પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન્સ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરનું વજન કોન્ટ્રલમાં રહે છે અને હૃદય યોગ્ય રીતે કામ કરે છે.
પપૈયાનો ઉપયોગ પેટના પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે પણ કરવામાં આવે છે. આટલું ફાયદાકારક ફળ હોવા છતાં ચોક્કસ સંજોગોમાં પપૈયું ખાવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. તો ચાલો જાણીએ ક્યા લોકોએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ-
લૉ બ્લડ શુગર લેવલ
શુગર લેવલ ઓછું હોય તેવા લોકોએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ. આમ કરવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ પણ ડૉક્ટરની સલાહ વિના પપૈયાનું સેવન ન કરવું જોઈએ.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ :વાંસની બોટલોમાંથી પાણી પીવું માત્ર પર્યાવરણ માટે જ સારું નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ગર્ભાવસ્થા દરમિયાન
ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાવું નુકસાનકારક હોઈ શકે છે. તેમાં રહેલું પેપેન શરીરના કોષ પટલને નુકસાન પહોંચાડે છે. ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસ માટે આ બાબતો ખૂબ જ જરૂરી છે. તેથી જ ગર્ભવતી મહિલાઓને પપૈયુ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
ત્વચાની એલર્જી
જે લોકોને કોઈપણ પ્રકારની ત્વચાની એલર્જી હોય તેમણે પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીર પર લાલ ચકામા, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સોજો પણ આવી શકે છે. જે લોકોને લેટેક્ષથી એલર્જી હોય તેમણે પણ પપૈયું ન ખાવું જોઈએ.
આ પણ વાંચો: રેડ ચીલી પાવડર બેનેફિટ્સ : સ્વાદે તીખા પરંતુ રોગપ્રતિકારક શકિત વધારવા સહીત અનેક છે સ્વાસ્થ્ય લાભ
પપૈયા પછી દવા લેવી
કેટલાક લોકો પપૈયુ ખાધા બાદ તરત જ દવા લેવાની ભૂલ કરે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં પપૈયા અને શરીરમાં લોહીને પાતળું કરતી દવાઓને મિક્સ કરીને કોકટેલ બની શકે છે. જેના કારણે શરીરમાંથી રક્તસ્ત્રાવ થવાનું જોખમ રહે છે.