Roti Making Tips: દડા જેવી ફુલેલી અને નરમ રોટલી કેવી રીતે બનાવવી? રોટલી માટે લોટ ગૂંથવાથી લઇ શેકતી વખતે 7 બાબતનું ધ્યાન રાખો

Roti Dough Making Tips And Tricks In Gujarati : રોટલી નરમ મુલાયમ અને ફુલેલી હોય તો ખાવામાં સારી લાગે છે. અહીં રોટલી માટે લોટ ગૂંથવાથી લઇ શેકતી વખતે ધ્યાનમાં રાખવાની 7 બાબત વિશે જાણકારી આપી છે. જેનાથી તમારી રોટલી દડા જેમ ફુલશે અને મખમલ જેવી મુલાયમ રહેશે.

Roti Dough Making Tips And Tricks In Gujarati : રોટલી નરમ મુલાયમ અને ફુલેલી હોય તો ખાવામાં સારી લાગે છે. અહીં રોટલી માટે લોટ ગૂંથવાથી લઇ શેકતી વખતે ધ્યાનમાં રાખવાની 7 બાબત વિશે જાણકારી આપી છે. જેનાથી તમારી રોટલી દડા જેમ ફુલશે અને મખમલ જેવી મુલાયમ રહેશે.

author-image
Ajay Saroya
New Update
Roti Making Tips | Roti Dough Making Tips | chapati making tips

Roti Making Tips For Soft And Fluffy Chapati : રોટલી નરમ અને ફુલેલી બનાવવા માટે 7 ટીપ્સ Photograph: (Social Media)

Soft Fluffy Chapati Making Tips : રોટલી વગર ભારતીય ભોજનની થાળી અધુરી રહે છે. કાશ્મીર થી લઇ કન્યા કુમારી અને ગુજરાત થી મણીપુર સુધી સમગ્ર ભારતમાં મોટાભાગના લોકો ભોજનમાં ઘઉંની રોટલી જરૂર થાય છે. ભારતમાં ઘણા લોકોનું રોટલી ખાધા વગર પેટ ભરાતું નથી. બપોરેના લંચ અને રાતના ડિનરમાં રોટલી જોઇએ જ.

Advertisment

રોટલી બનાવવી મુશ્કેલ કામ નથી, પરંતુ દડા જેવી ફુલેલી ગોળ અને પાતળી રોટલી બનાવવી ઘણા દિવસની પ્રેક્ટિસ અને મહેનત બાદ જ બને છે. ગોળ, પાતળી, નરમ અ દડા જેવી ફુલેલી રોટલી બનાવવા માટે લોટ બાંધવાથી લઇ રોટલી શેકતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં આપેલી 7 ટીપ્સ તમને રોટલી બનાવવામાં મદદરૂપ થશે.

રોટલી માટે લોટ સારી રીતે મસળો

ફુલેલી, નરમ અને પાતળી રોટલી બનાવવા માટે, ઘઉંના લોટને સારી રીતે મસળો જરૂરી છે. જ્યારે પણ આપણે લોટ મસળીએ છીએ, ત્યારે તેમા ગ્લૂટેન બનવાનું શરૂ થાય છે. તેનાથી લોટ ચકણો બને છે. આવા લોટની રોટલી નરમ અને ફુલે છે. જો તમે નરમ મુલાયમ રોટલી ખાવાના શોખીન છો તો 8 થી 10 મિનિટ સુધી લોટને સારી રીતે મસળો. આમ કરવાથી લોટ ચિકણો થાય છે.

લોટ બાંધ્યા બાદ ભીના કપડાંથી ઢાંકી દો

લોટ ગૂંથ્યા બાદ તરત જ રોટલી ન બનાવો. રોટલીનો લોટ ગૂંથ્યા બાદ તેને ભીના કપડાંથી ઢાંકીને ઓછામાં ઓછી 10 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી, લોટમાં ગ્લુટેન સારી રીતે બનવા લાગે છે. ત્યાર પછી રોટલી બનાવો. તેનાથી રોટલી નરમ અને મુલાયમ બને છે..

Advertisment

સાદું પાણી નહીં ગરમ પાણી કે દૂધ થી લોટ બાંધો

જો તમે નરમ અને ફુલેલી રોટલી બનાવવા માંગો છો તો લોટ બાંધવા માટે સાદા અને ઠંડા પાણીનો ઉપયોગ કરશો નહીં. લોટ બાંધવા માટે ગરમ પાણી કે દૂધનો ઉપયોગ કરો. તેનાથી રોટલી મુલાયમ બને છે. દૂધ થી બાંધેલા લોટની રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે.

રોટલી વણતી વખતે આટલું ધ્યાન રાખો

રોટલી વણવી પણ એક કળા છે. રોટલી વણતી વખતે હંમેશા હળવા હાથ વેલણ ફેરવો. બહુ ભાર આપીને રોટલી વણવી નહીં. વેલણ હળવા હાથે પકડવાથી વણતી વખતે રોટલી સારી રીતે ફરે છે અને શેકતી વખતે દડા જેમ ફુલે પણ છે. રોટલી વણતી વખતે વેલણ હંમેશા એક દિશામાં ગોળ ફેરવો. રોટલીની સપાટી એકદમ સમતલ હોવી જોઇએ.રોટલી વચ્ચેથી બહુ પાતળી અને કિનારી જાડી ન હોય તેનું ધ્યાન રાખો.

તવી બરાબર ગરમ થયા બાદ જ રોટલી શેકવી

રોટલી શેકવા માટે પહેલા બરાબર તવી ગરમ થઇ છે કે નહીં, તે ચેક કરો. ઓછા ગરમ કે ઠંડા તવી રોટલી શેકવી નહીં. રોટલીને બધી બાજુથી સારી રીતે શેકવા અને ફુલવાની સાથે સાથે મુલાયમ રહે તેની માટે ગરમ તવીનો ઉપયોગ કરવો. ઠંડી તવી પર રોટલી શેકવાથી તે સુકી અને કડક થઇ જાય છે.

રોટલી શેકતી વખતે આ ભૂલ ન કરો

રોટલી શેકતી વખતે તેને સમયસર તવી પર પલટવી જરૂરી છે. રોટલીની સપાટી પર પરપોટા દેખાય એટલે તરત જ રોટલીને ફેરવી દો. પરંતુ આવું વારંવાર ન કરો. રોટલી શેકતી વખતે ચીપિયા વડે જોરથી દબાવશો નહીં. આમ કરવાથી રોટલી કડક થઈ જશે. શેકતી વખતે રોટલી યોગ્ય સમયે ફેરવવાથી નરમ અને સારી રીતે શેકાય છે.

આ પણ વાંચો | રાતે પેટ કેમ ફુલે છે? આયુર્વેદિક નિષ્ણાતે જણાવ્યા ગેસ થવાના 5 કારણ અને 5 સરળ ઉપાય

રોટલી પર ઘી લગાવો

રોટલી શેક્યા બાદ તેને સહેજ ઠંડી થવા દો. ત્યાર પછી કપડા વડે ઢાંકી તેને હવાચુસ્ત હવામાં મૂકી દો. કપડાથી વરાળ જળવાઇ રહે છે, તેનાથી રોટલી નરમ અને મુલાયમ રહે છે. રોટલી શેક્યા બાદ તરત જ તેના પર ઘી લગાવો. ઘી લગાવવાથી પણ રોટલી નરમ અને મુલાયમ રહે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. ઘી લગાવવાથી રોટલી ઝડપથી શુષ્ક અને કડક થતી નથી.

ભોજન રેસીપી લાઇફસ્ટાઇલ