શું તમે પણ પેટની ચરબી ઘટાડવા માંગો છો તો દરરોજ આ જ્યુસનું કરો સેવન

weight loss tips: જો તમે સખત મહેનત કર્યા વિના તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો દરરોજ સવારે અને સાંજે આ ખાસ પીણું પીવું જોઈએ. આનાથી તમારું શરીર ફિટ રહેશે. તેને બનાવવાની રીત વિશે જાણો.

Written by Rakesh Parmar
July 14, 2025 17:22 IST
શું તમે પણ પેટની ચરબી ઘટાડવા માંગો છો તો દરરોજ આ જ્યુસનું કરો સેવન
પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો દરરોજ સવારે અને સાંજે આ ખાસ પીણું પીવું. (તસવીર: Freepik)

આજકાલ કોઈ પણ સ્થૂળ બનવા માંગતું નથી કે પેટની ફાંદ બહાર દેખાય તેવું ઇચ્છતુ નથી. આજના દોડધામ ભર્યા જીવનમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે પોતાના માટે સમય કાઢી શકતા નથી. જેના કારણે સ્થૂળતા જેવી સમસ્યાઓ થાય છે. જેના કારણે આજે દરેક બીજો વ્યક્તિ આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે.

આનાથી છુટકારો મેળવવા માટે આપણે ડાયેટિંગ, જીમ અને અન્ય ઘણા ઉપાયો અપનાવીએ છીએ. જેથી આપણી પેટની ચરબી ઓછી થાય. જો તમે સખત મહેનત કર્યા વિના તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો દરરોજ સવારે અને સાંજે આ ખાસ પીણું પીવું જોઈએ. આનાથી તમારું શરીર ફિટ રહેશે. તેને બનાવવાની રીત વિશે જાણો.

સામગ્રી

  • એક ચમચી મૂળાના બીજનો પાવડર
  • થોડું મધ
  • થોડો લીંબુનો રસ
  • અડધી ચમચી યક્ષવર

આ રીકે બનાવો સ્પેશ્યલ ડ્રીંક

સૌ પ્રથમ એક ગ્લાસ પાણીમાં પાવડર, મધ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પછી તેમાં લીંબુનો રસ ઉમેરો. પછી તેનું સેવન કરો. દિવસમાં ઓછામાં ઓછા 3 વખત તેનું સેવન કરો. આનાથી તમારી સ્થૂળતા ઓછી થશે.

આ પણ વાંચો: વિટામિન બી12 ની ઉણપને દૂર કરવા માંગો છો, તો દરરોજ પીવો ઔષધીય ગુણથી ભરપૂર આ જ્યુસ

એક ગ્લાસ પાણીમાં એક ચમચી મૂળાના બીજનો પાવડર અને અડધી ચમચી યવક્ષર, મધ અને લીંબુનો રસ ભેળવીને પીવો. આનાથી તમારા શરીરની ચરબી ઓછી થશે. 40 દિવસ સુધી તેનું સેવન કરવાથી તમારી ચરબી સંપૂર્ણપણે ગાયબ થઈ જશે.

ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલ ટીપ્સ ફક્ત સામાન્ય માહિતી માટે છે. આરોગ્યને લગતા કોઈપણ પ્રકારના પ્રોગ્રામને શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં અથવા કોઈપણ રોગથી સંબંધિત કોઈપણ પગલાંમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવાની ખાતરી કરો. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ કોઈપણ પ્રકારના દાવાની પ્રામાણિકતાની પુષ્ટિ કરતું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ