/indian-express-gujarati/media/media_files/2025/12/31/new-year-2026-celebration-2025-12-31-14-18-25.jpg)
ન્યુ યર 2026 સેલિબ્રેશન રેસીપી આડિયાઝ | New Year 2026 Celebration Recipe in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | New Year 2026 | નવા વર્ષની શરૂઆત પહેલાનો વર્ષનો આજે છેલ્લો દિવસ છે જે દરેક માટે ખાસ હોય છે. કેટલાક લોકો ક્લબમાં પાર્ટી કરવાનો આનંદ માણે છે, જ્યારે કેટલાકને મુસાફરીનો આનંદ આવે છે. ત્યારે ઘણા લોકો ઘરે જ ન્યુ યર સેલિબ્રેશન ફેમિલી સાથે કરવાનું પસંદ કરે છે.
કેટલાક લોકો ભીડ ટાળવા માટે ઘરે ન્યુ યર ઉજવવાનું પસંદ કરે છે. આ રીતે નવા વર્ષની ઉજવણી કંટાળાજનક પણ લાગતી નથી. તમે તમારા ઘરે મહેમાનોને ફ્રેન્ડસ વગેરેને ઇન્વિટેશન આપી શકો છો, અને ખાસ સ્પેશિયલ વાનગી સાથે સેલિબ્રેટ કરી શકો છો, અહીં જાણો આ ખાસ પ્રસંગે તમે બનાવી શકો તેવી કેટલીક સ્વાદિષ્ટ રેસીપી.
સવારની સરળ આદતો ! અજમાવશો તો જીવન બદલી જશે! ન્યુ યરમાં દિવસની શરૂઆતમાં આટલું કરો
ન્યુ યર સેલિબ્રેશન રેસીપી
સેન્ડવીચ: ઘરની પાર્ટી દરમિયાન સેન્ડવીચ બનાવો. ચીઝ સાથે ચટણી મિક્સ કરો અને તેને ગ્રીલ કરો અને માત્ર 10 મિનિટમાં સ્વાદિષ્ટ સેન્ડવીચ બનાવો.
ફ્રૂટ બાઉલ : તમે આ પ્રસંગ માટે ફ્રૂટ કપ પણ બનાવી શકો છો. તેમાં ફ્રૂટ, ચાટ મસાલા અને થોડી ક્રીમની જરૂર પડે છે. ફ્રૂટને નાના કપમાં મૂકો, ફ્રેશ ક્રીમ અને ચોકલેટ સોસ ઉમેરો અને પીરસો.
સ્વીટ કોર્ન: તમે પાર્ટી માટે સ્વીટ કોર્ન પણ બનાવી શકો છો. આ માટે, બાફેલી મકાઈ, થોડો કોર્નફ્લોર, ચોખાનો લોટ, મીઠું અને મરી ભેળવીને તેલમાં કુક કરો.ક્રિસ્પી થઈ જાય પછી, ઉપર બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં અને લીંબુનો રસ નાખો.
પનીર ટિક્કા: તમે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઘરે પાર્ટી માટે રેસ્ટોરન્ટ સ્ટાઇલના પનીર ટિક્કા ઘરે બનાવી શકો છો. દહીંમાં બેઝ, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી પનીરના ટુકડા અને સિમલા મરચાંને મેરીનેટ કરો. નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
નૂડલ પકોડા: નૂડલ્સ ઉકાળો અને તેમાં ચણાનો લોટ, બારીક સમારેલી ડુંગળી, સિમલા મરચા અને નૂડલ મસાલા મિક્સ કરો. ત્યારબાદ નાના ડમ્પલિંગ બનાવો અને તેને તેલમાં તળો.
ફ્રેન્ચ ફ્રાઈસ: ફ્રેન્ચ ફ્રાઈસ બાળકોમાં ખૂબ જ પ્રિય છે. તમે બજારમાંથી ફ્રોઝન ફ્રાઈસ ખરીદી શકો છો, તેને ઘરે ડીપ-ફ્રાય કરી શકો છો અને પીરસી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us