PTI : નવા અભ્યાસ મુજબ, રોડ ટ્રાફિકના અવાજના સંપર્કમાં આવવાથી હાયપરટેન્શનનું જોખમ વધી શકે છે.
સંશોધકોએ નોંધ્યું કે, ઘોંઘાટના “ડોઝ” સાથે ટેન્ડમ (એકની સામે બે વસ્તુઓ ગોઠવવી) માં વધારો થવાનું જોખમ જોવા મળ્યું હતું.
જ્યારે સંશોધકોએ સૂક્ષ્મ કણો અને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં ફેરફાર કર્યો ત્યારે પણ આ જોડાણો સાચા હોવાનું જણાયું હતું.
અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલોજી, યુએસના સંશોધકોએ, બેઝલાઇન પર હાયપરટેન્શન વિના, 40 થી 69 વર્ષની વયના 240,000 થી વધુ લોકો પાસેથી UK બાયોબેંક ડેટાનો ઉપયોગ કરીને હાથ ધરેલા અભ્યાસ દ્વારા આ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: હૃદયના સ્વાસ્થ્ય માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
8.1 વર્ષના સરેરાશના સમયમાં, વૈજ્ઞાનિકોએ ડેટા માટે પાર્ટીસિપેન્ટને અનુસર્યા હતા , જેમાં કેટલા લોકોમાં હાયપરટેન્શનનું જોખમ વધ્યું હતું.
તેઓએ અભ્યાસમાં જણાવ્યું હતું કે, “તેઓએ રહેણાંકના સરનામા અને કોમન નોઈઝ એસેસમેન્ટ મેથડ, યુરોપીયન મોડેલિંગ ટૂલના આધારે રોડ ટ્રાફિકના અવાજનો અંદાજ કાઢ્યો હતો.”
વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું હતું કે જે લોકો ટ્રાફિક અવાજ અને વાયુ પ્રદૂષણ બંનેના વધારે સંપર્કમાં હતા તેઓને હાઇપરટેન્શનનું જોખમ સૌથી વધુ હતું, જે દર્શાવે છે કે હવાનું પ્રદૂષણ પણ અવાજના પ્રદુષણની જેમ ભૂમિકા ભજવી શકે છે.
અભ્યાસના મુખ્ય લેખક જિંગ હુઆંગે જણાવ્યું હતું કે, “અમને થોડું આશ્ચર્ય થયું હતું કે વાયુ પ્રદૂષણ માટે એડજસ્ટમેન્ટ કર્યા પછી પણ રોડ ટ્રાફિકના અવાજ અને હાઇપરટેન્શન વચ્ચેનો સંબંધ મજબૂત હતો.”
આ પણ વાંચો: બ્યુટી ટિપ્સ: વાળ ખરતા અટકાવવા માટે આ આર્વેયુદિક હેરકેર ટિપ્સ અપનાવો
હુઆંગે કહ્યું હતું કે, “ટોટલ પર્યાવરણને બદલે રોડ ટ્રાફિકના અવાજનું અસરોનું અલગથી અન્વેષણ કરવું જરૂરી છે.”
લેખકોએ નીતિનિર્માણનું સૂચન કર્યું હતું, “સ્ટ્રીક નોઇઝ ગાઇડલાઇન્સ અને અમલીકરણ, રસ્તાની સ્થિતિ અને અર્બન ડિઝાઇનમાં સુધારો કરવો અને સાઇલેન્ટ વાહનો પર એડવાન્સ્ડ ટેક્નોલોજીનું રોકાણ કરવું વગેરે, રોડ ટ્રાફિકના અવાજની પ્રતિકૂળ અસરોને દૂર કરી શકે છે.”