/indian-express-gujarati/media/media_files/2026/02/17/shoes-buying-guide-2026-02-17-10-53-55.jpg)
Shoes Buying Guide: બુટ, શૂઝ ખરીદવા માટે ટીપ્સ. Photograph: (Freepik)
How To Choose Right Shoes For Running: આજકાલ મોટાભાગના લોકો પગમાં શૂઝ પહેરે છે. શૂઝ પહેરવાથી પગ સુરક્ષિત રહે છે સાથે સાથે પર્સનાલિટીને આકર્ષક બનાવે છે. જો કે ઘણા લોકોને પગમાં શૂઝ પહેર્યા બાદ પણ પગના તળિયા અને ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ રહે છે, જેનું કારણ સપોર્ટ વગરના અને ખોટી ડિઝાઇનવાળા શૂઝ જવાબદાર હોય છે. સારી ફિટિંગ વગરના શૂઝ પહેવરવાથી પગના સાંધા પર દબાણ આવે છે, જેના લીધે પગના તળિયા, પીંડિ, ઘુંટણી અને હિપ્સમાં દુખાવો થાય છે. આથી શૂઝ ખરીદતી વખતે તેના ડિઝાઇન અને રંગની સાથે સાથે બનાવટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
બોર્ડ સર્ટિફાઇડ પોડિયાટ્રિસ્ટ અને પગ અને એડીના સર્જન ડોક્ટર પ્રિયા પાર્થસારથી, D.P.M. છે, જેઓ પગના આરોગ્ય અને જૂતાના એર્ગોનોમિક્સના ક્ષેત્રમાં જાણીતા નિષ્ણાત માનવામાં આવે છે, તેમણે સમજાવ્યું કે નિયમિત ધોરણે સપોર્ટ વગરના જૂતાં પહેરવાથી સાંધાની સમસ્યાઓ થઈ શકે છે અથવા પહેલાથી અસ્તિત્વમાં રહેલી સમસ્યાઓ વધી શકે છે.
સપોર્ટ વગરના જૂતા પહેરવાથી પગના હાડકાંમાં ઘસારો
પાર્થસારથીના જણાવ્યા અનુસાર, યોગ્ય ફીટિંગ વગરના જૂતા પહેરવાથી તમારા સાંધાને વધુ દબાણ સહન કરવું પડી શકે છે, જે બળતરા વધારી શકે છે, કાર્ટિલેજ ઝડપથી ઘસાઈ શકે છે અને પગની ઘૂંટી, ઘૂંટણ, નિતંબ અને અહીં સુધી કે કમરના નીચલા ભાગમાં પર પણ અસર થઇ શકે છે. ચાલો જાણીએ કે નિષ્ણાતોએ પગ અને ઘૂંટણના દુખાવા માટે શૂઝને કેવી રીતે જવાબદાર ગણાવ્યા છે? શૂઝ ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?
પગ અને ઘૂંટણના દુખાવા માટે પગરખાં કેવી રીતે જવાબદાર છે?
યોગ્ય સપોર્ટ પૂરો પાડતા જૂતા ચપ્પલ તમારા સાંધાને યોગ્ય ગોઠવણીમાં રાખે છે, સ્થિરતામાં વધારો કરે છે અને આંચકાઓને શોષી લે છે. યોગ્ય પગરખાં તમારા સાંધાના સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. સારી જૂતા પર્યાપ્ત ગાદી, આર્ચ સપોર્ટ, સ્થિરતા અને આંચકાને સહન કરી લે છે. તેનાથી દબાણ યોગ્ય રીતે વહેચાઇ જાય છે, સાંધા પરનો તણાવ ઘટાડે છે અને લાંબા સમય સુધી યોગ્ય મુદ્રા અને ચાલ જાળવી રાખે છે.
પોડિયાટ્રિસ્ટના જણાવ્યા અનુસાર, સપોર્ટ વગરના જૂતા પહેરવાથી પગ સ્થિર રહેતા નથી અને પગમાં દુખાવો થાય છે. આ અસ્થિરતા પગ સુધી મર્યાદિત નથી, પરંતુ પગની ઘૂંટી, ઘૂંટણ, હિપ્સ અને કમરને પણ અસર કરે છે. આવા જૂતા સતત પહેરવાથી સાંધાને સતત આંચકો લાગતો રહે છે, જે લાંબા ગાળે સમસ્યાઓ તરફ દોરી શકે છે. જે સાંધો જેટલો વધારો આંચકો સહન કરે છે, તેટલું ઝડપથી બગડવાની સંભાવના છે. તેનાથી ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ક્રોનિક પીડા અને ચાલવું ફરવું મુશ્કેલી બનાવે છે.
ફિટિંગ વગરના જૂતાથી ચાલવામાં તફલીફ પડશે
સપોર્ટ વગરના માપ વગરના જૂતા તમારું પોર્શ્ચર અને ચાલની સ્ટાઇલ બંને બગાડી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ખરાબ ડિઝાઇન અને ફિટિંગ વાળા જૂતા પહેરે છે, ત્યારે પગ જમીન પર કેવી રીતે પડે છે અને તે કેવી રીતે ઉપાડે છે તેની પ્રક્રિયા બદલાય છે. તે સાંધા પરનો ભાર વધારે છે અને શરીરની કુદરતી હલનચલનની રીતને પ્રભાવિત કરે છે. ફિટિંગ વગરના પગરખાં પહેરવાથી સાંધાની કામગીરી પ્રભાવિત થઈ શકે છે. તેનાથી ચાલતી વખતે વ્યક્તિ નીચે પડવાનું જોખમ વધારી શકે છે અને એકિલિસ ટેન્ડિનાઇટિસ, ઘૂંટણની સમસ્યાઓ અથવા નિતંબના દુખાવા જેવી લાંબી સમસ્યાઓ તરફ દોરી શકે છે.
નિષ્ણાંતોના મતે અનફિટ શૂઝ પહેરવાથી પગને જે નુકસાન થાય છે તે માત્ર પગ સુધી જ સીમિત નથી. પાતળા સોલ અને ઓછી ઉંચાઇ વાળા જૂતા પગના સાંધાને સીધો આંચકો આપે છે. લાંબા સમય સુધી આવા જૂતા પહેરવાથી કાર્ટિલેજમં ઘસારો લાગે છે, આર્થરાઇટિસની સમસ્યા વધે છે અને સતત સાંધાનો દુખાવો પેદા કરી શકે છે. જેમા યોગ્ય આર્ચ સપોર્ટ ન હોય તેવા શુઝ પહેરવાથી પગ અંદરની તરફ વળી જાય છે. તે શરીરના પોર્શ્ચરને ખરાબ કરે છે અને ઘૂંટણ પર વધારાનો તાણ લાવે છે. આ અસમાન દબાણથી સાંધામાં ઝડપથી ઘસારો લાગે છે અને લાંબા સમય સુધી દુખાવાનું કારણ બની શકે છે.
શૂઝ ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?
પ્રોફેશનલ ફિટિંગ્સ કરાવો
જો તમને નવા વોકિંગ શૂઝની જરૂર હોય, તો એક્સપર્ટ્સ ભલામણ કરે છે કે તમે તમારા જૂતાની પ્રોફેશનલ ફિટિંગ કરાવો. પોડિયાટ્રિસ્ટ અથવા સ્પેશિયાલિટી રનિંગ સ્ટોર પર જાઓ અને પગના યોગ્ય માપ અને ચાલનું વિશ્લેષણ કરાવો. જૂતમાં એડી સારી ફિટ થવી જોઇએ, પુરતું આર્ચ સપોર્ટ હોય અને પગની આંગળીઓ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.
યોગ્ય આર્ચ સપોર્ટ પસંદ કરો
દરેક વ્યક્તિના આર્ચ અલગ હોય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એવા જૂતા પસંદ કરો જે તમારા પગના આર્ચને ટેકો આપે.
જૂતાના તળિયાની ગાદી જાડી અને નરમ હોવી જોઇએ
જૂતામાં પૂરતા પ્રમાણમાં ગાદી હોવી આવશ્યક છે, જે આંચકાને યોગ્ય રીતે શોષી શકાય.
સમયસર શૂઝ બદલો
જૂતા એક વખત ખરીદ્યા બાદ તે સંપૂર્ણપણે ઘસાઈ જાય તેની રાહ જોશો નહીં. જો જૂતા બહારથી સારા દેખાય તો પણ, 300 થી 400 માઇલ ચાલ્યા પછી તેમનો આંતરિક સપોર્ટ તૂટવાનું શરૂ કરે છે. તળિયાની ગાદી ખરાબ થતા પગના સાંધા પર વધુ દબાણ આવે છે અને દુખાવો શરૂ થઈ શકે છે.
નિષ્ણાતનો અભિપ્રાય
જો તમે ઘણા વર્ષોથી જૂના વોકિંગ શૂઝ પહેર્યા છો, તો હવે તેમને બદલવાનો સમય આવી ગયો છે. સપોર્ટિવ જૂતા માત્ર પગ આરામ જ નથી આપતા, પરંતુ તે તમારા સાંધાનું રક્ષણ કરે છે અને તમારા આખા શરીરને ટેકો આપે છે. પોડિયાટ્રિસ્ટના જણાવ્યા અનુસાર, સપોર્ટ વગરના જૂતા પગમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ પણ વાંચો | એક દિવસમાં કેટલા કપ ચા પીવી જોઇએ? કરિના કપૂરના ડાયેટિશિયને જણાવી સારી રીત અને માત્રા
ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. તેને વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારના વિકલ્પ તરીકે જોવું નહીં. પગને લગતી કોઈપણ સમસ્યાઓ માટે તમારા ડોક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us