માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં,ઓટમીલ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક, તેના વિશે અહીં વધુ જાણો
સદીઓથી, કોલોઇડલ ઓટમીલનો ઉપયોગ શુષ્ક, ખંજવાળ અને બળતરા ત્વચાની સારવાર માટે કરવામાં આવે છે. જો કે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ 2003માં કોલોઇડલ ઓટમીલને ત્વચા રક્ષક તરીકે સત્તાવાર રીતે વર્ગીકૃત કર્યા હોવા છતાં, નિષ્ણાતો કહે છે કે આ સામગ્રીને સ્કિનકેર માટે પ્રસિદ્ધિ નથી. પરંતુ તાજેતરમાં જ કોલોઇડલ ઓટમીલ કોસ્મેટિક પ્રોડક્ટસના વધારે સાથે તે મોઇશ્ચરાઇઝર અને શેમ્પૂથી લઈને શેવિંગ ક્રીમ સુધી વસ્તુઓ બદલાવા લાગી છે જે હવે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.
એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આને હાઇલાઇટ કરતાં, ત્વચારોગ વિજ્ઞાની ડૉ. હર્ષલ રંગલાનીએ લખ્યું હતું કે , “તે ડ્રાય , સેન્સિટિવ સ્કિન માટે ઉત્તમ છે સાથે એટોપિક ત્વચાકોપ, ખરજવું, સૉરાયિસસ અને કીમોથેરાપીથી થતા ખીલ માટે પણ તે ઉપચારાત્મક છે.”
આ પણ વાંચો: હેલ્થ અપડેટ : ગરમ પીણાં જેમ કે ચા-કોફી અને અન્નનળીના કેન્સર વચ્ચે શું છે સંબંધ
કોલોઇડલ ઓટમીલ શું છે?
કોલોઇડલ ઓટમીલ ઓટ્સને બારીક પીસીને અને પછી કોલોઇડલ સામગ્રી કાઢવા માટે તેને ઉકાળીને બનાવવામાં આવે છે. ત્યરબાદ જે મળે છે તે રેશમી સફેદ પાણી છે અથવા ઉપયોગ માટે તૈયાર એવું કોલોઇડલ ઓટમીલ અર્ક છે.
વધુમાં, ડૉ. સૌરભ શાહ, ત્વચારોગ વિજ્ઞાની, ભાટિયા હોસ્પિટલ, મુંબઈએ જણાવ્યું હતું કે, “તે ઓટમીલનું એક વિશિષ્ટ સ્વરૂપ છે જે ભેજને અટકાવીને કરીને ત્વચાને હાઇડ્રેટ, વાઈટ કરવામાં મદદ કરે છે અને તેના કારણે હાઇડ્રેશનમાં વધારો કરે છે. તેનો ઉપયોગ ફૂડ સપ્લિમેન્ટ, ક્રીમ, લોશન અથવા પાવડર તરીકે થઈ શકે છે.”
તે શું કરે છે?
ડો. રંગલાનીના જણાવ્યા મુજબ, તેમાં એવેનન્થ્રામાઇડ્સ હોય છે, જે તેને ‘બળતરા વિરોધી’ બનાવે છે, જેનાથી તે ત્વચામાં ‘પ્રો-ઇન્ફ્લેમેટરી’ રસાયણોને ઘટાડવાની શક્તિ આપે છે (જે ખંજવાળ, લાલાશ, બળતરા પેદા કરવા માટે જવાબદાર છે). તેની સુખદ અસર પણ છે.
વધુમાં, તેમાં રહેલ સ્ટાર્ચ અને બીટા-ગ્લુકન તેને ‘પાણીને પકડી રાખવામાં’ મદદ કરે છે, તેને હ્યુમેક્ટન્ટ બનાવે છે. ડૉ. રંગલાનીએ indianexpress.comને જણાવ્યું કે, “તે એક ઈમોલિયન્ટ તરીકે પણ કામ કરે છે, જે ત્વચાને નરમ બનાવે છે.”
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ તેની 30 વર્ષની ઉંમરે કરેલ એગ ફ્રીઝીંગ વિશે કર્યો ખુલાસો
કોને ફાયદો થઈ શકે?
તે શુષ્ક ત્વચા માટે બેસ્ટ છે
તે બળતરા, સોજો અથવા ખરજવું જેવી ત્વચા માટે પણ યોગ્ય છે (ખાસ કરીને એટોપિક ત્વચાકોપ)
અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી ખંજવાળ, ખરજવું ત્વચા તેમજ શિળસ, સનબર્ન અને ચિકનપોક્સ માટે કોલોઇડલ ઓટમીલ બાથની ભલામણ કરે છે.
આ માટે, હૂંફાળા પાણીમાં કોલોઇડલ ઓટમીલ ઉમેરો. 10 થી 15 મિનિટ માટે પલાળી રાખો. સ્નાન કર્યા પછી, ત્વચા પર હળવાશથી અપ્લાય કરીને ડ્રાય થવા દો. પછી મોઇશ્ચરાઇઝર લગાવો.
આ સામગ્રીની સૂચીમાં હોય છે,
એવેના સટીવા કર્નલ અર્ક
એવેના સટીવા કર્નલ લોટ
કોલોઇડલ ઓટમીલ અર્ક
ઓટમીલ અર્ક
ઓટનું દૂધ (ખાદ્ય પ્રકારનું નથી)
ફોર્મ્યુલેશન્સ
તેને બાથ લોશન, ક્લીન્ઝિંગ બાર, બોડી વોશ, શેમ્પૂ, લોશન, ક્રીમ અને શેવિંગ જેલ જેવા પ્રોક્ટસમાં ઉમેરવામાં આવે છે.
નિષ્કર્ષમાં, ડૉ. શાહે જણાવ્યું હતું કે, “મોટાભાગની સ્કિન ટાઈપ માટે કોલોઇડલ ઓટમીલ તદ્દન નિષ્ક્રિય છે, જો કે, ભાગ્યે જ કોઈને બળતરા, લાલાશ અને બળતરાનો સામનો કરવો પડી શકે છે. જો તે વધુ ખરાબ થાય તો, તેના માટે તેના ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક મળવું જોઈએ.”