મોંની દુર્ગંધ એટલે કે હેલિટોસીસ (Halitosis) એક એવી પ્રોબ્લેમ છે કે જે ઘણીવાર બીજાની સામે આપણને શરમાવે છે. આખી દુનિયામાં 4 માંથી 1 વ્યક્તિ બેડ બ્રેથ (Bad Breath)ની પ્રોબ્લેમનો સામનો કરી રહ્યો છે. કેટલાક લોકોના મોંમાંથી સવારે ઊઠતા જ દુર્ગંધ આવે છે તો કેટલાક લોકોના મોમાંથી દિવસે પણ દુર્ગંધ આવતી હોય છે. 6થી 9 કલાકની ઊંઘ પછી મોમાંથી દુર્ગંધ આવવી સામાન્ય છે, આવું સામાન્ય રીતે મોમાં ડ્રાયનેસના લીધે થાય છે.મોમાં બેક્ટરિયાના લીધે પણ દુર્ગંધ આવી શકે છે, મોંની દુર્ગંધ દૂર કરવા માટે લોકો વિવિધ પ્રકારના નુસખા અપનાવતા હોઈ છે. કેટલાક લોકો સવારે ઊઠતાંજ માઉથ વૉશ કરે છે, બ્રશ કરે તો પણ તેમને મોંમાંથી દુર્ગંધ સરળતાથી દૂર થતી નથી.
નેશનલ સેન્ટર બાયોઇટેક્નોલોજી ઇન્ફોર્મેશનમાં પબ્લિશ થયેલ રિપોર્ટ મુજબ સવારે મોની દુર્ગંધ ક્રોનક ઓરલ પ્રોબ્લેમ (Oral problem) થઇ શકે છે. જરૂરી નથી કે મોની દુર્ગંધ આવવા માટે ડેન્ટલ રિજન જવાબદાર છે. મોંની દુર્ગંધ આવના 70-80% કારણ નોન ડેન્ટલ હોઈ છે. તમે સવારે ક્યારે ઉઠો છો અને ક્યારે સુવો છે તેના લીધે પણ મોંમાંથી દુર્ગંધ આવી શકે છે.
આ પણ વાંચો: Hypersomnia: અતિ ઊંઘ બની શકે છે જીવલેણ, જાણો નિષ્ણાતો પાસેથી
ગેસની સમસ્યા થતા, લંગ્સની સમસ્યા થતા, સાઈનોસાઇટિસના કારણે પણ મોંની દુર્ગંધ મુશ્કેલીઓ વધારે છે. એક્સપર્ટ પરમજોત કૌર મુજબ મોંની દુર્ગંધ આવવા માટે ડાયટ પણ જવાબદાર છે. ડાયટમાં ચાનું વધારે સેવન કરવાથી, ઓછું ખાવાથી, ડુંગળી વધારે ખાવાથી પણ મોં માંથી દુર્ગંધ આવી શકે છે. જો તમે પણ મોંની દુર્ગંધથી છુટકારો મેળવા ઈચ્છો છો તો અહીં ઘણા જરૂરી ઉપાયો આપ્યા છે જાણો,
જરૂરી ઉપાયો
- મોંની દુર્ગંધથી છુટકારો મેળવવા તમે પાણી વધારે પીવાનું રાખી શકો છો. પાણી વધારે પીવાથી 30-40% સુધી બેડ બ્રેથની સમસ્યા ઓછી થઇ જાય છે.
- મોંમાં સવારે દુર્ગંઘ આવે છે તો રાત્રે સૂતી વખતે પહેલા બ્રશ કરીને પછી સૂવું, સવારે ઉઠીને બ્રશ કર્યા પછીજ કંઈક ખાવું જોઈએ.
- માઉથવોશનો ઉપયોગ કરવો જોઈએ.
- દુર્ગંધ દૂર કરવા જીભની રેગ્યુલર સફાઈ કરવી જોઈએ.
- રાતની ઊંઘ પુરી કરવી, ઓછી ઊંઘ મોંની દુર્ગંધ વધારી શકે છે.
- લાઈફ સ્ટાઇલ સુધારવી જોઈએ, બોડીને હાઈડ્રેટ રાખવી જોઈએ.
- જંકફૂડસ, સ્વીટ અને કેફીનની સેવન બંધ કરવું જોઈએ, જ્યૂસનું સેવન કરવું તેનાથી બેડ બ્રેથથી છુટકારો મળશે.
- ચા-કોફીનું સેવન કર્યા પછી તરત કોગળા કરવા જોઈએ, તમે ચા કોફી પછી પાણી પણ પી શકો છો.
- તમાકુ, સ્મોકિંગ, ગુટખા અને આલ્કોહોલનું સેવન કરવાથી બેડ બ્રેથની સમસ્યા વધી શકે છે, તેથી તેનાથી દૂર રહેવું.
- તમે મોંની દુર્ગંધને દૂર કરવા માટે લવિંગ અથવા ઈલાયચીનું પણ સેવન કરી શકો છો.