Orange Peels Benefits: શિયાળાની ઋતુમાં ખાટા- મીઠા સંતરા (Orange) નું સેવન ન ખાલી ખાવામાં સારા લાગે છે પરંતુ ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરવામાં પણ મદદ કરે છે. સંતરાનું સેવન કરવાથી હૃદયના રોગથી બચી શકો છો અને સ્કિન પણ હેલ્થી રહે છે. તેનું સેવન રેગ્યુલર કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરે છે. સ્વાસ્થ્ય માટે ઉપયોગી સંતરાની સાથે તેની છાલ પણ એટલીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ફૂડ હેકસ શેયર કરતા પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર અર્મેન અદમજાનએ ઇન્સ્ટાગ્રામ પર સંતરા ચાની રેસિપી શેયર કરી હતી. તેમણે જાણવાયું હતું કે સંતરાની છાલને નકામી સમજી ફેંકી ન દેવી જોઈએ પરંતુ તેનું સેવન ચા બનાવી કરી શકો છો. તેમણે કહ્યું હતું કે સંતરાની છાલના ખુબજ ફાયદા છે. જાણો એક્સપર્ટ પાસેથી સંતરાની છાલની ચા તેને કેવી રીતે બનાવી શકાય અને સંતરાની છાલની ચાના ફાયદા વિષે,
સંતરાની ચા બનાવવાની રીત:
સૌથી પહેલા સંતરાની છાલને કડાઈમાં નાખવા,તેને લગભગ 200 ડિગ્રી પર 30 મિનિટ માટે ઓવનમાં બેક કરવાત્યારબાદ, બ્લેન્ડર કે કોફી ગ્રાઈન્ડરમાં બારીક પાઉડર બનાવવોચા બનાવવા માટે એક કપમાં ગરમ પાણી લો અને તેમાં એક ટી બેગ નાખવી અને એક ચમચી તે પાઉડર નાખવો અને ગરમ ગરમ આ ચાનું સેવન કરવું.
આ પણ વાંચો: Mouth Smell: સવારે મોંની દુર્ગંધથી પરેશાન છો? જાણો બેડ બ્રેથથી છુટકારો મેળવાના ઉપાય
કબજિયાત અને એસીડીટીથી છુટકારો આપે આ ચા:
એક્સપર્ટ મુજબ વિટામિનથી ભરપૂર સંતરાની છાલની ચા સ્વાસ્થ્યનો ખજાનો છે. તેનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે, હાર્ટ બર્ન, એસીડીટી અને બેડ બ્રેથ માંથી છુટકારો અપાવવામાં અસરકારક છે. સવારે હેંગ ઓવરને ઠીક કરવામાં પણ ચા અસરદાર છે.
આ પણ વાંચો: શું સોયાબીનનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? જાણો
વરિષ્ઠ આહાર વિશેષજ્ઞ, નારાયણ હોસ્પિટલ, ગુરુગ્રામના મોહિની ડોંગરેએ ઇન્ડિયન એક્સપ્રેસએ કહ્યું કે સંતરાની છાલની ચા પાચનમાં સુધાર કરવામાં મદદ કરે છે, તેનું સેવન કરવાથી બ્લડ શુગર કોન્ટ્રોલમાં રહે છે, આ ચા વજન ઘટાડવામાં મદદ કરે છે. આનું સેવન કરવાથી કોલેજન (collagen) માં વધારો થાય છે અને શ્વાસ સંબંધી બીમારીઓમાં ફાયદાકારક છે.
વિશેષજ્ઞ મુજબ, ચાનું સ્ટ્રોંગ ફ્લેવર લાળ અને પેટના એસિડમાં વધારાના કારણ બની શકે છે. આ ચા રોગ સવારે પીવાથી પાચન તંદુરસ્ત રહે છે. ચા પોષક્તત્વોના શોષણને વધારવામાં મદદ કરે છે. આ સિવાય, તેમાં વિટામિન સી થી ભરપૂર માત્રામાં હાજર હોઈ છે જે મેટાબોલિઝ્મ લેવલ સુધારે છે અને ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરે છે. સવારે ખાલી પેટે આ ચાનું સેવન પાચન સંબંધી પ્રોબ્લેમથી છુટકારો મેળવવામાં મદદગાર છે.





