Year Ender 2022: વર્ષ 2022ની શરૂઆતના મહિનાઓમાં પણ લોકોને કોવિદ-19 થવાનો ડર હતો. આ વર્ષે લોકો સ્વાસ્થ્યને લઈને ખુબજ સજાગ રહ્યા છે. શરદી- ખાંસી અને તાવને લઈને લોકોમાં ખુબજ સર્તકતા દેખાઈ હતી. નાનામાં નાની બીમારી અને તકલીફ વિષે લોકો જાણવા માટે સૌથી વધારે ગુગલનો સહારો લે છે. કોરોના કાળમાં ગુગલ સર્ચ એન્જીનએ લોકોની સૌથી વધારે મદદ કરી છે. કોવિદ સંક્ર્મણથી બચવા માટે લાગુ લાંબા લોકડાઉનમાં લોકોને ખાવા પીવાની રેસિપીથી લઈને બીમારીઓની જાણકારીઓ અને તેના ઉપાયો કરવા માટે ગુગલનો સહારો લીધો હતો.
કોવિદ-19 એ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક રહેવાનું શીખવાડી દીધું છે. વારંવાર હાથ ધોવા, મોં પર માસ્ક બાંધવું અને ભીડમાં લોકોથી દૂર રહેવું જેવી બાબતો લોકોની આદતોનો ભાગ બની ગઈ છે. લોકોએ આ વર્ષે કોવિદથી બચાવ કરવાના ઉપાયો વિષે ખુબજ સર્ચ કર્યું હતું . આવો જાણીએ કે 2022 માં લોકોએ ગૂગલની મદદથી કઈ કઈ બીમારીઓ અને ઉપચારોના નુસખા શોધ્યા છે.
આ પણ વાંચો: 9-14 વર્ષની છોકરીઓ માટે આવતા વર્ષે આવશે સર્વાઈકલ કેન્સરની વેક્સીન, જાણો આ બીમારીના લક્ષણો
લોકોએ વજન ઘટાડવા માટે નુસખા કર્યા સર્ચ:
વર્ષ 2019 લોકડાઉનમાં વિતાવ્યા હતા. લોકોએ મોટાભાગે ઘરમાં રહીને આરામ કરીને વિતાવ્યા હતા. લાંબા આરામ અને બગડતી ખાવા પીવાની આદતના લીધે સ્થૂળતાનો શિકાર બન્યા હતા. વર્ષ 2022માં લોકોએ વધટી સ્થૂળતાને ઘટાડવા માટે ઘરેલુ નુસખાનો સહારો લીધો હતો. ગુગલ પર લોકોએ વજન ઘટાડવા માટે ક્યાં મસાલાનું સેવન કરવું અને શું ડાયટ હોવું જોઈએ તે વધારે સર્ચ કર્યું હતું.
ઇમ્યુનીટી વધારવાના નુસખા:
કોવિદ-19 સંક્ર્મણ દરમિયાન લોકોએ ગુગલ પર સૌથી વધુ ઈમ્યુનિટી વધારવા ક્યા નુસખા આપનાવવા તે સર્ચ કર્યું હતું. ઇમ્યુનીટી વધારવા માટે ઉકાળો, ઇમ્યુનીટી વધારતા ફળ, શાકભાજી અને અનાજની જાણકારી વિષે સર્ચ થયું હતું.
આ પણ વાંચો: આ 3 વસ્તુની પેસ્ટ તમારા દાંતને ચમકાવશે,જાણો એક્સપર્ટ પાસેથી
શિયાળામાં શરદી અને ગળામાં ખરાશ દૂર કરવાના ઉપાય:
કોવિદ-19 આવ્યા પછી મોટાભાગના લોકો સામાન્ય શરદી અને તાવને પણ કોવિદ-19 માની લેતા હતા. વર્ષ 2022માં લોકોએ શિયાળામાં તાવ અને ખાંસી થી છુટકારો મેળવવાના ઉપાયો વિષે સર્ચ કર્યું હતું. શરદી તાવ અને ખાંસીને દૂર કરવા માટે ક્યા મસાલાનું સેવન કરવું જોઈએ તે સૌથી વધુ સર્ચ થયું છે.
ઉકાળો બનવાની રીત:
વર્ષ 2022 માં લોકોએ ઈમ્યૂનિટી વધારવા માટે અને બોડીને હેલ્થી રાખવા માટે દૂધ અને હળદરનું સેવન કેવી રીતે કરવું. તુલસીનો ઉકાળો, તુલસીના પાણી અને મરીનો ઉકાળો કેવી રીતે બનાવવો તેની રીત સર્ચ થઇ હતી.
કોવિદથી બચવા માટેના ઉપાય સૌથી વધુ થયા સર્ચ:
વર્ષ 2022 માં લોકોએ કોવિદથી બચવા માટે ક્યા ક્યા ઉપાય કરવા જોઈએ તે સર્ચ થયું હતું. હાથ પર સેનિટાઇઝરનો ઉપયોગ , ઘરમાં વેન્ટિલેશનની સુવિધા જેવા નુસખા વિષે ગુગલ પર સર્ચ કરવામાં આવ્યું હતું.
કબજિયાત દૂર કરવા માટેના ઉપાય:
વર્ષ 2022 માં લોકોએ કબજિયાતની તકલીફ માંથી છુટકારો મેળવાના નુસખા વિશે સર્ચ થયું હતું. કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે ક્યા નુસખા વધારે ફાયદાકારક છે તે લોકોએ સૌથી વધુ સર્ચ કર્યું છે.