Home Purifier Plants: ઘરમાં રાખો આ 7 છોડ, મચ્છર માખી અંદર આવતા ગભરાશે

Herbal Plant For Mosquito Fly Rid From Home : મચ્છર માખી ભગાડવા માટે બજારમાં મચ્છર કોઇલ અને સ્પ્રે ઉપલબ્ધ છે, પરંતુ તેમા કેમિકલ હોવાથી તે હાનિકારક સાબિત હોય છે. આવી સ્થિતિમાં અમુક ઔષધીય છોડ ઉગાડી મચ્છર માખીને ઘર માંથી ભગાડી શકાય છે.

Herbal Plant For Mosquito Fly Rid From Home : મચ્છર માખી ભગાડવા માટે બજારમાં મચ્છર કોઇલ અને સ્પ્રે ઉપલબ્ધ છે, પરંતુ તેમા કેમિકલ હોવાથી તે હાનિકારક સાબિત હોય છે. આવી સ્થિતિમાં અમુક ઔષધીય છોડ ઉગાડી મચ્છર માખીને ઘર માંથી ભગાડી શકાય છે.

author-image
Ajay Saroya
New Update
Herbal Plant For Mosquito Fly Rid From Home

Herbal Plant For Mosquito Fly Rid From Home : મચ્છર માખી ભગાડતા ઔષધીય છોડ. Photograph: (Freepik/ Canva)

Herbal Plant For Mosquito Fly Rid From Home : મચ્છર અને માખી ઘરની અંદર અને બહાર પરેશાન કરવા લાગે છે. જો ઘરમાં મચ્છર હોય તો રાતે ઉંઘવું મુશ્કેલ બની જાય છે. તો ઉનાળામાં માખી પરેશાન કરી મૂકી છે. આવી સ્થિતિમાં, તમે મચ્છર અને માખી દૂર રાખવા માટે ઘરમાં અમુક છોડ રાખી શકો છો.

Advertisment

આમ તો મચ્છરોને ભગાડવા માટે બજારમાં મચ્છર કોઇલ અને સ્પ્રે ઉપલબ્ધ છે, પરંતુ તેમા કેમિકલ હોય છે જે હાનિકારક સાબિત થઈ શકે છે. મચ્છરોને અમુક છોડની ગંધ ગમતી નથી. આવી સ્થિતિમાં, જ્યારે તે ઘરમાં રોપવામાં આવે છે, ત્યારે તેઓ તેમને ઘરની બહાર ભગાડવામાં મદદ કરે છે.

તુલસી : મચ્છર અને માખીને ઘરથી દૂર રાખવા માટે ઘરમાં તુલસીના છોડ રોપવો જોઇએ. મચ્છરોને તેની સુગંધ પસંદ નથી.

લેમનગ્રાસ : આ છોડમાં સિટ્રોનેલા તત્વ હોય છે. તે મચ્છરો અને માખીઓને ભગાડવામાં અસરકારક માનવામાં આવે છે.

Advertisment

લવંડર : જો કે તેની સુગંધ સારી હોય છે, પરંતુ મચ્છરોને તે પસંદ નથી. તેમાં લિનાલૂલ અને લિનલિલ એસિટેટ જેવા ઘટકો હોય છે.

રોઝમેરી : તેની ગંધ ઘણા જંતુઓ અને મચ્છરોને ઘરથી દૂર રાખે છે. તેના પાંદડાઓમાં નીલગિરી અને કપૂર જેવા સંયોજનો હોય છે, જે મચ્છરોને ભગાડે છે.

ગલગોટો : ગલગોટોના ફૂલો દેખાવમાં સુંદર લાગે છે. તે સરળતાથી ઉગાડી શકાય છે. તેની સુગંધ મચ્છર અને અન્ય જંતુઓને પસંદ નથી.

થાઇમ : તેની તીવ્ર સુગંધ મચ્છરો અને અન્ય ઘણા જંતુઓને દૂર રાખે છે. તેમાં થાઇમોલ નામનું સંયોજન હોય છે, જે મચ્છરોને ભગાડવા માટે જાણીતું છે.

આ પણ વાંચો | ફળ શાકભાજી જંતુમુક્ત કરવાની 9 સરળ રીત, દરેક ગૃહિણી માટે જાણવી જરૂરી

ફુદીનો : ફુદીનાનો છોડ સરળતાથી ઘરના રસોડાની બાલ્કમાં પણ ઉગાડી શકાય છે. તેની તીવ્ર સુગંધ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે.

ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી સલાહ અને સૂચન ફક્ત સામાન્ય માહિતી છે. તે કોઈ પણ રીતે સચોટ અભિપ્રાય નથી. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લેવી.

હેલ્થ જીવનશૈલી