Yoga darshan butterfly yoga benefits: યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘તિતલી આસન’ (butterfly yoga Steps) વિશે જાણકારી મેળવીશું. ‘તિતલી આસન’ (butterfly pose yoga)નો અભ્યાસ કરવાથી પગ અને જાંઘની માંસપેશીઓ મજબૂત-સ્થિતિસ્થાપક બને છે તેમજ દુખાવો દૂર થાય છે. તો ચાલો જાણીયે ‘પવન મુક્તાસન’ કરવાની રીત (butterfly yoga tips) અને તેના ફાયદાઓ (butterfly yoga benefits) વિશે…
આસન પરિયય - ‘તિતલી આસન’
‘તિતલી આસન’ કરવાની રીતઃ-
‘તિતલી આસન’નો અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ આસન પર સુખાસનમાં બેસવું. પીઠનો ભાવ સીધો રાખવો. ત્યારબાદ બંને પગ જગ્યાથી વાળી એવી રીતે રાખવા કે જેથી પગના પંજા અને એડીનો ભાગ ભેગા થાય. ત્યાર પછી બંને પગના ઘુંટણ અને જંઘસ્થળ એક સાથે આકાશ તરફ લઇ જવા અને પછી મૂળ સ્થિતિમાં જમીન પર પાછા લાવવા. આ અભ્યાસ મધ્યગતિથી કરવો.
‘‘તિતલી આસન’ ક્યારે અને કેટલી વખત કરવું?
ઉષ્માપ્રેરક વ્યાયામ બાદ ખાલી પેટે સવારે કે સાંજે અભ્યાસ કરવો. એક રાઉન્ડમાં 30થી 40 વાર ગવ્યાત્મક અભ્યાસ કરી શકાય છે.
શ્વસન ક્રિયાઃ-
આ આસાનનો અભ્યાસ કરતી વખતે શ્વાસોશ્વાસની ક્રિયા સામાન્ય રાખવી.
‘તિતલી આસન’ આસન કરવાના ફાયદાઃ-
- પદ્માસન અને ધ્યાનના અન્ય આસનો માટે પગને તૈયાર કરે છે.
- વધારે બેસવાની ક્ષમતામાં વધારો કરે છે.
- જંઘસ્થાનની માંસપેશી મજબૂતી બનાવી તેના અન્ય વિકારો દૂર કરે છે.
- દિવસ દરમિયાન હરવા ફરવાથી લાગેલો થાક આ આસાનના અભ્યાસથી દૂર થાય છે.
- જંઘસ્થાનની ચરબી (વધારાની ચરબી) દૂર કરે છે.
- સ્ત્રીઓમાં માસિક ધર્મ સંબંધી વિકારો દૂર કરે છે.
આ પણ વાંચોઃ યોગ દર્શન – ‘વૃક્ષાસન’ કરવાની રીતે અને તેના ફાયદાઓ
આ આસનની મર્યાદાઓઃ-
જે લોકો ઘૂંટણ, કમર, સાઇટીકના દુખાવાથી પીડિત છે, તે લોકોએ આ આસનનો અભ્યાસ ન કરવો.