Health Tips: સવારે કઇ કસરત અને યોગાસન કરવા જોઇએ? શરીર તંદુરસ્ત રહેશે અને લાંબા સમય સુધી યુવાન દેખાશો

Best 15 Minute Yoga And Exercise In Routine: સવારે યોગાસન અને કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે. લાંબા સમય સુધી યુવાન અને ફીટ રહેવા માટે સવારે તમારા માટે ૧5 મિનિટનો સમય કાઢી એક્સરસાઇઝ કરવી જ જોઇએ.

Written by Ajay Saroya
May 30, 2025 11:53 IST
Health Tips: સવારે કઇ કસરત અને યોગાસન કરવા જોઇએ? શરીર તંદુરસ્ત રહેશે અને લાંબા સમય સુધી યુવાન દેખાશો
Morning Health Tips : દરરોજ સવારે કસરત કે યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. (Photo: Freepik)

Best 15 Minute Yoga And Exercise In Routine: શરીર સ્વસ્થ રાખવા કસરત અને યોગાસન મદદરૂપ થાય છે. કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ મોર્નિંગ વોક પર નીકળી જાય છે, તો ઘણા લોકો સવારે આળસના કારણે પથારી છોડવાનું નામ નથી લેતા. જો તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રહેવા માંગો છો, તો તમારે તમારી આદતોમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. સવારે તમારું રૂટિન ગમે તેટલું વ્યસ્ત કેમ ન હોય, તમારે તમારા માટે ઓછામાં ઓછા 15 થી 30 મિનિટ કાઢવી જોઈએ. આ સમયે તમારે તમારી જરૂરિયાત અને પસંદગી પ્રમાણે યોગસન કે કસરત કરવી જોઈએ. અહીં અમે તમને યોગના કેટલાક આસનો અને એક્સરસાઈઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ફિટ રાખવામાં મદદ કરશે. આવો જાણીએ તેના વિશે.

સવાર માટે 15 મિનિટના શ્રેષ્ઠ યોગાસન

સૂર્ય નમસ્કાર (Surya Namaskar)

દરેક ઉંમરના લોકોએ સવારે ઉઠ્યા પછી સૂર્ય નમસ્કાર જરૂર કરવા જોઈએ. આ ખૂબ ફાયદાકારક છે. તમારે આ યોગ આસન ઉગતા સૂર્ય તરફ મોં રાખીને કરવું જોઈએ. આ યોગાસન શરીર તંદુરસ્ત રાખવાની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ સુધારશે.

અધોમુખ શ્વાનાસન (Downward Dog Pose)

આમ તો આ યોગસન દિવસના કોઇ પણ સમયે કરી શકાય છે. પરંતુ સવારની તાજી હવામાં તે કરવું વધુ ફાયદાકારક છે. આવું કરવાથી માત્ર કરોડરજ્જુ જ મજબૂત નથી થતી, સવારે ઉઠ્યા પછી શરીરની જડતા પણ દૂર થઈ જાય છે.

શરૂઆત કરનારાઓ માટે સવારની કસરત : Morning exercise routine for beginners

સ્ટ્રેચ (Stretch)

સવારે ઉઠ્યા બાદ તમામ લોકોએ સ્ટ્રેચિંગ પણ કરવું જોઇએ. આનાથી શરીરના સ્નાયુઓ ખુલે છે. તેમજ શરીર હળવું લાગે છે. આમ કરવાથી શરીર ફિટ રહે છે. સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે.

આ પણ વાંચો | રાતે કેરી ખાવાથી થશે 6 બીમારી, હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો રાતે કેરી ખાવાના ગેરલાભ

સ્ક્વોટ્સ (Squats)

જો તમારી પાસે સવારે વધારે સમય નથી હોતો પરંતુ તમે એવી કસરત કરવા માંગો છો જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે, તો તમારે સ્ક્વોટ્સ કરવા જોઈએ. આમ કરવાથી તમારા સ્નાયુઓ મજબૂત બનશે એટલું જ નહીં શરીરનો આકાર પણ પરફેક્ટ બનશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ