/indian-express-gujarati/media/media_files/2026/02/17/fruits-vegetables-washing-tips-2026-02-17-17-15-48.jpg)
Vegetables And Fruits Washing Tips : શાકભાજી અને ફળ સાફ કરવાની રીત. Photograph: (Freepik)
Fruit And Vegetable Washing Tips : બજારમાં વેચાતા ફળો અને શાકભાજીમાં જંતુનાશક પાઉડર હોઈ શકે છે. ઉપરાંત તેને ચમકદાર બનાવવા માટે કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે તેને ખાઓ છો, ત્યારે આ રસાયણો અને જંતુનાશકો શરીરની અંદર જાય છે. જેના કારણે ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.
આ ફળ અને શાકભાજી માત્ર પાણી વડે ધોવાથી કામ નહીં ચાલે. કારણ કે, ઘણી વખત પાણીથી સાફ કર્યા પછી પણ જંતુનાશકો અને કેમિકલના કણો રહી જાય છે. દિલ્હી એનસીટી સરકારના ખાદ્ય સુરક્ષા વિભાગે તેની સત્તાવાર વેબસાઇટ (foodsafety.delhi.gov.in) પર શાકભાજી અને ફળોને સાફ કરવાની ઘણી સરળ રીતો જણાવી છે, જેની મદદથી રસાયણો અને જંતુનાશકોને સરળતાથી સાફ કરી શકાય છે.
પાણીથી સાફ કરો
સ્વચ્છ ફળો અને શાકભાજીને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો. તેની માટે ફળ અને શાકભાજીને ચોખ્ખા પાણીમાં 10 મિનિટ સુધી પલાળી રાખો. આમ કરવાથી શાકભાજી અને ફળની ઉપર લાગેલું કેમિકલ પાણીમાં ઓગળી જશે. ત્યાર બાદ સાફ કપડા અથવા પેપર નેપકીન વડે સાફ કરો.
બ્રશ વડે સાફ કરવાની રીત
ગાજર, બટાકા, સલગમ, મૂળા વગેરે શાકભાજીને નરમ બ્રશ અથવા કપડાથી 5 થી 10 સેકન્ડ સુધી ઘસો. આ પછી, તેને નવશેકા પાણીથી સાફ કરો. તેનાથી કેમિકલ અને જંતુનાશકો સરળતાથી સાફ થઇ જશે.
આ શાકભાજીની છાલ દૂર કરો
કેરી, નાશપતી, કિવી જેવા ફળો અને દૂધી, તુરિયા, કાકડી જેવા શાકભાજીની છાલ કાઢીને ખાવી જોઈએ. ઉપરાંત કોબી ખાતા પહેલા તેની ઉપરના 1 કે 2 પાંદડા કાઢી લો, પછી જ તેનું સેવન કર.
છાલ વાળી શાકભાજી અને ફળોને કેવી રીતે સાફ કરવા
છાલ સાથે ખાવામાં આવતા શાકભાજી અને ફળોને અડધા કલાકથી એક કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને પછી તેને સારી રીતે સાફ કરો અને પાણી માંથી બહાર કાઢો. તેને કાપડ વડે બરાબર લુંછી લો.
સરકોનો ઉપયોગ કરો
એક ડોલ પાણીમાં થોડું સરકો ઉમેરો. આ પછી તેમાં ફળો અને શાકભાજીને 5 થી 10 મિનિટ ડુબાડી રાખો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો.
મીઠું અને ગરમ પાણી
એક ડોલમાં ગરમ પાણીમાં થોડું મીઠું મિક્સ કરો. તેમા ફ્લાવર, પાલક, બ્રોકોલી અને કોબી જેવા શાકભાજી 5 મિનિટ સુધી ડુબાડી રાખો. તેનાથી જંતુનાશક દવાઓ પાણીમાં ઓગળી જશે.
આ પણ વાંચો | બીયર પીવાથી કિડનીની પથરી ઓગળી જાય છે? આવી 4 સ્વાસ્થ્ય માન્યતા અને હકીકત જાણો
આમલીનું પાણી
ગાજર, સફરજન, રીંગણ, દૂધી, ટામેટાં, કાકડી, દ્રાક્ષ જેવા ફળો અને શાકભાજીને આમલીના પાણી વડે સાફ કરી શકાય છે. આ માટે એક ડોલમાં આમલીનું પાણી નાંખો અને પછી ફળ - શાકભાજી સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને ચોખ્ખા પાણી વડે ફરી ધોઈ લો.
હોમમેડ સ્પ્રે
તમે એક કપ પાણીમાં એક ચમચી લીંબુનો રસ, બે ચમચી બેકિંગ સોડા, બે ચમચી સરકો મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરી શકો છો. તેને સ્પ્રે બોટલમાં ભરી શાકભાજી અને ફળો પર છંટકાવ કરો અને અડધા કલાક માટે છોડી દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો.
મીણ દૂર કરવાની સરળ રીત
ઘણા ફળ અને શાકભાજી પર મીણ લગાવવામાં આવે છે, જેથી તે ઝડપથી સડી ન જાય. મીણના સ્તરને સાફ કરવા માટે તેમાં એક કપ પાણી, અડધો કપ સરકો, એક ચમચી બેકિંગ સોડા અને થોડી ગ્રેપફ્રૂટના બીજનો અર્ક મિક્સ કરી એક દ્રાવણ તૈયાર કરો. ફળ અને શાકભાજી ઉપર છંટકાવ કરો અને તેને એક કલાક માટે છોડી દો. પછી પાણીમાં સારી રીતે ધોઇ કાપડ વડે સાફ કરી લો. આ સરળ પગલાં અપનાવીને હાનિકારક રસાયણોને ઘણી હદ સુધી સાફ કરી શકાય છે.
આ પણ વાંચો | સલાડ ક્યારે ખાવું જોઇએ? બાબ રામદેવ પાસેથી જાણો સાચો સમય અને રીત
ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી સલાહ અને સુચન ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન હોય તો એક્સપર્ટ્સની સલાહ લેવી. આ માહિતી દિલ્હી foodsafety.delhi.gov.in એનસીટી સરકારના ખાદ્ય સુરક્ષા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવેલી સામગ્રી પર આધારિત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us