Pressure Cooker Safety: પ્રેશર કૂકર ફાટવાની પહેલા આપે છે સંકેત, આ સેફ્ટી ટીપ્સ તમારો જીવ બચાવશે

Pressure Cooker Safety Tips : પ્રેશર કૂકરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ઘણી વખત કૂકર ફાટવાના સમાચાર આવે છે. તમે તમારી સમજણથી આ અકસ્માતથી બચી શકો છો. આ માટે, તમારે ફક્ત અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

Pressure Cooker Safety Tips : પ્રેશર કૂકરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ઘણી વખત કૂકર ફાટવાના સમાચાર આવે છે. તમે તમારી સમજણથી આ અકસ્માતથી બચી શકો છો. આ માટે, તમારે ફક્ત અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

author-image
Ajay Saroya
New Update
Pressure Cooker Safety Tips | Pressure Cooker Uses Tips

Pressure Cooker Safety Tips : પ્રેશર કૂકરમાં રસોઇ બનાવતી વખતે સાવધાની રાખવી. Photograph: (Jansatta)

Pressure Cooker Safety Tips : પ્રેશર કૂકર રસોઇ બનાવવા માટે બહુ ઉપયોગી વાસણ છે. બટાકા બાફવાથી લઇ દાળ અને ચોખા બાફવા જેવા તમામ કાર્યો માટે દરેક ઘરમાં કૂકરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માત્ર ભોજનને ઝડપીથી બનાવે છે એટલું જ નહીં પરંતુ ગેસની બચત પણ કરે છે. પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો આ વાસણ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ઘણી વખત પ્રેશર કૂકર ફાટી જાય છે, જેના કારણે જાન અને માલને નુકસાન થયા છે. ઘણી વાર પ્રેશર કૂકર ફાટવાની પહેલા અમુક સંકેત આપે છે. જો તમે કેટલીક સલામતી ટિપ્સનું પાલન કરો છો, તો તમે સુરક્ષિત રહી શકો છો.

Advertisment

પ્રેશર કૂકર ફાટવાથી કેવી રીતે અટકાવવું?

વેન્ટ પાઇપને બ્લોક ન થવા દો

ઘણી વખત, રસોઈ કર્યા પછી, જો સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવે તો, વેન્ટ પાઇપ બ્લોક થઈ જાય છે. આ કિસ્સામાં, પ્રેશર કૂકરની અંદરની વરાળ બહાર આવી શકતી નથી. આ કિસ્સામાં, પ્રેશર કૂકર પર દબાણ વધવાને કારણે તે ફાટી શકે છે. તેથી હંમેશા આ વાત પર ધ્યાન આપો.

સેફ્ટી વાલ્વ દર વર્ષે બદલાવો

જો તમે રસોડામાં પ્રેશર કૂકરને કારણે અકસ્માત ન કરવા માંગતા હો, તો તમારે દર વર્ષે સેફ્ટી વાલ્વ બદલવો જોઈએ. આ કૂકરને ફાટતા અટકાવે છે. જ્યારે પણ વેન્ટ પાઇપ બ્લોક થાય છે, ત્યારે સેફ્ટી વાલ્વ વધારાની વરાળને ડિસ્ચાર્જ કરે છે.

પ્રેશર કૂકર ફાટવાની પહેલા ક્યા સંકેત આપે છે?

વિચિત્ર અવાજો અથવા બળવાની ગંધ

પ્રેશર કૂકર ફૂટે તે પહેલાં કોઈ વિચિત્ર અવાજ અથવા બળવાની ગંધ આવી શકે છે. પ્રેશર કૂકરની સીટી અટકવી કે બળવા જેવી ગંધ ચેતવણીના સંકેત હોઈ શકે છે.

Advertisment

વધુ પડતી સીટી વગાડવી

જ્યારે પણ તમે પ્રેશર કૂકરમાં કોઇ વસ્તુ બાફવા મકો અને તે ખૂબ જ મોટેથી અને સતત સીટી વાગે ત્યારે ગેસ બંધ કરો. આવી સ્થિતિમાં, તમારે સમજવું જોઈએ કે કૂકરની અંદરનું દબાણ ખૂબ વધી રહ્યું છે.

કૂકરના ઢાંકણનું હલાવવું અથવા ઉછળવું

જો પ્રેશર કુકરનું ઢાંકણ વારંવાર અથવા સતત હલતું હોય તો તે જોખમના સંકેત પણ હોઈ શકે છે. પોતાને સુરક્ષિત રાખવા માટે ગેસ બંધ કરો. પ્રેશર કૂકર માંથી ગેસ બહાર નીકળવા દો અને કૂકર ખોલી તેને ચકાસો.

આ પણ વાંચો | ચા બનાવતી વખતે આ ભૂલ ન કરવી, આ રીતે પીવાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય, ડોક્ટરે જણાવી સાચી રીત

રબર રિંગ બહાર કાઢો

જો પ્રેશર કુકરની રબર રિંગ મોટી કે ખરાબ થઇ ગઇ હોય તો તેને તરત જ બદલી નાંખો. આ બધી સાવચેતી રાખીને, તમે રસોડામાં પ્રેશર કૂકર ફાટવાની ઘટના રોકી શકો છો.

જીવનશૈલી ભોજન