Pregnancy in the workplace: માં બનવું દરેક મહિલાના જીવનનું સૌથી ખૂબસૂરત સાથે ચેલેંજિગ ભાગ પણ છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલા માનસિક અને શારીરિક બંને રીતે ઘણાં બદલાવમાંથી પસાર થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન વર્ક આઉટ કરવું સરળ નથી. ડરવાની જરૂર નથી, જો તમે થોડી સાવધાની રાખો તો એક આરામદાયક જીવન જીવી શકો છો. તમે હાલ ગર્ભવતી છો અને જોબ પણ કરો છો તો સ્વાસ્થ્ય સંબંધી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.
પૌષ્ટિક આહાર
માં માટે પોતાના બાળક માટે હેલ્થી ડાયટ ખુબજ જરૂરી છે. તમારા ડાયટમાં સંતુલિત અને પૌષ્ટિક બનાવી રાખવા માટે ડાયટમાં લીલા પાંદડા વાળા શાકભાજી, અનાજનું સેવન કરવું જોઈએ. ફોલિક એસિડ વાળા ખાદ્ય પદાર્થો જેમ કે એવોકાડો, ફ્લાવર, સંતરા વગેરેનું સેવન કરવું જોઈએ. કામ દરમિયાન જંક ફૂડ ખાવાનું ટાળવું જોઇએ. વધારે મીઠું અને ખાંડનું સેવન ન કરવું જોઈએ. છાશ અને તાજો જ્યુસ પીવો જોઈએ.
આ પણ વાંચો: Migraine Pain: તમારા રસોડામાંજ માઈગ્રેનનો ઉપચાર ઉપલબ્ધ, જાણો અહીં
નાસ્તો:
પહેલા ક્વાર્ટરમાં સવારે માથાનો દુખાવો, ઉબકા આવવા સામાન્ય વાત છે. અને તમને દિવસની શરૂઆતમાં મુશ્કેલી પડે છે. ઉબકાને કન્ટ્રોલમાં કરવા માટે આખો દિવસ નાસ્તો કરવા રહેવું જોઈએ. તમે ડ્રાયફ્રૂટ્સને પણ ડાયટમાં શામેલ કરી શકો છો. લંચ બોક્સમાં સ્લાડ, ફળ, બિસ્કિટ વગેરે રાખાવું જોઈએ.
સ્ટ્રેસ મેનેજમેન્ટ:
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને તણાવ ખુબજ અનુભવાય છે. આ સાથે કામ કરવાથી વધુ તણાવ અનુભવે છે. જોબ પર તમારા સાથીઓ અને સંચાલકોની સાથે તમારા તણાવની ચર્ચા કરવી જોઈએ. એ લોકોને પૂછવું જોઈએ જેથી જરૂરિયાત હોઈ તો તમારું કામ કરવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો: Sanitary Pads: સેનેટરી પેડથી થઇ શકે છે કેન્સર? જાણો રિસર્ચ શું કહે છે?
ટ્રાવેલ કરવાનું ટાળવું:
જો તમે ટ્રાવેલ કરી રહ્યા હોવ તો યાદ રાખો કે ટ્રાવેલ કરવાનો સૌથી સુરક્ષિત સમય 14 થી 28 સપ્તાહની વચ્ચે છે. તેથી જેટલું બને તેટલું ઓછું ટ્રાવેલ કરવું જોઈએ. જો તમારે લાંબી મુસાફરી કરવાની થાય તો આરામદાયક હોઈ તેવી ગાડી પસંદ કરવી જોઈએ. તેથી તમને સંપૂર્ણ આરામ મળી શકે છે.
બ્રેક લેવો જરૂરી:
કામ કરતી વખતે થોડા થોડા અંતરે બ્રેક લેવો જરૂરી છે. દર કલાકે ઉભા થાઓ અને પાંચેક મિનિટ ચાલવું જોઈએ. તમારા શરીરમાં બ્લડ સરકયુલેશનને સુધારવામાં મદદ કરે છે. હાલવા- ચાલવા થી સોજા ઉતરે છે. તમારા પગ ઉપર રાખવા અને થોડી વાર આંખો બંધ કરીને બેસવું, જેથી તમને આખો દિવસ કામ કર્યા પછી રિચાર્જ કરવામાં મદદ કરશે.





