Navratri 2025: નવરાત્રીના ઉપવાસ દરમિયાન ફળાહારમાં બનાવો સિંઘોડાના લોટની કઢી

જો તમે પણ આજે કંઈક મસાલેદાર ટ્રાય કરવા ઈચ્છો છો તો સિંઘોડાની કઢી એક સારો વિકલ્પ છે. આ રેસીપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તે ખૂબ જ ઝડપથી તૈયાર પણ થાય છે.

Written by Rakesh Parmar
September 23, 2025 16:02 IST
Navratri 2025: નવરાત્રીના ઉપવાસ દરમિયાન ફળાહારમાં બનાવો સિંઘોડાના લોટની કઢી
સિંઘોડાના લોટની કઢી બનાવવાની રેસીપી. (તસવીર: સોશિયલ મીડિયા)

Singhara Kadhi Recipe: આજે નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. નવરાત્રીમાં ઉપાસનાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિ પોતાનું એનર્જી લેવલ જાળવી રાખવા માટે ફળાહાર(એકટાણું) કરે છે. જો તમે પણ આજે કંઈક મસાલેદાર ટ્રાય કરવા ઈચ્છો છો તો સિંઘોડાની કઢી એક સારો વિકલ્પ છે. આ રેસીપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તે ખૂબ જ ઝડપથી તૈયાર પણ થાય છે.

સિંઘોડાની કઢી બનાવવા માટેની સામગ્રી

singoda na lot ni kadhi, સિંઘોડાની કઢી
સિંઘોડાની કઢી બનાવવા માટેની સામગ્રી.

  • 1 કપ સિંઘોડાનો લોટ
  • 2 બાફેલા બટાકા
  • 3/4 ચમચી જીરું
  • 2 લીલા મરચા
  • 1/2 ચમચી કાળા મરી પાવડર
  • 2 ચમચી કોથમીર
  • 1/2 લીંબુ
  • 2 ચમચી દેશી ઘી
  • મીઠું સ્વાદ મુજબ

સિંઘોડાની કઢી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જોવા માટે નીચે આપેલો વીડિયો જુઓ, આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ યુઝર ankitaawasthi_official દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.

સિંઘોડાના લોટની કઢી બનાવવા માટે રીત

સિંઘોડાની કઢી બનાવવા માટે સૌ પ્રથમ બાફેલા બટાકાની છાલ કાઢી તેના મોટા ટુકડા કરી બાજુ પર રાખો. આ પછી લીલા મરચાં અને લીલા ધાણાને બારીક સમારી લો. હવે 1 કપ પાણીમાં સિંઘોડાનો લોટ નાખો અને તેનો ઘોળ તૈયાર કરી લો. હવે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન ઘી મૂકો અને તેને મધ્યમ તાપ પર ગરમ કરો, તેમાં જીરું અને ઝીણા સમારેલાં લીલાં મરચાં નાખીને ફ્રાય કરો, ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ઉમેરો અને તેને ફ્રાય કરો.

આ પણ વાંચો: નવરાત્રીના 9 દિવસોમાં દેવી દુર્ગાને આ 9 અલગ-અલગ ભોગ અર્પણ કરો

બટાકાને 2 મિનિટ સુધી શેકયા પછી પેનમાં સિંઘોડાના લોટનું તૈયાર ઘોળ રેડો અને તેને સારી રીતે મિક્સ કરો અને આ કઢીને 2-3 મિનિટ સુધી પાકવા દો. આ પછી કઢીમાં સ્વાદ અનુસાર કાળા મરીનો પાઉડર અને રોક મીઠું ઉમેરી તપેલીને ઢાંકી દો અને કરીને લગભગ 5 મિનિટ સુધી ચડવા દો.

આ પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ નાખી લગભગ 1 મિનિટ સુધી ચમચા વડે હલાવતા રહી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તમારા ફળાહાર માટે સિંઘોડાની ટેસ્ટી કઢી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ