scorecardresearch

શું મોજા પહેરી સૂવું સ્વાસ્થ્યપ્રદ કહી શકાય? જાણો એક્સપર્ટસ શું કહે છે

Sleeping with socks :મોજાં પહેરીને (Sleeping with socks)સૂવું હંમેશા ફાયદાકારક ( benefits)હોતું નથી ઇન્ટરવેંશનલ પલ્મોનોલોજી એન્ડ સ્લીપ મેડિસિન, યશોદા હોસ્પિટલ હૈદરાબાદના કન્સલ્ટન્ટ ડૉ. વિશ્વેશ્વરન બાલાસુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે અમુક પરિસ્થિતિઓમાં તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. “ખૂબ જ ટાઈટ મોજાં પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન (blood circulation)બગડી શકે છે અને તે હાનિકારક બની શકે છે.

Wearing socks to bed has its pros and cons
પથારીમાં મોજાં પહેરવાના તેના ફાયદા અને ગેરફાયદા છે

Shreya Agrawal : દેશનો ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી ચાલી રહી છે. અને તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આથી, ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો, જેકેટ્સ અને મોજા સહીતના પર્યાપ્ત ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે. જો કે રાત્રે ગરમ અને આરામ દાયક રીતે સુવા માટે, ઘણા લોકો તેમના મોજા પહેરીને સુવે છે. પરંતુ, શું તે સ્વાસ્થ્ય પ્રદ કહેવાય? એક્સપર્ટસ જેમણે પથારીમાં મોજાં પહેરવાના સારા અને ખરાબ વિશે સમજાવ્યું. તેઓએ સમજાવ્યું કે સૂતી વખતે મોજા પહેરવાએ સામાન્ય છે અને વ્યક્તિને વધુ સારી રીતે ઊંઘવામાં મદદ કરે છે, કારણ કે ઠંડા પગ રક્તવાહિનીઓને સંકુચિત કરે છે અને પરિભ્રમણ ઓછું કરે છે. પારસ હોસ્પિટલ, ગુરુગ્રામના એચઓડી ઇન્ટરનલ મેડિસિન ડૉ આર આર દત્તાએ કહ્યું કે,જો કે, આનો અર્થ એ નથી કે મોજાં ન પહેરવા યોગ્ય નથી, તેથી, કોઈપણ રીતે, તમે કેવું અનુભવો છો તેના આધારે પર છે,”

સિનિયર સલાહકાર, ઇન્ટરનલ મેડિસિન, ફોર્ટિસ હોસ્પિટલ, કનિંગહામ રોડ, બેંગ્લોરના ડૉ. આદિત્ય એસ ચોટીએ જણાવ્યું હતું કે, ” તમારા પગને સુરક્ષિત રાખવા માટે શિયાળામાં રાત્રે મોજાં પહેરવા એ સારી ટેવ છે. સ્ત્રીઓને મુખ્ય તાપમાનને ઠંડુ કરવા માટે તે મદદરૂપ થઇ શકે છે. તે પગની હીલ ક્રેકને પણ સુધારે છે અને પરિભ્રમણ વધારવા માટે જાણીતું છે.

આ પણ વાંચો: Yoga Darshan : યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની ચાવી છે

શું છે ફાયદા?

મોજાં પહેરીને સૂવાના અનેક સ્વાસ્થ્ય લાભ છે. અહીં તેમાના કેટલાક આપેલા છે:

 • ખાસ કરીને શિયાળામાં સૂતા પહેલા મોજાં પહેરવાનો મુખ્ય ફાયદો એ છે કે તે તમારા શરીરને ગરમ રાખે છે.
 • તે તમારા પગને ડ્રાય થવાથી અને સ્કિને ડ્રાય થતા બચાવે છે.
 • પથારીમાં મોજાં પહેરવાથી પગમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ત્વચામાંથી ગરમી ઓછી થાય છે, જે શરીરનું મુખ્ય તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. પરિણામે, વ્યક્તિ ઝડપથી ઊંઘી શકે છે.
 • સૂતી વખતે મોજા પહેરવાથી તમારા પગમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.
 • તે પગમાં હિલ પર પડેલી ક્રેક માટે ફાયદા કારક છે.
 • અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે ઠંડા વાતાવરણમાં ઊંઘ દરમિયાન મોજાંનો ઉપયોગ કરીને પગ ગરમ કરવાથી ઊંઘની ગુણવત્તા પર પોઝિટિવ અસર જોવા મળે છે.
 • તે ઓછી ઊંઘની શરૂઆત, લાંબી ઊંઘ અને ઊંઘ દરમિયાન ઓછી જાગૃતિ સાથે સંકળાયેલ છે.

પ્રતિકૂળ અસરો

ઇન્ટરવેંશનલ પલ્મોનોલોજી એન્ડ સ્લીપ મેડિસિન, યશોદા હોસ્પિટલ હૈદરાબાદના કન્સલ્ટન્ટ ડૉ. વિશ્વેશ્વરન બાલાસુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે,તમારા મોજાં પહેરીને સૂવું હંમેશા ફાયદાકારક હોતું નથી અને અમુક પરિસ્થિતિઓમાં તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. “ખૂબ જ ટાઈટ મોજાં પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન બગડી શકે છે અને તે હાનિકારક બની શકે છે. વધુમાં, મોજાંની યોગ્ય સ્વચ્છતાની ખાતરી ન કરવાથી પ્રતિકૂળ પરિણામો આવી શકે છે.”

આ પણ વાંચો: શું રોજ 6,000 થી 9,000 સ્ટેપ્સ ચાલવાનું મોટી વયના લોકોમાં હાર્ટ એટેકના જોખમને અટકાવશે?શું કહે છે અભ્યાસ

ડો. ચૌટીએ કહ્યું કે જો મોજાની નિયમિત સફાઇ ન કરવામાં આવે તો અથવા મોજા ટાઈટ હોય તો પગની સ્વછતા સાથે ચેડા થઈ શકે છે. ” જો મોજા નાયલોન જેવી કૃત્રિમ સામગ્રીથી બનેલા હોય તો ત્વચાનું જોખમ વધી શકે છે, મોજાના વધુ પડતા ઉપયોગથી શરીરનું તાપમાન વધી શકે છે.

ડો. દત્તાએ કહ્યું કે આવા પગના ચેપને રોકવા માટે એક્સપર્ટસએ નેચરલ અને નરમ ફાઈબરથી બનેલા મોજા પસંદ કરવાનું સૂચન કર્યું હતું. ” સોફ્ટ ફાઈબર મોજા. જેમ કે મેરિનો અથવા કાશ્મીરી, આદર્શ છે. સુતરાઉ મોજા એજ લાભ આપે છે પરંતુ ખાતરી કરો કે તે 10 ટકા સુતરાઉ હોય. ખાતરી કરો કે તમે જે મોજાં પસંદ કરો છો તે તે હેતુ માટે જ હોય.

કોણે ટાળવું જોઈએ?

ડૉ બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, તેના ઘણા ફાયદા હોવા છતાં, ડોકટરોએ અમુક લોકોને સૂતી વખતે મોજા પહેરવાનું ટાળવાનું કહ્યું. ” પગમાં ઘર્ષણ અથવા પગમાં ઘા હોય કે બ્લડ સર્ક્યુલેશનની પ્રોબ્લેમ જેમ કે ઘમની અથવા નીચલા અંગોના શિરાયુક્ત વિકૃતિ ધરાવતા લોકોને પહેરવાની સલાહ આપવામાં આવતી નથી.”

ડો. દત્તાએ જણાવ્યું હતું કે જે લોકો ગરમ આબોહવામાં રહે છે તેઓએ મોજા પહેરવાનું ટાળવું જોઈએ, આ ઉપરાંત જે લોકોના પગમાં ફન્ગલ ઇન્ફેકશન હોય છે તેઓએ ટાળવું જોઈએ કારણ કે તેમની ત્વચાને હવા અને પ્રકાશની જરુર હોય છે.

તમારા પગને ગરમ રાખવાની અન્ય રીતો

જો સૂતી વખતે મોજા પહેર્યા હોય અને તમને અસ્વસ્થતા અનુભવો છો અથવા તમારા માટે સારું નથી, તો તમારા પગને ગરમ રાખવા માટે આ પગલાં અનુસરો, જેમ કે ડૉ. દત્તાએ સૂચવ્યું છે.

 • પગ ગરમ પાણીમાં રાખો. હવા પાણી કરતાં 25 ગણી ધીમી ગરમી ગુમાવે છે. તેમને શરીરની ગરમી આપવાથી અથવા ગરમ પાણીથી સ્નાન કરવાથી મદદ મળે છે. તમે તેમને તમારા હાથથી પણ ઘસી શકો છો.
 • હાઇડ્રેટેડ રહો. જે તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને ઝડપી બનાવશે.
 • ધૂમ્રપાન ટાળો કારણ કે નિકોટિન રક્તની ધમનીઓને કડક બનાવે છે અને તમારા હાથપગમાં ઓછું લોહી પહોંચે છે.
 • એક જ મુદ્રામાં ખૂબ લાંબો સમય સુધી બેસો કે ઊભા ન રહો, તમારા પગને વારંવાર મસાજ કરવાનો પ્રયાસ કરો. પગને મુવમેન્ટ આપતા રહો.
 • આબોહવા અને કાર્યકારી વાતાવરણ માટે, તમારે યોગ્ય રેટિંગ વાળા બુટની જરૂર છે. તેથી યોગ્ય બુટ પહેરો.
 • ઠંડીના દિવસોમાં તમે તમારા સ્કી બૂટને નિયોપ્રીન લાઇનિંગથી ઢાંકી શકો છો.
 • વધારે પ્રમાણમાં પ્રોટીન અને ફેટનું સેવન કરો.

Web Title: Sleeping with socks winter health tips lifestyle

Best of Express