Stale Roti: ડાયાબિટીસ દર્દી વાસી રોટલી ખાઇ શકે છે? AIIMSના ડોક્ટરે જણાવ્યા ફાયદા અને ગેરલાભ

Stale Roti Benefits And Disadvantages : વાસી રોટલી ખાવાના ફાયદા સાથે ગેરલાભ પણ જાણવા જરૂરી છે. AIIMSના કાર્ડિયોવસ્ક્યુલર રેડિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોસેફર ડો. અમરિંદર સિંહ મલ્હીએ વાસી રોટલી ખાવાથી શરીર પરથી થતી અસર વિશે સમજણ આપી છે.

Stale Roti Benefits And Disadvantages : વાસી રોટલી ખાવાના ફાયદા સાથે ગેરલાભ પણ જાણવા જરૂરી છે. AIIMSના કાર્ડિયોવસ્ક્યુલર રેડિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોસેફર ડો. અમરિંદર સિંહ મલ્હીએ વાસી રોટલી ખાવાથી શરીર પરથી થતી અસર વિશે સમજણ આપી છે.

author-image
Ajay Saroya
New Update
Stale Roti Benefits And Side Effects On Health

Stale Roti Benefits And Side Effects On Health : વાસી રોટલી ખાવાના ફાયદા અને ગેરલાભ Photograph: (Freepik)

Is Stale Roti Good For Diabetes? : રોટલી ભારતીય ભોજનની થાળીની મુખ્ય વાગની છે. રોટલી વગર ભોજનની થાળી અધૂરી માનવામાં આવે છે. ભારતમાં મોટાભાગના લોકો સવારે સાંજે રોટલી ખાય છે. રોટલી ઘઉં, જુવાર, બાજરી જેવા અનાજ માંથી બને છે. જો કે ભારતમાં ઘઉંના લોટ માંથી બનેલી રોટલી સૌથી વધુ ખાવામાં આવે છે. ઘણી વખતે રાતે વધારે રોટલી બની જાય છે ત્યારે અમુક લોકો સવારે તે વાસી રોટલી ગરમ કરીને ખાતા હોય છે, જેની શરીર પર વિવિધ અસર થાય છે. 

Advertisment

જો તમે રાતની વધેલી વાસી રોટલી ગરમ કરીને ખાઓ છો, તમને વાસી રોટલી ખાવાના ફાયદા અને ગેરફાયદા વિશે જાણકારી હોવી જરૂરી છે. ઈન્ડિયા ટીવીના એક મીડિયા રિપોર્ટમાં દિલ્હી AIIMSના કાર્ડિયોવસ્ક્યુલર રેડિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોસેફર ડો. અમરિંદર સિંહ મલ્હીએ વાસી રોટલી ખાવા વિશે સમજણ આપી છે. ચાલો જાણીયે વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે?

Stale Roti Effects On Health : વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? 

ડો. અમરિંદર સિંહ મલ્હીનું કહેવું છે કે, વાસી રોટલી રાતભરમાં સ્ટાર્ચમાં બદલાઇ જાય છે, જેને મેડિકલ ભાષામાં Resistant Starch કહી શકાય છે. આ સ્ટાર્ચ ધીમે પચે છે અને બ્લડ શુગર લેવલમાં અચાનક વધારો થતો નથી. આંતરડાને સારા બેક્ટેરિયા માટે ફાયદારૂપ હોય છે.

Advertisment

Leftover Roti Benefits : વાસી રોટલી ખાવાના ફાયદા

1. ડાયાબિટીસ દર્દી માટે અસરકારક

વાસી રોટલીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચો હોય છે, તેનાથી બ્લડ શુગર લેવલમાં અચાનક વધારો થતો નથી.

2. પેટ માટે ફાયદાકારક

Resistant starch પ્રીબાયોટિક જેમ અસર કરે છે. તે કબજિયાત અને ગેસની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થાય છે.

3. શરીરનું વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ

વાસી રોટલી ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને વાંરવાર ભૂખ લાગતી નથી. જેનાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે.

4. કોલેસ્ટ્રોલ પર અસર

વાસી રોટલી આંતરડામાં ફેડ એબ્જોર્પ્શન ઘણી હદ સુધી ઘટાડે છે.

Stale Roti Side Effects : વાસી રોટલી ખાવાના ગેરલાભ

1. ફંગલ ઇન્ફેક્શનનુ જોખમ

જો રોટલી ખુલ્લી રાખી હોય, ભેજ હોય, તેના પર સફેદ, લીલા કે કાળા ડાઘ હોય તો તેમા ફંગસ ઉત્પન્ન થઇ શકે છે. જે લીવર અને કિડની માટે ઝેરી સાબિત થાય છે.

2. ફૂડ પોઇઝનિંગનો ખતરો

ખોટી રીતે રોટલી રાખવાથી બેક્ટેરિયા ઝડપથી વધે છે, જે પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા થવાનું કારણ બને છે.

3. દરેક વ્યક્તિ માટે સારી નથી

વાસી રોટલી ખાવી દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. જાણો કોણે વાસી રોટલી ખાવી નહીં...

  • નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિ
  • ગર્ભવતી સ્ત્રી
  • નાના બાળકો અને વૃદ્ધિ લોકો
  • IBS કે વારંવાર પેટ ખરાબ રહેતું હોય તેવા લોકો

આ પણ વાંચો : બ્લેક કોફી કે દૂધ વાળી કોફી સ્વાસ્થ્ય માટે શું શ્રેષ્ઠ છે? ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યા ફાયદા અને કોણે ટાળવું

વાસી રોટલી ખાવાની સાચી રીત

  • રોટલી સ્વચ્છ સુતરાઉ કાપડમાં ઢાંકીને રાખો
  • રોટલી શુષ્ક અને ઠંડી જગ્યા પર મૂકો
  • 24 કલાકથી વધુ વાસી રોટલી ખાવી નહીં
  • વાસી રોટલી ખાવાની પહેલા સહેજ ગરમ કરો
  • ફ્રિજમાં રાખેલી વાસી રોટલી ન ખાવી
Health જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર