ભારતની 7 વર્ષની છોકરી પ્રણવી ગુપ્તાએ વિશ્વની સૌથી નાની વયની યોગા ઇન્સ્ટ્રક્ટર બનીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 200-કલાકનો યોગ શિક્ષક તાલીમ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી યોગ એલાયન્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા RYT200 (રજિસ્ટર્ડ યોગ ટીચર) તરીકે મંજૂર અને પ્રમાણિત કરવામાં આવી છે.
રેકોર્ડ વેબસાઈટ અનુસાર, તે સૌથી નાની ઉંમરના યોગા ઇન્સ્ટ્કટર (પુરુષ) રેયાંશ સુરાની કરતાં પણ નાની છે તે પણ ભારતથી છે જેમણે જુલાઈ 2021 માં 9 વર્ષ અને 220 દિવસની ઉંમરે તેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું.
પ્રાણવી, જે તેની માતાને ઘરે યોગાભ્યાસ કરતા જોતી હતી, તેણે માત્ર 3.5 વર્ષની નાની ઉંમરે તેની યોગ કરવાની શરૂઆત કરી હતી. મહિનાઓ સુધી તેની માતાનું અવલોકન અને અનુકરણ કર્યા પછી, યુવતીએ સાત વર્ષની ઉંમરે ઔપચારિક યોગ વર્ગોમાં નોંધણી કરીને પોતાની જાતે યોગની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું.
તેણે guinnessworldrecords.com ને કહ્યું હતું કે ,”હું યોગને શક્ય તેટલા વધુ લોકો સુધી ફેલાવવા માંગુ છું,” તેના યોગ પ્રશિક્ષક દ્વારા પ્રોત્સાહિત, તેના શિક્ષણ પ્રત્યેના જુસ્સા પર તેણે યોગ શિક્ષક તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: યોગ દર્શન : ‘કપાલભાતિ’થી ફેફ્સા મજબૂત બનશે અને લોહીનું શુદ્ધિકરણ થશે
તેણીએ આગળ કહ્યું હતું કે, “મારી નિયમિત શાળાને કારણે યોગા ટ્રેનિંગ લેવી થોડી અઘરી રહી હતી. પરંતુ, મારા શિક્ષકો અને માતા-પિતાના ખૂબ સહકારથી, મને ખુશી છે કે મેં યોગ શિક્ષક તાલીમ અભ્યાસક્રમની લાયકાતની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી અને પાસ કરી.

પ્રણવીને “શાંત મન અને શીખવા માટે ઈચ્છુક ખૂબ જ ઉત્સાહી વિદ્યાર્થી” ગણાવતા, તેના શિક્ષક ડૉ. સીમા કામથે રેકોર્ડ વેબસાઈટને કહ્યું હતું કે , ” તે એક આશીર્વાદિત બાળક છે, અને પછીથી તે મારી પાસેના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓમાંની એક બની છે. તે તમામ વર્ગોમાં ખૂબ જ સચેત અને સમર્પિત રહી છે.”
આ પણ વાંચો: સીતાફળ ખાવાથી ડાયાબિટીસ વધે છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે
જોકે, પ્રણવીની આ એકમાત્ર સિદ્ધિ નથી. તે અગાઉ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ્સમાં અનેક ગોલ્ડ મેડલ મેળવનાર છે. ભણાવવાના તેના જુસ્સાને આગળ ધપાવીને, તેણે એક YouTube પણ બનાવ્યું છે જેના દ્વારા તે વિશ્વભરમાં તેની યોગ યાત્રા શેર કરે છે અને તેમને તેના વિશે શિક્ષિત કરે છે.
પ્રાણવી માને છે કે યોગ બાળકો અને પુખ્ત વયના લોકો માટે એકસરખું ફાયદાકારક હોઈ શકે છે. તે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને એકંદરે સ્વસ્થ અને સુખી જીવન માટે યોગદાન આપે છે, ગિનીસ રેકોર્ડ્સ અનુસાર. તેણીએ સલાહ આપીને સમાપ્ત કર્યું હતું, “મોટા સપના જુઓ અને તમારામાં વિશ્વાસ કરો!”