Yoga darshan setu asana benefits: યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘સેતુ આસન’ (setu asana Steps) વિશે જાણકારી મેળવીશું. ‘સેતુ આસન’(setu asana yoga)નો અભ્યાસ કરવાથી હાથ-કાંડા અને પગના સાંધા અને માંસપેશીઓ મજબૂત બને છે. તો ચાલો જાણીયે ‘સેતુ આસન’ કરવાની રીત (setu asana tips) અને તેના ફાયદાઓ (setu asana benefits) વિશે…
આસન પરિયય – ‘સેતુ આસન’
‘સેતુ આસન’ કરવાની રીતઃ-
‘સેતુ આસન’નો અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ બંને પર સામેની બાજુએ ભેગા કરી સીધા રાખવા. બંને હાથ વચ્ચે ખંભા જેટલુ અંતર રાખી, કમરની પાછળની બાજુએ હાથ કોણીમાંથી વાળ્યા વગર સીધા રાખીએક લાઇનમાં મૂકવા. ત્યારબાદ કમરનો ભાગ જમીનથી આકાશ તરફ ધીમે ધીમે ઉપરની બાજુએ લઇ જવો. પગ સીધા રાખવા માથુ પાછળ જમીન તરફ લઇ જવુ.
‘સેતુ આસન’ ક્યારે અને કેટલી વખત કરવું?
‘સેતુ આસન’નો સવારે કે સાંજે ખાલી પેટ ત્રણથી ચાર વખત અભ્યાસ કરવો. 1 વખતના આસનમાં 10 સેકન્ડ રોકાવવું.
શ્વસન ક્રિયાઃ-
પ્રારંભિક સ્થિતિમાં શ્વાસ લેવો,શ્વાસ અંદર રોકી આસનમાં ઉપરની તરફ જવું. અને શ્વાલ છોડતા છોડતા નીચે આવવું.
‘સેતુ આસન’ આસન કરવાના ફાયદાઃ-
- ‘સેતુ આસન’નો અભ્યાસ કરવાથી ચક્રાસનના લાભ પણ મળે છે.
- કલાઇ (કાંડા) ખભાના સાંધા તથા માંસપેશીઓ મજબૂત બને છે.
- કરોડરજ્જુ (સ્પાઇન)ને મજબૂત બનાવે છે.
- ઘુંટણના સાંધા મજબૂત બને છે.
- પગના પંજાના સાંધાઓ અને નસો પર ખેંચાણ ઉત્પન્ન કરે છે.
આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘તિતલી આસન’ પગ-ઘૂંટણને મજબૂત બનાવશે અને દૂખાવામાં રાહત આપશે
આ આસનની મર્યાદાઓઃ-
- જે લોકોના હાથના કાંડા નબળાં હોય તેમણે ‘સેતુ આસન’ કરવું નહીં.
- લોહીનું ઉંચુ દબાણ એટલે કે હાઇ બ્લડ પ્રેશર વાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહીં.
- પેટની કે હાથપગના અન્ય સાંધાની સર્જરી કરાવી હોય તેવા લોકોએ યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ‘સેતુ આસન’નો અભ્યાસ કરવો.