જો આપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુપરફૂડ્સ વિશે વાત કરીએ તો સરગવાના ફાયદાઓનો ઉલ્લેખ કરવો જ જોઇએ. ફિટ ઇન્ડિયા અભિયાનના બે વર્ષ પૂર્ણ થવામાં એક મહિનો બાકી છે, પીએમ મોદીએ દેશના વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ સાથે ફિટનેસ વિશે વાત કરી છે. પોષણશાસ્ત્રી રૂજુતા દિવેકર સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ઘણીવાર ડ્રમસ્ટિક (સરગવા) પરાઠા ખાય છે, જે પોષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ હજી પણ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર સરગવાના પાનના પરાઠા ખાય છે.
સરગવામાં ભરપૂર માત્રામાં વિટામિન અને ખનિજો હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવાની સાથે-સાથે તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો પોષક તત્વોથી ભરપૂર ડ્રમસ્ટિક પરાઠા બનાવવાની સરળ પદ્ધતિ જાણો.
પીએમ મોદીને ભાવતા ડ્રમસ્ટીકના પરાઠા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જાણવા માટે તમે ઉપર આપેલો વીડિયો પણ જોઈ શકો છો. આ વીડિયોને @myflavourfuljourney નામના ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
સરગવાના પરાઠા બનાવવા માટેની સામગ્રી
- 2 કપ લોટ
- 1 કપ સરગવાના પાન
- અડધી ચમચી હળદર
- અડધી ચમચી જીરું
- થોડું લાલ મરચું
- સ્વાદ મુજબ મીઠું
- એક ચતુર્થાંશ ચમચી ગરમ મસાલો
- ઘી અથવા તેલ
સરગવાના પરાઠા બનાવવાની રીત
સૌપ્રથમ સરગવાના પાનને દાંડીમાંથી કાઢીને 3-4 વાર ધોઈ લો અને પાણીને સારી રીતે નિતારી લો. આ પછી તેને બારીક કાપો. હવે એક મોટી થાળી અથવા બાઉલમાં લોટ, સરગવાના પાન, હળદર, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું અને જીરું નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પછી પાણી ઉમેરો અને તેને મિક્સ કરો.
આ પણ વાંચો: પંચામૃતથી કરો ભગવાન શિવનો અભિષેક, તેને બનાવવાની સાચી રીત નોંધી લો
હવે કણકના નાના ગોળા બનાવીને તેને તમારા મનપસંદ આકારમાં રોલ કરો. આ પછી તવાને ગરમ કરો અને તેમાં પરાઠા નાખો. હવે તેના પર ઘી અથવા તેલ લગાવો અને તેને બંને બાજુ સારી રીતે શેકો. તમારો સરગવાના પરાઠા તૈયાર છે. તેને દહીં, અથાણું અથવા ચટણી સાથે ગરમાગરમ પીરસો.