Sanitary Pads Health Issues: દિલ્હી સ્થિત એક એનજીઓ દ્વારા કરાયેલ એક રિસર્ચ અનુસાર, ભારતમાં વેચાતા લોકપ્રિય સેનેટરી નેપકીનમાં હૃદય વિકારો, ડાયાબિટીસ અને કેન્સરથી સંબંધી કેમિકલ હોય છે. ‘ટોક્સીકસ લિંક’ એનજીઓ દ્વારા કરેલ રિસર્ચમાં બજારમાં ઉપલબ્ધ કુલ 10 નમુનામાં 6 અકાર્બનિક અને ચાર કાર્બનિક સેનેટરી પેડમાં થેલેટ અને વાષ્પશીલ કાર્બનિક સંયોજનોની(Volatile Organic Compounds) હાજરી જોવા મળી હતી. આ નિષ્કર્ષ ‘ menstrual waste 2022’ નામના એક રિપોર્ટમાં પ્રકાશિત થયો હતો.
સેનેટરી પેડમાં ક્યાં કેમિકલો વપરાય છે?
પેડ્સમાં મળતા કેમિકલ VOCs સૌથી વધુ ચિંતાજનક છે. વાસ્તવમાં આ કેમિકલ સરળતાથી બાષ્પીભવન થાય છે અને વાતાવરણીય હવામાં ઓગળી જાય છે. આ કેમિકલનો વધારે પડતો ઉપયોગ પેન્ટ, ડિઓડોરેન્ટ, એયર ફ્રેશનર, નેલ પોલિશ, કીટનાશક અને ઓટોમોટીવ ઉત્પાદનોમાં થાય છે. આ કેમિકલનું સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થાય છે. રિપોર્ટ મુજબ સેનેટરી પેડમાં ઉપયોગ થતું કેમિકલ તેમાં સુગંધ માટે કરાય છે.
થેલેટના સંપર્કમાં આવવાથી કેટલીક આંતરિક સમસ્યાઓ, હૃદય અને ડાયાબિટીક વિકૃતિઓ, અમુક પ્રકારના કેન્સર અને પ્રજનન સંબંધી વિકૃતિઓ નોંધવામાં આવી છે. VOC ના સંપર્કમાં મગજની ક્ષતિ, અસ્થમા, વિકલાંગતા, અમુક કેન્સર અને ક્ષતિગ્રસ્ત પ્રજનન પ્રણાલીના કાર્યનું જોખમ વધતું હોવાનું નોંધાયું છે.
આ પણ વાંચો: એક્ટ્રેસ સોનમ કપૂરે ‘Gentle Birth Method’થી બાળકને જન્મ આપ્યો, જાણો આ પદ્ધતિ અને તેના ફાયદાઓ
રિસર્ચ મુજબ સ્વ ઘોષિત ‘ ઓર્ગેનિક’ સેનેટરી પેડ (Organic Sanitary Pads) માં સૌથી વધુ માત્રામાં થેલેટ હોય છે. રિસર્ચ અનુસાર, બધા પ્રકારના સેનેટરી પેડ્સમાં ડીઆઈપીબી, ડીબીપી,ડીઆઇએનપી સહીત અન્ય થેલેટની તપાસ માટે પરીક્ષણ કરાયા હતા. તેમાં હાજર કેમિકલની માત્રા વધુ હોય છે, જેના લીધે પેડનો ઉપયોગ કરતી મહિલાઓના સ્વાસ્થ્યને ગંભીર રૂપથી નુકસાન પહોંચી શકે છે.
અમેરિકામાં પણ થયો ખુલાસો
વર્ષ 2020 માં પ્રકાશિત એક રિપોર્ટમાં અમેરિકામાં વેચાતા પેડમાં હાનિકારક કેમિકલ્સ હાજર હોય છે તેવો ખુલાસો થયો છે. 2020 માં પ્રકાશિત એક અન્ય રિસર્ચમાં ચીનમાં વેચાતા સેનેટરી પેડ્સ માટે આજ રીતે નિષ્કર્ષ થયો હતો. રિપોર્ટમાં આ 2 રિસર્ચ સિવાય પણ ઘણા એવા અધ્યયન શામેલ કરાયા છે.
સેનેટરી પેડની બદલે શેનો ઉપયોગ કરવો?
લાંબા સમય સુધી સેનેટરી પેડનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકરક છે, તેથી કોશિશ કરવી કે કોટન ક્લોથ પેડ્સનો ઉપયોગ કરવો જોઈએ, આ વિંગ્સ વાળા અને લીકપ્રૂફ હોય છે. આજકાલ માર્કેટમાં આ પેડ્સ ઘણી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. પોતાને ડ્રેસ અનુસાર પણ તમે પેડ પસંદ કરી શકો છો.
આ પણ વાંચો: શિયાળામાં કસરત કરતી વખતે સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું? જાણો ટિપ્સ
'કોટન ક્લોથ પેડ્સ' નો ઉપયોગ કેવી રીતે કરવો?
સામાન્ય રીતે પેડ્સની જેમજ ઉપયોગ કરી શકાય છે. એવા પેડ્સ રીયુઝેબલ હોય છે અને તેમની ખાસિયત એ છે કે તે અંદરથી કોટન અને બહારથી લીકપ્રુફ હોય છે. તેનો ઉપયોગ 4 થી 6 કલાક સુધી કરી શકાય છે. આ ઇકોફ્રેન્ડલી ક્લોથ પેડ્સ છે. ઉપયોગ કર્યા પછી તેને સરળતાથી ધોઈને ફરી ઉપયોગમાં લઇ શકાય છે. ધોતી વખતે વહેતા પાણીમાં અથવા નળ નીચે રાખી બ્રશ વગર સાબુથી પેડ ધોઈ નાખવું જોઈએ. અને જો દાગ રહી જાય તો ગરમ પાણીનો ઉપયોગ કરો. બેક્ટેરિયાથી બચવા માટે તડકામાં પેડને સૂકવવા જોઈએ.