clean new water pot :આખો ઉનાળો પાણી રહેશે ફ્રીજ જેવું એકદમ ઠંડુ, નવું માટલું વાપરતા પહેલા આ રીતે ધોવો, નવું માટલું ધોવાની સાચી રીત

right way to wash new water pot: ઘરમાં નવું માટલું આવે ત્યારે તેને વાપરતા પહેલા કેટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેને સારી રીતે ધોવું પણ જરૂરી છે જેથી તેમાં રહેલી તમામ પ્રકારની ગંદકી દૂર થઈ જાય અને નવું માટલું ફ્રીજ જેવું ઠંડુ પાણી આપી શકે.

right way to wash new water pot: ઘરમાં નવું માટલું આવે ત્યારે તેને વાપરતા પહેલા કેટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેને સારી રીતે ધોવું પણ જરૂરી છે જેથી તેમાં રહેલી તમામ પ્રકારની ગંદકી દૂર થઈ જાય અને નવું માટલું ફ્રીજ જેવું ઠંડુ પાણી આપી શકે.

author-image
Ankit Patel
New Update
navu matalu dhovani sachi rit

નવું માટલું ધોવાની સાચી રીત Photograph: (instagram)

Right way to wash new water pot: શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની દસ્તકની તૈયાર છે. ગરમી હવે વધવા લાગી છે ત્યારે મોટાભાગના ઘરોમાં નવા માટલા આવવાની શરુઆત થઈ ગઈ છે. ઘરમાં નવું માટલું આવે ત્યારે તેને વાપરતા પહેલા કેટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

Advertisment

તેને સારી રીતે ધોવું પણ જરૂરી છે જેથી તેમાં રહેલી તમામ પ્રકારની ગંદકી દૂર થઈ જાય અને નવું માટલું ફ્રીજ જેવું ઠંડુ પાણી આપી શકે. જો તમે બજારમાંથી નવું માટલું ખરીદીને ઘરે લાવ્યા છો તો તેને વાપરતા પહેલા આપેલી રીતથી સારી રીતે ધોઈ લો. 

સાદા પાણીમાં પલાળી રાખો

જો તમે બજારમાંથી નવું માટલું ખરીદીને લાવ્યા છો તો પહેલા તેને સ્વચ્છ પાણીથી ધોવાનું ભૂલશો નહીં. સારી રીતે ધોયાપછી, તેને પાણીથી ભરો અને લગભગ એક દિવસ માટે રહેવા દો. તમે પાણી બે કે ત્રણ વાર પણ બદલી શકો છો. 

આનાથી નવા માટલામાંથી વધારાની ધૂળ અને કાચી ગંધ દૂર થશે. પલાળીને તેને ફરીથી સ્વચ્છ પાણીથી કોગળા કરો અને તેને સૂકવો. આ રીતે, નવું માટલું વાપરવા માટે તૈયાર થઈ જશે. 

Advertisment

મીઠાથી સાફ કરો

તમે નવા માટલાની અંદરના ભાગને સાફ કરવા માટે થોડું મીઠું વાપરી શકો છો. એક ડોલ ગરમ પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરો. આ પાણી માટલામાં રેડો અને તેને 5-6 કલાક માટે રહેવા દો. પછી નરમ બ્રશ અથવા સ્વચ્છ કપડાથી અંદરથી ધીમેથી સાફ કરો. આનાથી ગંધ અને બેક્ટેરિયામાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ પણ વાંચોઃ- Dadi-Nani kitchen Storage Hacks : આધુનિક રસોડામાં પણ કામ આવશે દાદી-નાની આ પરંપરાગત સ્ટોરજે ટીપ્સ, અનાજ-કઠોળ રહેશે ફ્રેશ

વિનેગર અથવા લીંબુનો ઉપયોગ કરો

માટલામાંથી તીવ્ર ગંધ આવે છે, તો તમે તેને વિનેગર અથવા લીંબુથી સરળતાથી સાફ કરી શકો છો. એક ડોલ પાણીમાં 2-3 ચમચી સફેદ વિનેગર અથવા બે લીંબુનો રસ મિક્સ કરો અને તેને માટલામાં રેડો. તેને થોડા કલાકો માટે છોડી દો. અંતે માટલાને બે-ત્રણ વખત સ્વચ્છ પાણીથી ધોઈ લો.

જીવનશૈલી ઉનાળો