Promise Day 2023: વેલેન્ટાઈન ડેની ઉજવણીના ભાગ રૂપે, વેલેન્ટાઈન વીકનો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે – તમારા જીવનસાથી પ્રત્યેનો તમારો સ્નેહ વ્યક્ત કરવાનો આ દિવસ, તેમની સાથે કાયમ રહેવાનું વચન આપવાનો દિવસ ગણાય છે.
એકબીજા પ્રત્યે સમર્પણ દર્શાવવા અને તેમના સંબંધોને વધુ મજબૂત કરવા માટે કપલ દ્વારા દર વર્ષે 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે ઉજવવામાં આવે છે. વિશ્વાસ એ હેલ્થી અને લાંબા ગાળાના સંબંધનું એક મહત્વપૂર્ણ પાસું છે, અને તે વચનો, ખાતરીઓ અને દ્વારા વિકસિત થવું જોઈએ. આ દિવસનો મુખ્ય વિચાર તમારા પાર્ટનરને એક અલગ અનુભવ કરાવે છે.
આ પણ વાંચો: Promise Day 2023 Qutoes: પ્રોમિસ ડે નિમિતે તમારા પાર્ટનરને આપો આ વચનો, ક્યારેય સંબંધોમાં તિરાડ નહીં પડે
મહત્વ
જ્યારે કોઈ પ્રેમમાં હોય છે, ત્યારે તેઓ તેમના પાર્ટનરને આપેલા વચનોને વધારે મહત્વ આપતા હોય છે. દરેક વચન બતાવે છે કે તમે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ પ્રત્યે કેટલા વફાદાર છો. આ દિવસ વ્યક્તિને તેમના વચનોને નવીકરણ કરવામાં મદદ કરે છે. કપલ માટે આ દિવસ તે બતાવવાની તક છે કે તેઓ સારા અને ખરાબ સમય બંનેમાં એકબીજાની સાથે ઊભા રહેશે.
તેથી, આ પ્રોમિસ ડે, તમારા જીવનસાથીને વચન આપો કે તમે ક્યારેય તેમનો સાથ નહીં છોડો અને તેમને અહેસાસ કરાવો કે તેઓ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: Teddy Day 2023: ટેડી ડે 10 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવાય છે? જાણો રસપ્રદ ઇતિહાસ
પ્રોમિસ ડે પછી હગ ડે (12 ફેબ્રુઆરી) અને કિસ ડે (13 ફેબ્રુઆરી) આવે છે, વિશ્વભરના પ્રેમીઓ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા માટે તૈયાર થઈ જાય છે.