Suji Papad Recipe: મિનિટોમાં ઘરે બનાવો સૂજીના પાપડ, આ રહી સિમ્પલ રેસીપી

Suji Papad Recipe: તહેવાર પર અન્ય સ્વાદિષ્ટ ખોરાકની સાથે તમે થોડીવારમાં ઘરે સોજીના પાપડ બનાવી શકો છો. જેને તમે ખોરાક સાથે પણ પીરસી શકો છો. સોજી પાપડ જેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે, તે ઘરે સરળતાથી બનાવી શકાય છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત...

Suji Papad Recipe: તહેવાર પર અન્ય સ્વાદિષ્ટ ખોરાકની સાથે તમે થોડીવારમાં ઘરે સોજીના પાપડ બનાવી શકો છો. જેને તમે ખોરાક સાથે પણ પીરસી શકો છો. સોજી પાપડ જેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે, તે ઘરે સરળતાથી બનાવી શકાય છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત...

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Soji Papad Recipe, Semolina Papad Recipe

સોજીના પાપડ બનાવવાની રીત. (તસવીર: સોશિયલ મીડિયા)

Suji Papad Recipe: થોડા દિવસો બાદ તહેવારોની મોસમ શરૂ થશે અને મહેમાનો ચોક્કસપણે દરેકના ઘરે આવશે. આ માટે આપણે પહેલાથી જ સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરવાનું શરૂ કરી દઈએ છીએ. આવામાં તહેવાર પર અન્ય સ્વાદિષ્ટ ખોરાકની સાથે તમે થોડીવારમાં ઘરે સtજીના પાપડ બનાવી શકો છો. જેને તમે ખોરાક સાથે પણ પીરસી શકો છો. સૂજી પાપડ જેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે, તે ઘરે સરળતાથી બનાવી શકાય છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત…

Advertisment

પાપડ બનાવવા માટેની સામગ્રી

  • સૂજી - 200 ગ્રામ
  • જીરું - 1 ચમચી
  • મીઠું - સ્વાદ અનુસાર
  • તેલ - જરૂર મુજબ

સૂજીના પાપડ બનાવવા માટે તમે નીચે આપેલા વીડિયોને ફોલો કરી શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ સૂજીના પાપડ બનાવવાની પદ્ધતિ જોઈ શકો છો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ આઈડી @cook_with_rashmisachan પર શેર કરવામાં આવ્યો છે.

સૂજીના પાપડ બનાવવાની રીત

  1. સૌપ્રથમ એક મોટું વાસણ ગરમ કરો. હવે આ વાસણમાં 5 થી 6 કપ પાણી ઉમેરો.
  2. આ પછી પાણીમાં જીરું, મીઠું અને તેલ ઉમેરો.
  3. હવે વાસણમાં સૂજી નાખો. સોજી નાખતી વખતે ચમચાની મદદથી હલાવતા રહો. જો આવું નહીં કરો તો સોજીના ગઠ્ઠા બની જશે.
  4. હવે આ બધી વસ્તુઓને સારી રીતે રાંધો.
  5. સોજીને સતત 5 થી 7 મિનિટ સુધી રાંધતા રહો અને પછી ગેસ બંધ કરો.
  6. હવે તમારે પાપડ જેટલી મોટી પ્લેટ લેવાની છે. પ્લેટમાં રિફાઇન્ડ તેલ અથવા તેલ લગાવો.
  7. આ પછી થાળી પર પાતળો-પાતળો પેસ્ટ લગાવીને ફેલાવી દો અને સુકાવા દો. ધ્યાન રાખો કે પેસ્ટને વધુ ઠંડુ કર્યા પછી પ્લેટ પર ન ફેલાવો. પાતળી બનાવીને આમ કરવાથી પેસ્ટ ફેલાવવામાં મુશ્કેલી પડી શકે છે.
  8. હવે પાપડને સૂકવીને તળી લો અને તેને ભોજન સાથે પીરસો.
Advertisment
ભોજન રેસીપી જીવનશૈલી