી, મોંમાં ઓગળી જાય તેવો ‘કેસરી’ શીરો
જ્યારે મગફળીના દાણાના લાડુ ઠંડા થઈ જાય ત્યારે તમે તેને સર્વ કરી શકો છો.તેનો ટેસ્ટ બાળકોથી લઈ મોટા, તમામ લોકોને ખુબ જ પસંદ આવશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ લાડુઓને તમે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. આ રીતે લગભગ એક અઠવાડિયા સુધી મગફળીના લાડુ ખરાબ નહીં થાય. દરરોજ એકથી બે મગફળીના લાડુ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.





