આ વર્ષે, જેમ આપણે બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે બાજરીની ઘણી જાતો જે ઉગાડવામાં આવે છે અને શ્રેષ્ઠ લાભો માટે તેને આપણા આહારમાં કેવી રીતે શ્રેષ્ઠ રીતે સામેલ કરી શકાય તે અહીં છે. આપણે જાણીએ છીએ કે, રાગી તેના સ્વાસ્થ્ય ગુણો માટે પ્રખ્યાત છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પણ તાજેતરમાં તેના સત્તાવાર પેજ પર રાગીના પોષક ફાયદાઓ વિશે ટ્વિટ કર્યું હતું.
તે શેર કરે છે કે, ”રાગીએ અત્યંત પૌષ્ટિક છે અને તે બ્લડ સુગરનું સ્તર ઘટાડવા, હાડકાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવવા સહિત વિવિધ સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.”
આ પણ વાંચો: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં,ઓટમીલ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક
તેમાંએ પણ નોંધ્યું છે કે રાગીના વિવિધ ફાયદા છે
લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે
એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો
હાડકાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે
સ્કિન અને હેયરના સ્વાસ્થ્યને સારું છે
ઇજાગ્રસ્ત સ્નાયુ પેશીઓનું સમારકામ કરે છે
FSSAI એ શેર કર્યું કે રાગીનો ઉપયોગ રોટલી, ઢોસા, ચીલા, કૂકીઝ અને કેક બનાવવા માટે કરી શકાય છે.

આ ઉનાળામાં તમારે રાગી કેમ ખાવી જોઈએ?
ધ હેલ્થ પેન્ટ્રીના સ્થાપક, ન્યુટ્રિશનિસ્ટ અને ડાયાબિટીસ એજ્યુકેટર ખુશ્બુ જૈન ટિબ્રેવાલા અનુસાર, રાગી એ ભારતીયો માટે શ્રેષ્ઠ અનાજનો વિકલ્પ છે. ટિબ્રેવાલાએ indianexpress.com ને જણાવ્યું હતું કે, “તે અન્ય અનાજ કરતાં વધુ આલ્કલાઇન છે, તેથી જ તે ઉનાળા માટે ઠંડુ અને આદર્શ માનવામાં આવે છે.”
તે કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી, ટિબ્રેવાલાએ દાવો કર્યો હતો કે બે રાગીની રોટલીમાં એક ગ્લાસ દૂધ જેટલું જ કેલ્શિયમ હોય છે.ટિબ્રેવાલાએ ઉલ્લેખ કર્યો હતો કે, “રાગી એક શક્તિશાળી બળતરા વિરોધી ખોરાક છે. તેમાં એન્ટીઑકિસડન્ટ સંયોજનો પણ છે જે ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લાયકેમિક નિયંત્રણમાં સુધારો કરી શકે છે અને એકંદર આરોગ્યને સુધારી શકે છે.”
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ તેની 30 વર્ષની ઉંમરે કરેલ એગ ફ્રીઝીંગ વિશે કર્યો ખુલાસો
નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે તમિલનાડુ જેવા રાજ્યોમાં, ઉનાળાના મહિનાઓમાં “રાગી કૂઝ” નામનું સ્ટ્રીટ સાઇડ પીણું સરળતાથી મળી શકે છે જે આથોવાળી રાગીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ટિબ્રેવાલાએ ઉમેર્યું હતું કે , “તે આંતરડાને ઠંડુ કરે છે અને તમને ત્વરિત ઊર્જા આપે છે.
સુગર ક્રેવિંગ હોય તો? સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ક્લિનિકલ ડાયેટિશિયન પ્રિયંકા લુલ્લાએ શેર કર્યું હતું કે, રાગી ખજૂરના લાડુ અને રાગી-કોકો કેક એ હેલ્થી ઓપ્શન છે.