Spices To Help Lower LDL (‘Bad’) Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ માનવ શરીરના આખા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને ઘણી જૂની બીમારીઓને જન્મ આપી શકે છે. વધતું કોલેસ્ટ્રોલ ધમનીની દીવાલોમાં તકતીના રૂપમાં જમા થાય છે. એના લીધે હાર્ટ સ્ટ્રોક, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ઘણી અન્ય જૂની બીમારીઓનું જોખમ વધે છે.
જયારે તમે તમારા વધતા કોલેસ્ટ્રોલનો ઉપચાર કરી લો છો, તો કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવા માટે એક સ્વસ્થ જીવન શૈલીનું પાલન કરવું જોઈએ. કોલેસ્ટ્રોલ આપણું દુશ્મન નથી અને હાઈ ડેન્સિટી લીપોપ્રોટિન(એચડીએલ) તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કારણ કે આ તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ અથવા લો ડેન્સિટી લિપોપ્રોટીનને દૂર કરવામાં મદદ કરે છે.
મસાલા વધારે કોલેસ્ટ્રોલને કેટલીક હદ સુધી ઓછું કરવામાં મદદ કરી શકે છે, મસાલા એન્ટી ઓક્સીડેન્ટનો એક સમૃદ્ધ સ્ત્રોત છે જે આપણા શરીરને નુકસાનથી બચાવે છે. ડોક્ટર જૈદીના મત મુજબ આહારમાં મસાલાને શામિલ કરવાથી શરીરને યોગ્ય પોષણ અને આવશ્યક પોષક તત્વોથી સંતુલિત આહાર મળે છે. કોલેસ્ટ્રોલ જેવી જૂની બીમારીઓથી લડવામાં મદદ કરે છે. જો વહેલું ધ્યાન ન અપાય તો કોલેસ્ટ્રોલ હૃદય રોગનું કારણ બની શકે છે.
આ પણ વાંચો: શું તમે ઇંડા ખાવાના ગેરફાયદો વિશે જાણો છો? દરરોજ કેટલાં ઇંડા ખાવા જોઇએ, તેનાથી થતી બીમારીઓ વિશે જાણો
આપણા કીચનમાં સામાન્ય રીતે ઉપલબ્ધ કેટલાક આવશ્યક મસાલાનું આહારમાં રેગ્યુલર સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે. મસાલા એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. મસાલા હાઈ બ્લડ સુગર અને ફરતા લિપિડના પ્રભાવને ઓછું કરવામાં મદદ કરે છે, જેમ કે સોજો આવવો અને ટીશ્યુ ડેમેજ વગેરે.
મરચા:
મરચા એક સ્વાદિષ્ટ મસાલા માના એક હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. મરચા ચરબીની કોશિકાઓને તોડવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરે છે, આ સિવાય તેના સક્રિય ઘટક પાઇપરમાં મહત્વપૂર્ણ એન્ટી ઓક્સીડેન્ટ અને જીવાણુરોધી પ્રભાવ હોય છે, આ પાચન, શ્વસન સંક્ર્મણ, ખાંસી અને તાવના ઉપચારમાં ફાયદાકારક છે.
હળદર:
હળદર એક પ્રાચીન આયુર્વેદિક મસાલો છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે, એમાં એક સક્રિય સંયોજન હોય છે જેને કકર્યૂમિન કહેવાય છે. હળદરના એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો સ્વાસ્થ્ય સંબંધી વિકારો જેવા કે ફેફસા સંબંધી જૂની બીમારીઓ, સ્વાદુપિંડ સંબંધી રોગ, આંતરડાની સમસ્યાઓ અને હૃદય સંબંધી જોખમોની સારવારમાં પ્રભાવી છે.
આ પણ વાંચો: ખરાબ કોલેસ્ટ્રોલને યુરિન મારફતે શરીરમાંથી બહાર કાઢશે આ 3 શાકભાજી, જાણો
મેથી:
મેથીના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. મેથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે મહત્વપૂર્ણ મસાલામાંનો એક છે. આમાં કેટલાક સંયોજનો હોય છે જે આંતરડા અને યકૃતમાં કોલેસ્ટ્રોલનું શોષણ ધીમું કરવા માટે જાણીતું છે.
વરિયાળી:
વરિયાળી સારા કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. વરિયાળીમાં હાજર ફેટી એસિડ અને ડાયટરી ફાઈબર કોલેસ્ટ્રોલન સ્તરને બનાવી રાખવામાં મદદ કરે છે. એના એન્ટી ઓક્સીડેન્ટ ગુણ સંક્ર્મણ સામે લાડવા માટે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.