scorecardresearch

યોગ દર્શન : ‘કપાલભાતિ’થી ફેફ્સા મજબૂત બનશે અને લોહીનું શુદ્ધિકરણ થશે

Yoga darshan kapalbhati : ‘કપાલભાતિ’ આસન કરવાથી ફેફ્સા મજબૂત બને છે, લોહીનું શુદ્ધિકરણ થાય તેમજ શ્વાસ લેવાની ક્ષમતા સુધારે છે.

Yoga darshan kapalbhati
યોગ દર્શનઃ કપાલભાતિ આસન કરવાની રીત અને તેના ફાયદાઓ

Yoga darshan kapalbhati: યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘કપાલભાતિ’ (setu asana Steps) વિશે જાણકારી મેળવીશું. ‘કપાલભાતિ’(kapalbhati yoga)નો અભ્યાસ કરવાથી ફેફ્સા મજબૂત બને છે અને ખુલ્લા રહે છે. લોહીનું શુદ્ધિકરણ થાય છે અને શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો થાય છે. તો ચાલો જાણીયે ‘કપાલભાતિ’ કરવાની રીત (kapalbhati tips) અને તેના ફાયદાઓ kapalbhati benefits) વિશે…

આસન પરિયય – ‘કપાલભાતિ’

યોગ દર્શનમાં આજે આપણે શુદ્ધિ ક્રિયા ‘કપાલભાતિ’ વિશે જાણીશું. ‘કપાલભાતિ’ એક સંસ્કૃત શબ્દ છે, જે
કપાલ + ભાતી સંધિથી બનેલો છે. ‘કપાલભાતિ’નો અર્થ થાય છે કપાલ એટલે કપાળનો ભાગ અને ભાતી એટલે કે ચમકવું. કપાલભાતિ એક શુદ્ધિ ક્રિયા છે જેનાથી શારીરિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ થાય છે

‘કપાલભાતિ’ કરવાની રીતઃ-

‘કપાલભાતિ’ કરવા માટે સૌથી પહેલા સુખાસનમાં બેસવું. કરોડરજ્જુ, પીઠ-ખંભાને સીધા રાખવા અને બંને હાથને મુદ્રાની સ્થિતિમાં રાખવા. પહેલા ધીમી ગતિએ આઠ – નવ વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરવી. ત્યારબાદ ફેફસા પર ધ્યાન રાખી, થોડુંક શ્વાસમાં દબાણ ઊભો કરવો. બળપૂર્વક શ્વાસ બહાર ફેકવો, શ્વાસમાં દબાણ જાળવવું, એટલે કે એક ગતિમાં શ્વાસ છોડવો કરવો. બે શ્વાસની વચ્ચે યોગ્ય સેકન્ડનું અંતર જાળવી રાખવું. એટલે કે એકવાર શ્વાસ બહાર ફેકવો દબાણપૂર્વક અને મનમાં ગણતરી કરવી. ત્યારબાદ એ જ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવું.

‘કપાલભાતિ’ ક્યારે અને કેટલી વખત કરવું?

સવારે કે સાંજે ખાલી પેટે યોગ અભ્યાસને અંતે કે મધ્યમાં કપાલભાતિનો અભ્યાસ કરવામાં આવે છે.કપાલભાતિનો અભ્યાસ મુખ્યત્વે ખાલી પેટે એટલે કે સવાર કે સાંજે કરવો જોઈએ. શરૂઆતમાં એક આવર્તનમાં વીસ વખત કપાલભાતિ કરવા. આવા 20 આવર્તનના 5 તબક્કામાં કપાલભાતિ આસન કરવું. કપાલભાતિ આસનનો એક રાઉન્ડ પૂરું થયા પછી થોડીક ક્ષણ માટે રોકાવવું. શરૂઆતમાં ઓછા રાઉન્ડ કરવા, ધીમે ધીમે પ્રયત્ન કર્યા પછી વધારી શકાય છે.

‘કપાલભાતિ’ કરવાના ફાયદાઃ-

  • કપાલભાતિ કરવાથી ફેફ્સા મજબૂત બને છે અને ખુલ્લા રહે છે.
  • લોહીનું શુદ્ધિકરણ વધે છે.
  • શરીરમાં રહેલી અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે.
  • ભૂખ સપ્રમાણ લાગે છે.
  • લોહી બનવાની ક્રિયામાં વધારો થાય છે.
  • બ્રેન સાઇનસની અશુદ્ધિઓ દૂર થાય છે.
  • શ્વાસ લેવાની ક્ષમતામાં વધારો થાય છે.
  • યાદશક્તિ વધે છે
  • બાળકો નવ વર્ષ પછી એ કપાલભાતિનો અભ્યાસ કરી શકે છે
  • પેટમાં ગેસ અને વાયુ વિકારમાં લાભદાયી છે
  • ડાયાબિટીસમાં પણ વધુ લાભદાયી છે

આ પણ વાંચોઃ યોગ દર્શન : હાથ-કાંડા અને પગને મજબૂત બનાવશે ‘સેતુ આસન’

કપાલભાતિની મર્યાદાઓઃ-

  • જે લોકોને હૃદય સંબંધીત બીમારી કે વિકારો હોય તેમણે આ આસન કરવું નહીં.
  • જે લોકોને હાઈ બ્લ્ડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ રહેતું હોય તેવા લોકોએ ન કરવું.
  • આંતરડામાં હરનિયા કે નાની મોટી સર્જરી કરવાી હોય તેવા લોકોએ પણ આ આસન ન કરવું.
  • યોગ શિક્ષકના માર્ગદર્શનમાં યોગ્ય સલાહ – સૂચનો અનુસાર યોગાભ્યાસ કરવો.
  • જે લોકોને ચક્કર આવતા હોય તેમણે પણ કપાભાતિ કરવું નહીં.
  • જ્યારે માઇગ્રેન કે દુખાવો હોય ત્યારે પણ આ આસન કરવું નહીં.

Web Title: Yoga darshan kapalbhati yoga steps and benefits know yoga exercise

Best of Express