Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Is-it-good-to-not-eat-sugar-1.jpg)
શું તમે જાણો છો કે જો તમે 30 દિવસ સુધી ખાંડનું સેવન ના કરો તો શું થશે? (તસવીર: Canva)
Quitting Sugar Benefits: અસંખ્ય લોકો એવા છે જે ખાંડ વગરના દિવસની કલ્પના પણ કરી શકતા નથી. કેટલાક લોકો મીઠાઈ વગર ભોજનની કલ્પના પણ કરી શકતા નથી, અને ઘણા લોકો મીઠી ચા પીધા વગર તેમના દિવસની શરૂઆત પણ કરી શકતા નથી. જોકે ખાંડનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. શું તમે જાણો છો કે જો તમે 30 દિવસ સુધી ખાંડનું સેવન ના કરો તો શું થશે? એક મહિના સુધી ખાંડનું સેવન ના કરવાથી તમને થતા ફેરફારો અને સ્વાસ્થ્ય લાભો વિશે જાણો.
Advertisment
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Quitting-Sugar-Benefits-1.jpg)
30 દિવસ સુધી ખાંડ ના ખાવાથી શું થાય છે?
- એનર્જી વધે છે - ખાંડ છોડ્યાના 10 દિવસ પછી જ તમને ઉર્જાના સ્તરમાં વધારો અનુભવાશે.
- ઊંઘમાં સુધારો - ખાંડ છોડવાથી બ્લડ સુગરનું સ્તર સુધરે છે, જેનાથી સારી ઊંઘ આવે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે.
- વજન ઘટાડવું - 30 દિવસ સુધી ખાંડ ના ખાવાથી વજન ઘટી શકે છે. આ ત્યારે થાય છે જ્યારે કેલરી ઓછી થાય છે. ખાંડનું સેવન ઓછું કરવાથી ભૂખ ઓછી લાગે છે, જે ચરબી બર્નિંગ વધારે છે.
- મૂડ સારૂ થવા લાગે છે - ખાંડ છોડવાથી મૂડ સુધરે છે. આ જ્ઞાનાત્મક કાર્યમાં પણ સુધારો કરે છે અને મગજ સ્વસ્થ રહે છે.
- પેટ સારૂ રહે છે - ખાંડ ટાળવાથી પાચન સ્વાસ્થ્ય સુધરે છે, પેટ ફૂલવા જેવી સમસ્યાઓ અટકાવે છે.
- ત્વચા પર ગ્લો - ખાંડ કે મીઠાઈ છોડ્યાના 20 દિવસની અંદર તમને તમારી ત્વચામાં ફેરફારો દેખાવા લાગશે. ત્વચા સ્વસ્થ બને છે, ખીલ ઓછા થાય છે અને તમારો ચહેરો ચમકવા લાગે છે.
- બ્લડ સુગર ઘટે છે - ખાંડ છોડી દેવાથી બ્લડ સુગરનું સ્તર સ્થિર થાય છે અને ઇન્સ્યુલિન રેજિસ્ટેંસનું જોખમ ઘટે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us