પોષણના લેબલ્સ લોકોને માહિતગાર ખોરાકની પસંદગી કરવા અને સ્વસ્થ આહારને પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જર્નલ ઑફ પબ્લિક પૉલિસી એન્ડ માર્કેટિંગની તાજેતરની સમીક્ષા મુજબ,ફૂડ લેબલ્સ લોકોને આરોગ્યપ્રદ ખોરાક લેવા માટે મદદ કરે છે.
આને હાઇલાઇટ કરતાં, ગટ હેલ્થ ડાયેટિશિયન, કાઇલી ઇવાનિર, ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “તમારા આંતરડાના સૂક્ષ્મજીવાણુઓ એવા ઘટકોને પસંદ નથી કરતા કે જેનાથી તેઓ પરિચિત ન હોય, કેટલાક લોકો કહી શકે છે કે આ ઘટકો માત્ર થોડી માત્રામાં જ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એકંદરે, તે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરે છે, તેથી તે તમારા માટે શ્રેષ્ઠએ છે કે જ્યારે પણ શક્ય હોઈ ત્યારે તે ઘટકોની સફાઈ કરો.
અહીં પોષણ લેબલ રેડ ફ્લેગ્સ છે જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ:
આ પણ વાંચો: કબૂતરોને ખવડાવવા સામે ચેતવણી, 500 રૂપિયા દંડ : કબૂતરો મનુષ્યોમાં કયા પ્રકારના રોગો ફેલાવી શકે છે?
“નેચરલ ફ્લેવર્સ” શબ્દમાં 100 જેટલા કેમિકલનો સમાવેશ થઈ શકે છે.
કેરેજેનન
કેરેજીનનનો ઉપયોગ ઘણા ઉત્પાદનોમાં, કાર્બનિક ઉત્પાદનોમાં બાઈન્ડર તરીકે થાય છે. જો કે, તે પાચન તંત્ર પર નુકસાનકારક અસર કરી શકે છે. આમાં ઉમેરતાં, પ્રિયંકા ખંડેલવાલે, ચીફ ડાયેટિશિયન, ઇવન હેલ્થકેર જણાવ્યું હતું કે, “કેરેજીનનને FDA નિયમો હેઠળ ડાયરેક્ટ ફૂડ એડિટિવ તરીકે મંજૂરી આપવામાં આવી છે અને જ્યારે ઇમલ્સિફાયર, સ્ટેબિલાઇઝર અથવા ખાદ્યપદાર્થોમાં ઘટ્ટ તરીકે જરૂરી માત્રામાં ઉપયોગ થાય છે ત્યારે તેને સલામત ગણવામાં આવે છે. જો કે, તે પોષણયુક્ત નથી.”
પોટેશિયમ બેન્ઝોએટ
તેનો ઉપયોગ પ્રોસેસ્ડ ફૂડ્સના શેલ્ફ લાઇફને વધારવા માટે થાય છે. આરોગ્યના જોખમોમાં એલર્જી અને કેન્સરનો સમાવેશ થાય છે. તે જ સમજાવતા, ખંડેલવાલે indianexpress.com ને કહ્યું હતું કે, “પોટેશિયમ બેન્ઝોએટ એ એક ફૂડ પ્રિઝર્વેટિવ છે જે મોલ્ડ, યીસ્ટ અને કેટલાક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. તે 4.5 ની નીચે નીચા-pH ઉત્પાદનોમાં શ્રેષ્ઠ કામ કરે છે, જ્યાં તે બેન્ઝોઇક એસિડ તરીકે અસ્તિત્વમાં છે,” જયારે તે ઓછી માત્રામાં પીવામાં આવે ત્યારે તેને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે, જો કે કેટલાક લોકોને એલર્જી થઇ શકે છે, તેથી સાવચેત રહેવાની જરૂર છે.
HFCs
વધારે ફ્રુક્ટોઝ કોર્ન સીરપ એ મકાઈના સ્ટાર્ચનું બ્રેકડાઉન છે, અને રાસાયણિક આડપેદાશ પણ છે. કોઈપણ પોષક તત્ત્વોના અભાવ ઉપરાંત, એચએફસી તમારી બ્લડ સુગરમાં વધારો કરે છે, ખરાબ આંતરડાના બેક્ટેરિયામાં વધારો કરે છે અને “લીકી ગટ” માં ફાળો આપે છે. એડેડ સુગર અને HFCS આજના સ્થૂળતા રોગચાળા, ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદયના સ્વાસ્થ્ય માટેના મુખ્ય પરિબળો છે.
આ પણ વાંચો: હોળી 2023 : જો રંગોને કારણે ત્વચાને નુકસાન થવાનો ડર હોય તો આ ટિપ્સ અપનાવો
આંશિક રીતે હાઇડ્રોજનયુક્ત તેલ
હાઇડ્રોજનયુક્ત તેલ ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે અને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. તે કોલેસ્ટ્રોલ વધારવા અને હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારવા માટે જાણીતું છે.
સોડિયમ બેન્ઝોએટ
સોડિયમ બેન્ઝોએટ એ જાણીતું કાર્સિનોજેન છે અને તે ADHD, કેન્સર અને એલર્જી જેવી અન્ય સ્થિતિઓ સાથે જોડાયેલું છે.
સોડિયમ નાઈટ્રાઈટ્સ
તે ઘણા પ્રોસેસ્ડ ફૂડ્સમાં વપરાતું પ્રિઝર્વેટિવ છે. તે માઈગ્રેન, અલ્ઝાઈમર અને કેન્સરમાં પણ ફાળો આપી શકે છે.
આર્ટિફિસિયલ કલર
ખંડેલવાલે કહ્યું કે, “આર્ટિફિસિયલ કલર, જેમ કે લાલ 2, લાલ 40, પીળો 5 અને વાદળી 1, કેન્સર પેદા કરતા રસાયણો તરીકે ઓળખાય છે, તેઓ આંતરડાને નુકસાન પહોંચાડે છે અને ADHDમાં ફાળો આપે છે તેવું માનવામાં આવે છે. “તેમાં સીસા અને આર્સેનિકની ઓછી માત્રા હોય છે.”
તેથી, જો તમે તમારા ખોરાકમાં આમાંના કોઈપણ ઘટકોને જોશો, તો તેમને ટાળવા અને વિકલ્પો પર વિચાર કરવો એ સારો વિચાર છે.