શું ચારથી છ મહિનાના બાળકોને પીનટ બટર આપવાથી એલર્જીનું જોખમ ઘટી શકે છે?

અભ્યાસમાં જણાવ્યા અનુસાર, મગફળીની પ્રોડક્ટસ 6 મહિના સુધીના બાળકોને આહારમાં આપવાથી મગફળીનની એલર્જીમાં 77 ટકા શુદ્ધિનો ઘટાડો થઇ શકે છે

Written by shivani chauhan
March 24, 2023 08:18 IST
શું ચારથી છ મહિનાના બાળકોને પીનટ બટર આપવાથી એલર્જીનું જોખમ ઘટી શકે છે?
મગફળીના ઉત્પાદનોને છ મહિના સુધીમાં તમામ બાળકોના આહારમાં દાખલ કરવાથી સમગ્ર વસ્તીમાં મગફળીની એલર્જીમાં 77% સુધી નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે, અભ્યાસ દર્શાવે છે.

ઘણા લોકોને મગફળીથી એલર્જી હોય છે. પરંતુ, કેટલાક સારા સમાચારમાં અહીં છે, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે બાળકોને મગફળીના આપવાથી તેમને એલર્જી થવાનું જોખમ ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. ધ જર્નલ ઓફ એલર્જી એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજીમાં પ્રકાશિત, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે બાળકોને છ મહિનાના થાય ત્યાં સુધીમાં પીનટ બટર ખવડાવવાની જરૂર છે.

અભ્યાસમાં જણાવ્યા અનુસાર, મગફળીની પ્રોડક્ટસ 6 મહિના સુધીના બાળકોને આહારમાં આપવાથી મગફળીનની એલર્જીમાં 77 ટકા શુદ્ધિનો ઘટાડો થઇ શકે છે. જો કે, તેણે ઉમેર્યું હતું કે બાળક આ સોફ્ટ પીનટ બટર શરૂ કરવા માટે વિકાસપૂર્વક તૈયાર હોવું જોઈએ, નહીંતર બાળક માટે અનુકૂળ નાસ્તો આપવો જોઈએ.

પરંતુ, બાળકને એક વર્ષ સુધી મગફળી પ્રોડક્ટસ આપવાની રાહ જોવાથી માત્ર 33 ટકાનો ઘટાડો થશે. આનું કારણ એ છે કે મોટાભાગની મગફળીની એલર્જી બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીમાં વિકસિત થઈ ચૂકી છે.

આ પણ વાંચો: ઇન્ટરનેશનલ મીલેટ્સ યર 2023: સૈન્ય ટુકડીના રાશનમાં ‘દેશી ડાયટ’ માટે મીલેટ્સનો સમાવેશ

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનમાં પ્રકાશિત થયેલા અન્ય સંશોધન પેપર મુજબ, પીનટ એલર્જી હાલમાં પશ્ચિમી દેશોની સામાન્ય વસ્તીના આશરે 2% લોકોને અસર કરે છે અને તેનો વ્યાપ વધી શકે છે.

ઉજાલા સિગ્નસ ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના સ્થાપક અને નિયામક ડૉ શુચિન બજાજે જણાવ્યું હતું કે, “મગફળીની એલર્જી ત્યારે થાય છે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી મગફળીમાં રહેલા પ્રોટીનને હાનિકારક તરીકે ઓળખે છે અને એલર્જીક પ્રતિક્રિયા પેદા કરે છે.” અભ્યાસના પરિણામો સાથે સંમત થતાં, તેમણે indianexpress.com ને કહ્યું હતું કે, “LEAP (લર્નિંગ અર્લી અબાઉટ પીનટ એલર્જી) અભ્યાસ અનુસાર, બાળકના આહારમાં વહેલી તકે મગફળીનો સમાવેશ કરવાથી પીનટ એલર્જી થવાનું જોખમ ઓછું જોવા મળ્યું છે.”

મગફળીની એલર્જીના લક્ષણો

લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોઈ શકે છે અને તેમાં શિળસ, ખંજવાળ, હોઠ, જીભ અને ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં, એનાફિલેક્સિસ, જે ગંભીર અને સંભવિત રૂપે જીવલેણ પ્રતિક્રિયા છે. તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે.

આ પણ વાંચો: શું કાજુનું દૂઘ ડાયટમાં સામેલ કરવું જોઈએ? જાણો આ પાંચ કારણો

સારવારના વિકલ્પો

સારવારના વિકલ્પોની ચર્ચા કરતાં ડૉ. બજાજે જણાવ્યું હતું કે, “સારવારના વિકલ્પોમાં એલર્જીથી બચવું, લક્ષણોને નિયંત્રિત કરવા માટે દવાઓ લેવી અને કેટલાક કિસ્સાઓમાં શરીરની રોગપ્રતિકારક શક્તિને એલર્જી પ્રત્યે અસંવેદનશીલ બનાવવા માટે એલર્જી શોટ (ઇમ્યુનોથેરાપી)નો સમાવેશ થાય છે. વ્યક્તિગત એલર્જી માટે બેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ સાથે કામ કરવું મહત્વપૂર્ણ છે.”

અભ્યાસના સહ-લેખક, કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ગિડોન લેકે જણાવ્યું હતું કે અભ્યાસ ઇઝરાયેલના અનુભવને પ્રતિબિંબિત કરે છે, જ્યાં નાના બાળકોને મગફળીનો નાસ્તો આપવામાં આવે છે અને મગફળીની એલર્જી ભાગ્યે જ જોવા મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ