Lifestyle Desk : ઘણા વ્યવસાયોમાં 24 કલાક કામ કરવું પડતું હોય છે, એટલે કે ઘણા કર્મચારીઓ નાઇટ શિફ્ટમાં પણ કામ કરતા હોય છે. નાઈટ શિફ્ટ બોડીની બાયોલોજિકલ ઘડિયાળ માટે સારી નથી, જેને “સર્કેડિયન રિધમ” પણ કહેવાય છે. એ તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
હાર્વર્ડ ન્યુટ્રિશનલ સાયકિયાટ્રિસ્ટના MD, ડો. ઉમો નાયડુએ એક Instagram પોસ્ટમાં નિર્દેશ કર્યો છે કે, ” આપણી નેચરલ સ્લીપિંગ સાઇકલ જેને આપણે ‘સર્કેડિયન રિધમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે આપણી સુવાની કે જાગવાની એક સુસંગત પેટર્ન જાળવવામાં મદદ કરે છે.
નાઇટ શિફ્ટની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવતા, ડૉ નાયડુએ લખ્યું, “આંશિક રીતે કેન્દ્રીય સર્કેડિયન ઘડિયાળ અને દૈનિક વર્તણૂક ચક્ર વચ્ચેના સંકલનને કારણે જેઓ નાઇટ શિફ્ટમાં કામ કરે છે તેઓમાં ડિપ્રેશન અને ચિંતાનું જોખમ 25 થી 40 ટકા વધારે હોય છે.
કેવી રીતે નાઇટ શિફ્ટ તમારા સ્વાસ્થ્યને નકારાત્મક અસર કરી શકે:
નાઇટ શિફ્ટ્સ શરીરની સામાન્ય સર્કેડિયન લયને ડિસ્ટર્બ કરી શકે છે. મોડી રાત સુધી કામ કરવું અને અપૂરતી ઊંઘ લેવાથી વ્યક્તિની માનસિક સ્થિતિ વધુ બગડી શકે છે અને ચિંતા, ગુસ્સો, હતાશા અને ચીડિયાપણું તરફ દોરી જાય છે.
આ પણ વાંચો: કરીના કપૂર ખાનની ફિટનેસ પ્રત્યેની કમિટમેન્ટ અત્યંત પ્રેરણાદાયક, જાણો અહીં
જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. બબીના એનએમએ indianexpress.comને જણાવ્યું હતું કે, “મોડા કામ કરવાથી હોર્મોન ઈમ્બેલેન્સ થઇ છે તેમજ 24-કલાકની જૈવિક ઘડિયાળમાં વિક્ષેપ આવી શકે છે જે આપણા ઊંઘ-જાગવાની સાયકલને કંટ્રોલ કરે છે.”
નાઇટ શિફ્ટ તમારા હૃદય માટે નુકસાનકારક :
રાત્રે રોજ જાગવાથી તમારા હૃદયરોગના રોગોનું જોખમ પણ વધી શકે છે, જેમાં હૃદયરોગનો હુમલો અને હાયપરટેન્શનનું જોખમ પણ સામેલ છે. રાહેજા હોસ્પિટલ, માહિમ, ફોર્ટિસ એસોસિયેટ ડૉ. સાર્થક રસ્તોગી, કન્સલ્ટન્ટ-પલ્મોનોલોજી, એસએલએ નિર્દેશ કર્યો હતો કે,”નાઇટ શિફ્ટ સર્કેડિયન લયમાં સ્પષ્ટ વિક્ષેપ કરે છે.”
રાત્રે જાગવાથી કાર્ડિયાક હેલ્થ સાથે કેવી રીતે ચેડા થાય છે તે સમજાવતા, ડૉ રસ્તોગીએ ચાલુ રાખ્યું, “કાર્ડિયોલોજિક સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે કારણ કે નાઈટ શિફ્ટ દરમિયાન હાયપરટેન્શન, કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક થવાનું વધુ જોખમ રહેલું છે.”
ઉપરાંત, નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકો દ્વારા ઉર્જાથી ભરપૂર ખોરાકના ખાતા હોવાથી, ડૉ રસ્તોગીએ ઉમેર્યું કે, “ભૂખ લાગવાનું હોર્મોન ‘ઘ્રેલિન’ અને સંતૃપ્તિ હોર્મોન ‘લેપ્ટિન’ની અવ્યવસ્થા સર્જાય છે.
મેટાબોલિક સિન્ડ્રોમ, સ્થૂળતા, ડાયાબિટીસ વગેરેની ઘટનાઓ વધી રહી છે. આ કેન્સર અને હૃદયના રોગોની ઘટનાઓનું જોખમ વધે શકે છે.”
આ પણ વાંચો: Bipolar Disorder: બાયપોલર ડિસઓર્ડર કેવા પ્રકારની માનસિક બીમારી છે? આ રોગના કારણો, લક્ષણો અને ઉપાયો વિશે જાણો
શું રાત્રે ખાવાથી મૂડ સ્વિંગ અને ડિપ્રેસિવ લક્ષણો વધી શકે છે?
તાજેતરના અભ્યાસ અનુસાર, ડૉ નાયડુએ લખ્યું, “દિવસ દરમિયાન ખાવાથી રાત્રિના કામમાં મૂડ સ્વિંગ અટકે છે. અને રાત્રિના સમયે ખાવાથી રાત્રિના કામથી ડિપ્રેશનનું સ્તર 26.2 ટકા વધ્યું છે.અને ડિપ્રેશન જેવી ચિંતા બેઝલાઇનની તુલનામાં 16.1 ટકા વધી છે”.
એક અભ્યાસ અનુસાર, જેઓ માત્ર દિવસના કલાકો દરમિયાન જ ખાય છે તેમનામાં ડિપ્રેસિવ લક્ષણોમાં આ વધારો નાઈટ શિફ્ટ ગ્રુપમાં જોવા મળ્યો ન હતો.