સુરક્ષિત અને સારા ડ્રાઇવર બનવું હોય તો આ 10 વાતોનું ખાસ ધ્યાન રાખો, દરરોજ કરો પ્રેક્ટિસ

Top 10 driving tips: દરેક વ્યક્તિએ એક જવાબદાર ડ્રાઈવર બનવું જોઈએ અને ડ્રાઈવિંગની એવી રીતોને ફોલો કરવી જોઈએ જે રોડ પર સુરક્ષા જાળવી રાખવામાં મદદ કરે. ડ્રાઈવિંગ એક કલા છે અને તેને અનુશાસનથી કરવું જોઈએ.

Top 10 driving tips: દરેક વ્યક્તિએ એક જવાબદાર ડ્રાઈવર બનવું જોઈએ અને ડ્રાઈવિંગની એવી રીતોને ફોલો કરવી જોઈએ જે રોડ પર સુરક્ષા જાળવી રાખવામાં મદદ કરે. ડ્રાઈવિંગ એક કલા છે અને તેને અનુશાસનથી કરવું જોઈએ.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Safer Driver, driving, driving tips, best 10 driving tips

સલામત ડ્રાઇવિંગ ટિપ્સ (તસવીર: Freepik)

ઘણા લોકો ડ્રાઈવિંગ તો કરતા હશે પરંતુ શું ક્યારેય તમે ધ્યાન આપ્યું છે કે તમે સુરક્ષિત ડ્રાઈવર છો? જી હા, દરેક વ્યક્તિએ એક જવાબદાર ડ્રાઈવર બનવું જોઈએ અને ડ્રાઈવિંગની એવી રીતોને ફોલો કરવી જોઈએ જે રોડ પર સુરક્ષા જાળવી રાખવામાં મદદ કરે. ડ્રાઈવિંગ એક કલા છે અને તેને અનુશાસનથી કરવું જોઈએ. ભલે તમે એક નવા ડ્રાઈવર હોવ, જેઓ કાર ચલાવતા સીખવા માંગે છે અથવા અનુભવી ડ્રાઈવરોમાંથી છે જે પોતાના કૌશલ્યને નિખારવા માંગે છે. એક સારા ડ્રાઇવરની કળા તમારામાં હોવી જોઇએ.

Advertisment

એડવાન્સ ડ્રાઈવિંગ કોર્સમાં જોડાવ

ડ્રાઇવિંગમાં આત્મવિસ્વાસ જ બધુ હોય છે. તમે જેટલા આત્મવિશ્વાસી હશો, તમારા ડ્રાઇવિંગ પર તમારો એટલો જ કંટ્રોલ રહેશે. જો તમે પહેલાથી જ ગાડી ચલાવવાનું જાણો છો, પરંતુ રોડ પર ચલાવતા સમયે એટલો આત્મવિશ્વાસ નથી તો તમે એડવાન્સ ડ્રાઈવિંગ કોર્સ કરી શકો છો.

કારને મેન્ટેન રાખો

એ વાત સુનિશ્ચિત કરવી ખુબ જ જરૂરી છે કે તમારા ગાડી સારી સ્થિતિમાં રહે. આથી તમને ગાડી ચલાવતા સમયે ઘણી પરિસ્થિતિઓમાંથી બચવામાં મદદ મળી શકે છે. જેમ કે ઘસાયેલા ટાયર ન માત્ર પંક્ચર થવાનું જોખણ રહે છે, ત્યાં જ ટાયર ફાટી પણ શકે છે. જેના કારણે કાર અનિયંત્રિત પણ થઈ શકે છે. કારનું એન્જીન ઓઈલ લેવલ અને કાર ચલાવતા સમયે ટાયરનું યોગ્ય દબાણ જાળવી રાખવું પણ મહત્ત્વપૂર્ણ છે.

best 10 driving tips, safe driving tips, Top 10 driving tips
ગાડી ચલાવતા સમયે હંમેશા સીટ બેલ્ટનો ઉપયોગ કરો. (તસવીર: Freepik)

સીટ બેલ્ટનો ઉપયોગ કરો

તમે તમારા ડ્રાઇવિંગ પ્રત્યે ગમે તેટલો આત્મવિશ્વાસ ધરાવતા હોવ, ભલે તમે ગમે તેટલું ઓછા અંતરની મુસાફરી કરી રહ્યા હોવ, તમારે હંમેશા ખાતરી કરવી જોઈએ કે તમે તમારો સીટબેલ્ટ પહેર્યો છે. ભલે તમારી કારમાં એરબેગ હોય.

Advertisment

રક્ષણાત્મક ડ્રાઇવિંગનો અભ્યાસ કરો

તમે ક્યારેય અન્ય લોકો રસ્તા પર કેવી રીતે વાહન ચલાવે છે તે નિયંત્રિત કરી શકતા નથી. તેઓ બિનઅનુભવી, નિયમોથી અજાણ, કટોકટીમાં અથવા ફક્ત ખરાબ દિવસ હોઈ શકે છે! આવી પરિસ્થિતિઓ ટાળવાનું તમારા પર નિર્ભર છે. રક્ષણાત્મક ડ્રાઇવિંગમાં નિપુણ બનો અને આવી પરિસ્થિતિનો સામનો કરતી વખતે તમારી સંભાળ રાખો.

how to become a Safer Driver, Safer Driver, driving,
ગાડી ચલાવતા સમયે હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરો. (તસવીર: Freepik)

નિયમો વિશે જાણો

સલામત ડ્રાઇવર બનવાનું આ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. તમારે તમારા રાજ્ય/દેશમાં લાગુ પડતા નિયમો વિશે જાણવાની જરૂર છે. આ રીતે તમે માર્ગ સલામતી જાળવી શકો છો અને સરળ ગતિશીલતા સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકો છો. ખાતરી કરો કે તમને ડ્રાઇવિંગ સ્કૂલમાં શું શીખવવામાં આવ્યું છે તેની સારી સમજ છે. જ્યારે તમે જાતે વાહન ચલાવો છો ત્યારે આ તમને મદદ કરશે.

આ પણ વાંચો: કાચી કેરીથી બનાવો આ ચટપટી વાનગીઓ, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

ગતિ મર્યાદા પર નજર રાખો

ફુલ સ્પીડમાં વાહન ચલાવવું એક રોમાંચક અનુભવ જેવું લાગે છે પરંતુ સલામત રીતે વાહન ચલાવવું હંમેશા વધુ સારું છે. તમારે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે જવાબદારીપૂર્વક વાહન ચલાવવું. આપેલ ગતિ મર્યાદા ક્યારેય ઓળંગશો નહીં અને હંમેશા તમારા સ્પીડોમીટર પર નજર રાખો. ગતિ મર્યાદામાં વાહન ચલાવવું ફક્ત તમારા માટે જ નહીં પરંતુ રસ્તા પરના અન્ય લોકો માટે પણ સલામત છે.

લેન બદલવાનો સંકેત આપો

હંમેશા સુનિશ્ચિક કરો કે તમે લેન બદલતા, ડાબી બાજુ અથવા જમણી બાજુ વળતા સમયે ઈંડિકેટરનો ઉપયોગ કરો. ઈંડિકેટર ડ્રાઈવરો માટે રોડ પર અન્ય ડ્રાઇવરો સાથે સંવાદ કરવાની રીત છે, તેમને તે વિશે સચેત કરે છે કે તમે ક્યાં વળશો જેથી તેઓ સુરક્ષિત અંતર જાળવી શકે.

ગાડી ચલાવતા સમયે બીજા કામ કરશો નહીં

એક સુરક્ષિત ડ્રાઇવર બનાવા માટે તમારે ધ્યાન ભટકાવતી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. ગાડી ચલાવતા સમયે તમારા સ્માર્ટફોનને બ્લુટૂથ અથવા ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમથી કનેક્ટ કરો. જેથી તમે ગાડી ચલાવતા સમયે અપડેટ રહી શક્શો અને તમારી આંખો અને ધ્યાન રોડ પર રાખી શક્શો. ભલે તમારે કોલનો જવાબ આપવાનો હોય. તમારી સીટ અને સાઇડ કાચને એવી રીતે સેટ કરો જેમાં તમે યોગ્ય રીતે જોઈ શકો.

ઊંઘ આવતી હોય તો ગાડી ના ચલાવશો

જો તમને ઊંઘ આવી રહી છે કો ગાડી ચલાવશો નહીં. ઊંઘ તમારી ડ્રાઈવિંગ ક્ષમતાઓને નબળી કરી શકે ચે. જેના કારણે તમે રોડ પર ના માત્ર તમારા માટે પણ અન્ય લોકો માટે પણ જોખમ ઊભુ કરી શકો છો. જો તમારે આવી સ્થિતિમાં પણ ક્યાંય જવું છે તો ગાડી કોઈ બીજાને ચલાવવા આપો અથવા કૈબ બુક કરાવી લો.

જીવનશૈલી