Piles Home Remedies: પાઈલ્સ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિને અસહનીય દુખાવો થાય છે, આ બીમારીમાં ચાલવામાં, ઉઠવા-બેસવામાં ખુબજ તકલીફ પડે છે. આ બીમારીનું મુખ્ય કારણ કબજિયાતની તકલીફ છે. હેલ્થ એક્સપર્ટસ મુજબ જો કબજિયાતની સમસ્યા અઠવાડિયાંથી વધારે રહે તો વ્યક્તિને પાઈલ્સનું જોખમ ઉભું થઇ શકે છે. પાઇલ્સમાં વ્યક્તિના મળ દ્વારની બહાર કે અંદરના ભાગમાં ગાંઠ થઇ જાય છે, જેના લીધે જોરદાર દુખાવો થાય છે. પાઈલ્સ 2 પ્રકારના હોય છે, પહેલું બ્લડ પાઈલ્સ અને હરસ. આ બીમારી મોટ ઉંમરમાં સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ આજકાલ યુવાઓમાં પણ વધુ જોવા મળે છે.
પાઈલ્સ ક્યાં કારણે થાય છે?
પાઈલ્સની સમસ્યા ઘણા કારણે થાય છે. આ બીમારી મળનો નિકાલ યોગ્ય રીતે ન થવાથી કે કબજિયાતની સમસ્યાને લીધે થઇ શકે છે. તેનાથી મળદ્વારમાં મસા થાય છે અને અસહનીય દુખાવો થાય છે.
પાઈલ્સનો ઘરગથ્થું ઉપચાર:
આમ તો પાઈલ્સથી છુટકારો મેળવવા માટે ઘરગથ્થું ઉપચાર છે પરંતુ સુરણનું શાક ખાવાથી આ સમસ્યા માંથી જલ્દી રાહત મળે છે. સુરણનો ટેસ્ટ ખુબજ સ્વાદિષ્ટ હોય છે. સુરણ જમીનની અંદર ઉગતી શાકભાજી છે એટલે કે કંદમૂળ છે, આ શાકભાજીને ઉગતા લગભગ એક વર્ષનો સમય લાગે છે. આ શાકભાજીમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે, આ પાઈલ્સની બીમારી દૂર કરે છે.
પાઈલ્સ બીમારીમાં સુરણ ક્યાં સુધી ખાવું?
સુરણનું શાક ખાવાથી પાઈલ્સ માં ઘણી રાહત મળે છે. સુરણનું શાક સતત 2 અઠવાડિયા સુધી ખાવાથી પાઈલ્સની સમસ્યામાં રાહત મળે છે. તેની તાસીર ગરમ હોય છે તેથી સુરણ ખાધા પછી છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો: Curd Side Effects : કોણે દહીં ન ખાવું જોઈએ? જાણો દહીંની આડ અસરો
સુરણનું શાક કેવી રીતે બનાવશો?
સુરણ જે એક કંદમૂળ છે, જે કઠણ હોય છે. તેને કાપતા પહેલા હાથ પર સરસવનું તેલ લગાવો અને પછી મીઠાના પાણીથી હાથ ધોઈ લો, પછી સુરણને કાપી લો. સુરણના ટુકડાને ગેસ સ્ટવ પર શેકી લો અથવા તમે તેને ઉકાળીને પણ બનાવી શકો છો. આ પછી તે નરમ થઈ જશે, પછી તમે તેનું સામાન્ય શાકભાજીની વધારીને શાક બનાવી શકો છો, તેને રાંધવામાં વધુ સમય લાગે છે. જો તમે પાઈલ્સ માટે સુરણની કઢી બનાવતા હોવ તો તેમાં તેલ અને મસાલા ઓછા નાખવા જોઈએ.