Beauty Tips | ચહેરો ચાંદ જેવો ચમકશે! મોંઘી ક્રીમ નહિ માત્ર નારંગીની છાલ પૂરતી છે

લાઇફ સ્ટાઇલ | Beauty Tips | કેમિકલ પ્રોડક્ટસ કરતા નેચરલ ઉપાયો ધ્યાનમાં આવે છે. હકીકતમાં નારંગી ખાધા પછી આપણે જે છાલ વારંવાર ફેંકી દઈએ છીએ તે ખરેખર વિટામિન સીનો એક સારો સ્ત્રોત છે અને નારંગીની છાલ સ્કિન માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

લાઇફ સ્ટાઇલ | Beauty Tips | કેમિકલ પ્રોડક્ટસ કરતા નેચરલ ઉપાયો ધ્યાનમાં આવે છે. હકીકતમાં નારંગી ખાધા પછી આપણે જે છાલ વારંવાર ફેંકી દઈએ છીએ તે ખરેખર વિટામિન સીનો એક સારો સ્ત્રોત છે અને નારંગીની છાલ સ્કિન માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

author-image
shivani chauhan
New Update
Orange peel health benefits for glowing skin

ગ્લોઈંગ સ્કિન માટે નારંગીની છાલના ફાયદા બ્યુટી ટિપ્સ ગ્લોઈંગ સ્કિન કેર ટિપ્સ। Orange peel health benefits for glowing skin care tips in gujarati Photograph: (Freepik)

Beauty Tips | ખરાબ આહાર, પ્રદૂષણ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે ચહેરો નિસ્તેજ થઈ જાય છે. ચહેરા પરના ડાઘ, ખાડા કે શુષ્કતા દૂર કરવા માટે આપણે મોંઘી ક્રીમ અને સારવાર પર હજારો રૂપિયા ખર્ચીએ છીએ. જો કે ઘણીવાર આ કેમિકલ પ્રોડક્ટસની આડઅસર સ્કિન પર દેખાય છે.

Advertisment

કેમિકલ પ્રોડક્ટસ કરતા નેચરલ ઉપાયો ધ્યાનમાં આવે છે. હકીકતમાં નારંગી ખાધા પછી આપણે જે છાલ વારંવાર ફેંકી દઈએ છીએ તે ખરેખર વિટામિન સીનો એક સારો સ્ત્રોત છે અને નારંગીની છાલ સ્કિન માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

ગ્લોઈંગ સ્કિન માટે નારંગીની છાલના ફાયદા 

નારંગીની છાલમાં ત્વચામાં કુદરતી ચમક લાવવા અને તેની રચના સુધારવાના ગુણો હોય છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાઓ વિના ઘરે તૈયાર કરાયેલા કુદરતી સીરમ ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે. આ ઉપાયો માત્ર સસ્તા જ નથી પણ ત્વચા માટે સંપૂર્ણપણે સલામત પણ છે.

નારંગીની છાલના ઔષધીય ગુણધર્મો

નારંગીની છાલમાં નારંગી કરતાં વધુ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે કાળા ડાઘ, રંગદ્રવ્ય અને સૂર્યના યુવી કિરણોને કારણે થતા નુકસાનને સુધારવામાં મદદ કરે છે. છાલમાં રહેલા કુદરતી તેલ ત્વચાને ભેજયુક્ત રાખે છે અને શુષ્કતા અટકાવે છે.

Advertisment

ઘરે નારંગીની છાલની સીરમ બનાવાની રીત 

આ સીરમ બનાવવા માટે નારંગી, લીંબુ અને પપૈયાની છાલ ઉકાળો અને તેનો રસ કાઢો. તેમાં એલોવેરા જેલ, બદામનું તેલ, ગ્લિસરીન અને વિટામિન E કેપ્સ્યુલ ઉમેરો. આ મિશ્રણ કુદરતી ત્વચા બૂસ્ટર તરીકે કામ કરે છે. તમે આ સીરમને રેફ્રિજરેટરમાં બે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.

ડાઘ અને ખાડાઓથી છુટકારો મેળવવા શું કરવું?

નારંગીની છાલમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે જે સ્કિનના કલરને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આ સીરમનો નિયમિત ઉપયોગ ચહેરા પર ખીલના ડાઘ અને નાના ડાઘના દેખાવને ધીમે ધીમે ઘટાડી શકે છે.

beauty tips